નદીસર (તા. ગોધરા)

વિકિપીડિયામાંથી
નદીસર
—  ગામ  —
નદીસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°45′55″N 73°36′34″E / 22.76515°N 73.609383°E / 22.76515; 73.609383
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો ગોધરા
વસ્તી ૧૨,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તમાકુ,કપાસ,શાકભાજી

નદીસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. નદીસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તમાકુ,કપાસ, એરંડી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શ્રી યુવક મંડળ નદીસર સંચાલિત શ્રી મહાજન ઇંગ્લિશ સ્કૂલ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામની વસ્તી આશરે ૧૨,૦૦૦ જેટલી છે.

નદીસર ગામ મહી નદીના કિનારે વસેલું છે. આ ઉપરાંત ગામથી ૭ કિલોમીટર દૂરથી સરદાર સરોવર નિગમ (નર્મદા યોજના)ની મુખ્ય નહેર પસાર થાય છે. નદીસર ગામે મહીસાગર નદી કિનારે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. તે સિવાય નદીસર ગામમાં બીજા ઘણા મંદિરો જેમ કે મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, રામજી મંદિર, ક્ષેમકલ્યાણી માં નું મંદિર, હરસિધ્ધિ માં નું મંદિર, ખોડિયાર માં નું મંદિર વગેરે.

સંદર્ભ[ફેરફાર કરો]