લખાણ પર જાઓ

પુંસરી (તા. તલોદ)

વિકિપીડિયામાંથી
પુંસરી
—  ગામ  —
પુંસરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°21′06″N 72°57′12″E / 23.351782°N 72.953439°E / 23.351782; 72.953439
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો તલોદ
વસ્તી ૬,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી
વેબસાઇટ www.punsarigrampanchayat.in

પુંસરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા તલોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામનો વિકાસ નૈરોબીથી આવેલી સમિતિ દ્વારા વખાણાયો હતો અને તેને કેન્યાના ગામડાંઓમાં અજમાવાઇ રહ્યો છે.[]

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ગામની વસતી ૫૫૦૦ની હતી.[] જૂન ૨૦૧૨ મુજબ આ ગામની વસતી આશરે ૬૦૦૦ છે.[]

પુંસરી ગામનું પ્રવેશદ્વાર
પુંસરી ગામના બસ સ્ટેશન પર બસની રાહ જોતા મુસાફરોની સુવિધા માટે પ્રતિક્ષા ખંડ

ગામમાં વીજળી માટે ૬૬ કેવી સબ-સ્ટેશન આવેલું છે. ગામના સરપંચ ગામના લોકો માટે અમર્યાદ ઇન્ટરનેટની સુવિધાઓ પંચાયતના કાર્યાલય માટેના હેતુથી પૂરી પાડવાનો ધ્યેય ધરાવે છે.[] પંચાયતે ગામના વિદ્યાર્થીઓ માટે બધી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાથમિક શાળાઓમાં એર કન્ડિશન અને કેમેરાઓ મૂકવામાં આવ્યા છે. ગામના મુખ્ય સ્થળોએ ૨૫ જેટલાં કેમેરા મૂકવામાં આવ્યા છે, જેથી રસ્તા પર કચરો નાખતા લોકો પર ધ્યાન રાખી શકાય.[]

ગામમાં પરિવહન માટે નાની બસો વાપરવામાં આવે છે. દૂધ આપવા-લેવા જતી સ્ત્રીઓ માટે પંચાયતે અટલ એક્સપ્રેસ નામની સુવિધા ઉભી કરી છે.[]

ગામના લોકો જોડે સંદેશાવ્યવહાર માટે ૧૨૦ જળ અવરોધક સ્પીકર મૂકવામાં આવ્યા છે, જેના વડે ગામના સરપંચ નવી યોજનાઓની માહિતી અને અન્ય જરૂરી મહત્વના સૂચનો ગામના લોકોને આપી શકે. આ સ્પીકરોનો ઉપયોગ ભજન, શ્લોક, અને મહાત્મા ગાંધીના અવતરણો માટે પણ કરવામાં આવે છે.[][]

આ યોજનાઓનો કુલ ખર્ચો આશરે ૧૪૦ million (US$૧.૮ million) થયો હતો અને રાજ્ય અને કેન્દ્ર સરકારે આ માટે નાણાં પૂરા પાડ્યા હતા. આ માટે ગામના સરપંચ હિમાંશુ નરેન્દ્રભાઇ પટેલને શ્રેષ્ઠ ગ્રામ સભા પુરસ્કાર આપવામાં આવ્યો હતો[][] જે દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયતી દિવસ પર આપવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૧ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પુરસ્કાર મળ્યો હતો. ગામને મળેલાં અન્ય પુરસ્કારોમાં એકેદમી ઓફ ગ્રાસરૂટ્સ સ્ટડીઝ અને રીસર્સ ઓફ ઇન્ડિયા એવોર્ડનો સમાવેશ થાય છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

ગામમાં પાંચ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ બધી જ શાળાઓમાં શિક્ષણમાં ખલેલ પહોંચાડ્યા વગર વાલીઓને તેમના બાળકોના શિક્ષણ અને શિક્ષકો પર નજર રાખવા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે.[] પુંસરીમાં શિક્ષણ છોડી જવાનો દર લગભગ શૂન્ય છે. ૨૦૧૧માં ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક યોજાતા શિક્ષણ કાર્યક્રમ ગુણોત્સવ દરમિયાન ગામને B+ ગુણ મળ્યા હતા.[]

જળ વ્યવસ્થા

[ફેરફાર કરો]

૨૦૧૦થી પંચાયતે ગામમાં રીવર્સ ઓસ્મોસિસ (RO) પ્લાન્ટ મૂક્યા છે[] જે ગામના લોકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડે છે. લગ્ન અને અન્ય પ્રસંગોએ પાણીના ટેન્કરનું આયોજન કરવામાં આવે છે. પીવાનું પાણી બધાં લોકો માટે પ્રાપ્ત છે. ગામમાં યોગ્ય જળ નિકાલ અને ગટર વ્યવસ્થા છે, જે સંપૂર્ણ રીતે જમીનની અંદર છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kenya keen to replicate Punsari model". The Times of India. ૨૪ મે ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  2. Paras Jha (૭ જૂન ૨૦૧૧). "Gujarat's Punsari panchayat is villagers' pride, neighbours' envy". DNA: Daily News and Analysis.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "Punsari's 'rurban' way of living". ૧ જૂન ૨૦૧૨.
  4. ૪.૦ ૪.૧ Bharat Yagnik (૨૦ મે ૨૦૧૨). "Gujarat village that puts metros to shame". The Times of India. મૂળ માંથી 2012-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-30.
  5. "Why Punsri is selected as the best village panchayat in Gujarat?". DeshGujarat. ૭ નવેમ્બર ૨૦૧૧.
  6. Megha Ghosh (૨૧ મે ૨૦૧૨). "Punsari – Gujarat's urban village". I See India. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-30.
  7. "Game changer from Gujarat!". The Statesman. ૨૨ મે ૨૦૧૨.
  8. Manthan (૨૦ મે ૨૦૧૨). "Now thats a crying shame for Metropolitans of Ahmedabad". Ahmedabad Daily News. મૂળ માંથી 2012-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-30.