બીડજ (તા. ખેડા)
Appearance
બીડજ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°44′46″N 72°40′53″E / 22.745977°N 72.681289°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | ખેડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પુસ્તકાલય, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
બીડજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક તથા વાત્રક તેમજ સાબરમતી નદીની વચ્ચે આવેલા એવા ખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. બીડજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ગટોરભાઈ હિંમતભાઇ પટેલ માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પુસ્તકાલય તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
બીડજ ગામ અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ૨.૫ કિમીના અંતરે આવેલું છે.
ગામમાં પ્રખ્યાત સ્વયંભૂ કેળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જન્માષ્ટમીના દિવસે અહીં મેળો ભરાય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |