બુધ સભા
બુધ સભા એ ૧૯૩૨ થી દર બુધવારે ગુજરાતી કાવ્યના વિષય પર યોજાતી એક સાપ્તાહિક સાહિત્યિક વર્કશોપ છે. હાલમાં લેખક ધીરુ પરીખ તેના અધ્યક્ષસ્થાને છે
બુધ સભા (૨૦૧૪), અમદાવાદ ખાતે | |
સ્થાપક | બચુભાઈ રાવત |
---|---|
હેતુ | ગુજરાતી કવિતાઓને પ્રોત્સાહન આપવા |
અધિકૃત ભાષા | ગુજરાતી |
જૂનું નામ | બુધવારિયું |
અને તે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે યોજાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, ઉમાશંકર જોશી, સુંદરમ અને રામપ્રસાદ શુક્લા રાતના રોકાણ માટે કુમાર મેગેઝિનની ઑફિસમાં જતા અને તેમની કવિતા પર ચર્ચા કરતા. તે જ સમય દરમિયાન, નિહારિકા નામની ફોટોગ્રાફી ક્લબ દર અઠવાડિયે ત્યાં એકઠી થતી હતી. નિહારિકાના સભ્ય શિવરામ ભટ્ટે તે જ રીતે સાપ્તાહિક કવિતા વર્કશોપ યોજવાનું સૂચવ્યું. તેથી બુધવારે મળતી સાપ્તાહિક બુધ સભાની સ્થાપના કુમાર મેગેઝિનના તત્કાલીન સંપાદક બચુભાઈ રાવતે ૧૯૩૨માં કરી હતી. તે અમદાવાદના રાયપુર ચકલા ખાતે કુમારની ઑફિસમાં રાખવામાં આવતી હતી.[૧]
રાવતના અવસાનના ૧ મહિના પહેલાં જુલાઇ ૧૯૮૦માં તેનું સ્થળ ગુજરાત સાહિત્ય પરિષદમાં ખસેડવામાં આવ્યું જે તે સમયે એચ.કે. આર્ટ્સ કૉલેજમાં સ્થિત હતી. ધીરૂ પરીખ, કે જેઓ ૧૯૬૬માં એક વિદ્યાર્થી તરીકે જોડાયા હતા, તેના પ્રમુખ તે જ વર્ષે બન્યા.જ્યારે પરિષદની નવી ઇમારત સાબરમતી નદી (હવે રિવરફ્રન્ટ)ના કાંઠે બનાવવામાં આવી હતી, ત્યારે સ્થળ ત્યાં ખસેડવામાં આવ્યું હતું. તે શરૂઆતમાં "બુધવારિયું" તરીકે જાણીતી હતી, જેનું નામ પછીથી "બુધ બેઠક" અને છેવટે "બુધ સભા" રાખવામાં આવ્યું.[૧][૨][૩]
આ બેઠકની પ્રેરણા લઈને સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં આવી સાપ્તાહિક બેઠકનું આયોજન કરવામાં આવે છે. [૧]
બુધ સભામાં પ્રમુખ ધીરુ પરીખ (અગાઉ બચુભાઇ રાવત) ઉપસ્થિત તમામ કવિઓની કવિતાઓ પ્રથમ સંગ્રહ કરે છે. પછી દરેક કવિતાનું પઠન અને કવિનું નામ જાહેર કર્યા વિના ચર્ચા કરવામાં આવે છે. જો ચર્ચા પછી કવિતા સારી માનવામાં આવે છે, તો તે કવિતા સામયિક કવિલોકમાં (અગાઉ કુમારમાં) પ્રકાશિત થાય છે. ૧૯૯૮માં શનિ સભા (શનિવાર મીટ) નામની સમાન વર્કશોપ પણ ચિનુ મોદીએ આધુનિક કવિઓ માટે શરૂ કરી હતી.[૪]
વારસો
[ફેરફાર કરો]બુધ સભાએ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, હર્ષદ ત્રિવેદી, ચિનુ મોદી, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, પ્રવિણ પંડ્યા, રાજેન્દ્ર શુક્લ, રાજેશ વ્યાસ, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા અને અશોક ચાવડા જેવા અનેક અગ્રણી ગુજરાતી કવિઓ અને લેખકોને પોષવામાં મદદ કરી છે.[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Sahitya Vimarsh (30 July 2013). "Introduction of Budh Sabha by Dhiru Parikh". Sahitya Vimarsh. મેળવેલ 30 January 2017.
- ↑ Khan, Saeed (18 August 2013). "Master of metre". Times of India.
- ↑ "ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધક બચુભાઇ રાવત". નવગુજરાત સમય. 26 February 2014. મૂળ માંથી 2 February 2017 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2016.
- ↑ Ashok Chavda (June 2013). "બુધસભા અને હું". Kumar. Ahmedabad: Kumar Trust. પૃષ્ઠ 35.
- ↑ "બુધસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ". Budh Sabha, Gujarati Sahitya Parishad. મેળવેલ 2017-01-28.