ભુચર મોરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભુચર મોરી
Bhuchar mori stone memorial 04.jpg
ભુચર મોરી સ્મારક
પ્રકારસ્મારક સ્થળ
સ્થાનધ્રોલ, જામનગર જિલ્લો નજીક, ગુજરાત, ભારત
નજીકનું શહેરરાજકોટ
અક્ષાંસ-રેખાંશ22°34′57.97″N 70°23′51.6″E / 22.5827694°N 70.397667°E / 22.5827694; 70.397667
બંધાયેલ૧૬મી સદી
બનાવવાનો હેતુભુચર મોરીનું યુદ્ધ
સમારકામ૨૦૧૫
સમારકામ કરનારગુજરાત સરકાર
સંચાલન સમિતિભુચર મોરી શહિદ સ્મારક ટ્રસ્ટ
સંદર્ભ ક્રમાંકS-GJ-84
સ્થિતિરાજ્ય સંરક્ષિત સ્મારક
સંરક્ષિત કરનારગુજરાત સરકાર
ભુચર મોરી is located in ગુજરાત
ભુચર મોરી
Location of ભુચર મોરી in ગુજરાત

ભુચર મોરી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૫૦ કિમી દૂર વાયવ્યમાં આવેલા ધ્રોલ શહેરથી બે કિમી દૂર આવેલ ઉચ્ચપ્રદેશ અને ઐતહાસિક સ્થળ છે. આ જગ્યા ભુચર મોરીના યુદ્ધ અને તેને સમર્પિત સ્મારક માટે જાણીતી છે. દર વર્ષે અહીં ભુચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઇ-ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે.

નામ[ફેરફાર કરો]

ભુચર મોરી માલધારી કોમનો ગોવાળ હતો અને ગાયો ચરાવતી વખતે અહીં ટેકરી પર બેસતો હતો. તેના પરથી આ જગ્યા ભુચર મોરીનો ટીંબો તરીકે ઓળખાતી હતી. એવું કહેવાય છે કે આ જગ્યા પર પક્ષીઓના અવાજો જેવા અપશુકનો સંભળાયા હતા, જે ભવિષ્યમાં થનારા યુદ્ધના સૂચક હતા.[૧][૨][૩][૪]

ભુચર મોરીનું યુદ્ધ[ફેરફાર કરો]

ભુચર મોરીનું યુદ્ધ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે જુલાઇ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં લડાયું હતું. આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડનું સૈન્ય જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યનો સમાવેશ કરતું હતું. પરંતુ, આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. આ યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી. યુદ્ધનું પરિણામ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યું હતું.[૧][૫]

આ યુદ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ ગણાય છે. તે ઘણી વખત સૌરાષ્ટ્રના પાણીપત તરીકે વર્ણવામાં આવે છે.[૧] મોટી સંખ્યામાં ખુવારી થવાના કારણે, હાલાર વિસ્તારમાં ભુચર મોરી શબ્દ હત્યાકાંડનો સમાનાર્થી બની ગયો છે.[૬][૭]

સ્મારક[ફેરફાર કરો]

અજાજીનો પાળિયો ઘોડા પરની મૂર્તિના સ્વરૂપે છે. તેની દક્ષિણમાં રહેલો હાથની આકૃતિવાળો પાળિયો તેમની પત્નિ સુરજકુંવરબાને સમર્પિત છે. આ પાળિયા પરનું લખાણ વાંચી શકાય તેવું નથી. સ્મારક પરનું લખાણ આ સ્થળ જામ વિભાજીએ પુન:નિર્માણ કરાવ્યું હતું અને અજાજીના પાળિયા પર સ્મારક બનાવ્યું હતું એમ દર્શાવે છે. સ્મારકની દિવાલની ઉત્તર દિશામાં ઘોડા પર બેઠેલા અજાજી હાથી પર બેઠેલા મિર્ઝા અઝિઝ કોકા પર આક્રમણ કરતા હોય તેવી પરંપરાગત શૈલીની ૧૬મી સદીની કલાકૃતિ આવેલી છે. પ્રાંગણમાં રામ, લક્ષ્મણ અને ભુતનાથને સમર્પિત મૂર્તિઓ આવેલી છે. સ્મારકની ઉત્તરે, જમીન પર આઠ પાળિયાઓ આવેલા છે, જેમાં એક જેશા વઝિરનો પાળિયો છે. ચાર પાળિયાઓ સમાંતર આવેલા છે અને વધુ ત્રણ મોટા પાળિયાઓ નજીકમાં છે. છ પાળિયાઓ સ્મારકની દક્ષિણે આવેલા છે, જેમાંના ત્રણ આંશિક રીતે નુકશાન પામેલા છે. ત્રણ કાળાં પથ્થરના પાળિયાઓ અતિત સાધુઓને સમર્પિત છે, જે સ્મારકની ઉત્તરે આવેલા છે. પ્રાંગણમાં કુલ ૨૩ સ્મારકો આવેલા છે. વધુ આઠ સ્મારકો પ્રાંગણની બહાર છે અને એક રાખેંગાર ઢોલીને સમર્પિત એવું સ્મારક થોડા અંતરે આવેલું છે. અહીં કુલ ૩૨ પાળિયા-સ્મારકો આવેલા છે. આ સ્થળની જામનગરના લોકો દર વર્ષે મુલાકાત લે છે અને પાળિયાઓની સિંદુર વડે પૂજા કરે છે.[૮][૨]

મુઘલ સૈન્યના સૈનિકોની આઠ કબરો અગ્નિ દિશામાં આવેલી છે. એવું મનાય છે કે આ સૈનિકો સાથે જ દફનાવવામાં આવ્યા હતા અને તેમને સમર્પિત કબરો પછીથી બનાવવામાં આવી હતી. આ સ્થળ પર એક કૂવો અને મસ્જિદ આવેલી છે.[૮]

૧૯૯૮થી આ સ્થળ ભુચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા દેખરેખ કરવામાં આવે છે. આ સ્થળ રાજ્યના પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્મારક (S-GJ-84) છે.[૮] નરેન્દ્ર મોદી વખતની ગુજરાત સરકારે નવા સ્મારકનું બાંધકામ ૨૦૦૭માં શરૂ કરાવ્યું હતું અને તે સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂર્ણ થયું હતું. અજાજીની નવી મૂર્તિ સ્થળ પર મૂકવામાં આવી હતી, જે આનંદીબેન પટેલ દ્વારા સ્થળને સમર્પિત કરાઇ હતી. ગુજરાત સરકારે આ સ્થળ પર સ્મારકને સમર્પિત વન બનાવવાની જાહેરાત કરી હતી[૯][૧૦] અને ૨૦૧૬માં ભુચર મોરી ખાતે શહીદોની યાદમાં ૬૭માં વનમહોત્સવ નિમિત્તે "શહીદ વન" બનાવવામાં આવ્યું હતું.[૧૧]

૧૯૯૨થી આ સ્થળ પર ક્ષત્રિય કોમના લોકો શીતળા સાતમના દર્શન કરે છે. શ્રાવણ વદ અમાસે (જુલાઇ-ઓગસ્ટમાં) અહીં વાર્ષિક મેળો ભરાય છે, જેની હજારો લોકો મુલાકાત લે છે.[૮][૪][૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Jadav, Joravarsinh (૨૯ એપ્રિલ ૨૦૧૨). "આશરા ધર્મને ઉજાગર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ - લોકજીવનનાં મોતી". ગુજરાત સમાચાર. the original માંથી ૧૦ મે ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archive-date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ "ગૌરવ ગાથા: ક્ષાત્રધર્મના પાલન માટે ખેલાયું ભૂચર મોરીનું યુધ્ધ". divyabhaskar. ૩ સપ્ટેમ્બર ૨૦૧૫. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. Charles Augustus Kincaid (૧૯૩૧). The Land of 'Ranji' and 'Duleep', by Charles A. Kincaid. William Blackwood & Sons, Limited. p. ૫૪. Check date values in: |year= (મદદ)
 4. ૪.૦ ૪.૧ India. Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). District Census Handbook. Director, Government Print. and Stationery, Gujarat State. pp. ૪૧, ૪૫, ૧૯૫. Check date values in: |year= (મદદ)
 5. Contemporary Society: Concept of tribal society. Concept Publishing Company. ૧૯૯૭. p. ૧૯૮. ISBN 978-81-7022-983-4. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
 6. Edalji Dosábhai (૧૮૯૪). A History of Gujarát: From the Earliest Period to the Present Time. United Print. and General Agency. pp. ૧૩૩–૧૪૭. Check date values in: |year= (મદદ)
 7. Shahpurshah Hormasji Hodivala (૧૯૭૯). Studies in Indo-Muslim History: A Critical Commentary on Elliot and Dowson's History of India as Told by Its Own Historians, with a Foreword by Sir Richard Burn : Supplement. Islamic Book Service. p. ૫૫૭. Check date values in: |year= (મદદ)
 8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ Jadav, Joravarsinh (૬ જૂન ૨૦૧૨). "જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી - લોકજીવનનાં મોતી". ગુજરાત સમાચાર. the original માંથી ૧૦ મે ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archive-date= (મદદ)
 9. DeshGujarat (૪ સપ્ટેમ્બર ૨૦૧૫). "Memorial to martyrs of Bhuchar Mori battle unveiled". DeshGujarat. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. "Guj CM Dedicates Bhuchar Mori Shaheed Memorial at Dhrol, Jamnagar". Official Website of Gujarat Chief Minister Anandiben Patel. ૪ સપ્ટેમ્બર ૨૦૧૫. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. "ભૂચરમોરી શહીદવન લોકાર્પણ". chitralekha.com (અંગ્રેજી માં). Retrieved ૨૯ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
 12. Office of the Registrar General India (૧૯૬૫). Census of India, 1961: Gujarat. Manager of Publications. p. ૩૭૮. Check date values in: |year= (મદદ)