મહાસમન્દ
મહાસમન્દ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 21°07′N 82°06′E / 21.11°N 82.10°E | |
દેશ | India |
રાજ્ય | છત્તીસગઢ |
જિલ્લો | મહાસમન્દ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૮૫૬૫૦ |
ભાષા | |
• પ્રચલિત | હિન્દી, છત્તીસગઢી ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૯૩૪૪૫ |
વાહન નોંધણી | CG-06 |
મહાસમન્દ એ ભારતના છત્તીસગઢ રાજ્યના મહાસમન્દ જિલ્લામાં આવેલું એક શહેર છે. તે જિલ્લાનું મુખ્ય મથક પણ છે અને મહા નદીના કિનારે વસેલું છે.
વર્ણન
[ફેરફાર કરો]મહાસમન્દ તેની પ્રાકૃતિક સુંદરતા, રંગબેરંગી ઉત્સવો અને તહેવારો માટે પ્રખ્યાત છે. આખા વર્ષ દરમિયાન અહીં વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છેભાગ લેવા પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ મેળાઓમાં ચૈત્ર માસમાં ઉજવાતો રામનવમીનો મેળો, વૈશાખમાં ઉજવાતો અઠ્ઠી મેળો, અષાઢમાં ઉજવાતો માતા પહુચની મેળો વગેરે મુખ્ય છે.
મુખ્ય આકર્ષણો
[ફેરફાર કરો]- ગંધેશ્વર મહાદેવ મંદિર
- સંગ્રહાલય
- સફેદ ગંગા
પરિવહન
[ફેરફાર કરો]હવાઈ માર્ગ
પ્રવાસીઓની સુવિધા માટે, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંથી પ્રવાસીઓ બસ અને ટેક્સી દ્વારા સરળતાથી મહાસમન્દ પહોંચી શકે છે.
રેલ્વે માર્ગ
મુંબઈ-વિશાખાપટ્ટનમ અને કોલકાતા-વિશાખાપટ્ટનમ રેલ્વે લાઇન પર મહાસમન્દ ખાતે એક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
સડક માર્ગ
મહાસમન્દ કોલકાતા, મુંબઈ અને દેશના અન્ય ભાગો સાથે માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૫૩ અહીંથી પસાર થાય છે અને કેટલાક ઉત્તર ગોદરી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૩ સાથે જંકશન ધરાવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |