લોદરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લોદરા
—  ગામ  —

લોદરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
તાલુકો માણસા
વસ્તી ૭,૭૨૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
શાકભાજી

લોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. લોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, વરિયાળી, જીરૂ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પી.ટી.સી. અને બી.એડ. કોલેજ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં અગિયાર જેટલાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું હનુમાનજીનું મંદિર પ્રસિદ્ધ છે. નજીકમાં આર્યુવેદિક દવાખાનું આવેલું છે. આ ઉપરાંત અહીંનું દુધેશ્વર તળાવ સરદાર સરોવરની યોજનાને કારણે નર્મદા નદીના પાણીથી ભરેલું રહે છે અને જોવાલાયક સ્થળ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lodra Village Population, Caste - Mansa Gandhinagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2018-08-20. Check date values in: |accessdate= (મદદ)