વામજ (તા. કડી)

વિકિપીડિયામાંથી
(વમાજ (તા. કડી) થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વામજ
—  ગામ  —

વામજનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′52″N 72°19′52″E / 23.29785°N 72.331003°E / 23.29785; 72.331003
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો કડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

વામજ (તા. કડી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક ગામ છે. વામજ કલોલથી ૮ કિમીના અંતરે તથા કડી થી ૧૧ કિમી ના અંંતરે આવેલું છે.[૧] વામજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વામજમાં શ્રી નિલકંઠેશ્વર મહાદેવ, શ્રી અંબાજી માતા, શ્રી શક્તિ માતા, શ્રી રામ ભગવાન, શ્રી ગણપતિ દાદા, શ્રી વારાહી માતા તથા શ્રી રામદેવપીર ભગવાન નું મંદિર આવેલા છે. અહીં વામજ જૈન તીર્થ આવેલું છે, જ્યાંના દેરાસરની દાદા અદિશ્વરની મૂર્તિ રાજા સંપ્રતિના સમયની ગણાય છે. વામજમાં 60 વર્ષથી પણ જૂની માધ્યમિક શાળા આવેલી છે તે ઉપરાંત ઉચ્ચ માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા તથા કોમ્પ્યુટર સેન્ટર પણ આવેલું છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શેઠ આણંદજી કલ્યાણજી". www.anandjikalyanjipedhi.org. Retrieved 2019-05-11. Check date values in: |accessdate= (મદદ)
  2. "Shri Vamaj Tirth - Jain Temples in Gujarat". Jinalaya.com. Retrieved 2013-07-10. Check date values in: |accessdate= (મદદ)