શિવરાજપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શિવરાજપુર
—  ગામ  —
શિવરાજપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°30′05″N 73°28′25″E / 22.501261°N 73.473488°E / 22.501261; 73.473488
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો હાલોલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

શિવરાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. શિવરાજપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. શિવરાજપુર મેંગેનિઝ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અહીં મેંગેનિઝની ઘણી ખાણો આવેલી છે. વર્ષ ૨૦૦૧થી ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા મેંગેનિઝનો નકામો કચરો ઉત્પાદકોને વેચાણથી આપવામાં આવે છે. વર્ષો અગાઉ અહીં એક બ્રિટીશ કંપની ખાણ ખનનનું કામ કરતી હતી ત્યારે શિવરાજપુરને પંચમહાલનું માન્ચેસ્ટર કહેવાતું હતુ. તે સમયે અહીંથી મુંબઇ સુધી કંપનીની અંગત રેલ્વે લાઈન હતી.

જાંબુઘોડા અભયારણ્ય શિવરાજપુરથી માત્ર એક કિલોમીટરનાં અંતરે આવેલું છે.[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.gujarattourism.com/destination/details/5/171 ગુજરાત પર્યટન વિભાગ