સઢા (તા. હિંમતનગર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સઢા
—  ગામ  —
સઢાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E / 23.594959; 72.962227
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો હિંમતનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

સઢા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સઢા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

સઢા ગામમાં વારાહિ માતાનું મંદિર આવેલું છે જેના પાછલા ભાગમાં જૂની વાવ આવેલી છે. ગામમાં હસમુખ દાદા નામના સંતનું ભવ્ય તીર્થ આવેલ છે. જ્યાં દર પૂનમે લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ ઉપરાંત અહીં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પણ આવેલું છે. ગામમાં શ્રી જાગતા હનુમાન દાદાનું મંદિર આવેલ છે, જેની બાજુમાં અંદાજે ૩૦૦ વર્ષ જૂનું બ્રહ્માણી માતાનું મંદિર આવેલ છે.