સભ્યની ચર્ચા:Prpillai.143

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Prpillai.143, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૧:૦૮, ૨૦ નવેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

લેખ સંપાદન - સંદર્ભ અને ચિત્ર[ફેરફાર કરો]

કેમ છો ! છેલ્લા એકાદ મહિનાથી આપ ગુજરાતી વિકિપીડિયા પર ફિલ્મો અને ફિલ્મ કલાકારો વિશેના વિવિધ લેખોનું સંપાદન કરી રહ્યા છો તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. આપના દ્વારા બનાવાયેલા એક કરતાં વધુ લેખો (ઉદા. રોહિણી હટ્ટંગડી, મોનલ ગજ્જર, મનોજ જોષી, પૂજા ઝવેરી, બેલ્લામકોંડા શ્રીનિવાસ) સંદર્ભરહિત હોવાનું જોવા મળે છે. મિત્ર, આપ દ્વારા ઉમેરવામાં આવેલી માહિતી સચોટ અને નિષ્પક્ષ હોય તો પણ અહીં લેખ સંપાદન માટે સંદર્ભ પાયાની જરૂરિયાત બની રહે છે. આપ શ્રી ઉપર ટાંકેલા લેખોમાં સંદર્ભ ઉમેરશો તેવી આશા સહ. --Vijay Barot (ચર્ચા) ૨૧:૧૧, ૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

પૂજા ઝવેરી લેખમાં આપ દ્વારા ઉમેરવામાં આવેલું ચિત્ર આપનું જ સર્જન છે એ વિશે મને શંકા છે. બની શકે તો મારી શંકાના સમાધાન માટે આપનો પક્ષ રજૂ કરશો. --Vijay Barot (ચર્ચા) ૨૧:૧૧, ૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
હા. ક્યાંક થી કોપી-પેસ્ટ જ લાગે છે. કોમન્સમાંથી દૂર કરવાની વિનંતી કરી શકાય છે. --કાર્તિક ચર્ચા ૨૧:૫૪, ૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
સંપાદકશ્રી, ૨૧મું ટિફિન લેખમાં આપે ઉપયોગમાં લીધેલ ચિત્ર ગુજરાતી વિકિપીડિયાની ચિત્ર વપરાશ નીતિ મુજબનું નથી. અંગ્રેજી લેખમાં વપરાયેલું મૂળ ચિત્ર આઈએમડીબી સાઈટ પરથી લેવામાં આવ્યું છે. જેને આપે આપની રચના તરીકે કોમન્સ પર ફરીથી અપલોડ કરી અહીં વપરાશમાં લીધું છે. ઉપરની ચર્ચા પ્રમાણે આ પહેલાં પણ આ સંદર્ભે આપનું ધ્યાન દોરવામાં આવેલ છે. આ પ્રકારના ફેર યુઝ પોલીસીવાળા ચિત્રો ગુજરાતી લેખોમાં ન ઉમેરવા આપને તાકીદ કરું છું. સાથે જ લેખમાંનું ચિત્ર દૂર કરું છું. આશા છે આપ મને ફરી વાર આ પ્રકારની તાકીદ કરવાની તક નહીં આપો. આભાર.--Vijay Barot (ચર્ચા) ૦૯:૩૦, ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

@Prpillai.143:, તમે તમારા પોતાના જ લેખમાં 'સંદર્ભ આપો' ઢાંચો મૂક્યો છે, પરંતુ હજુ પણ કોઇ લેખમાં સંદર્ભો ઉમેરેલા નથી! -- કાર્તિક ચર્ચા ૦૮:૫૬, ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

આશા રાખું છું કે તમને ગુજરાતી ભાષામાં મૂકેલા સંદેશાઓનો અર્થ સમજાય છે! -- કાર્તિક ચર્ચા ૧૧:૧૨, ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
ઉપરોક્ત બધાં સંદેશાઓ આપે વાંચ્યા હશે તેવી આશા છે. -- કાર્તિક ચર્ચા ૨૦:૩૧, ૨૩ મે ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]