હરસોલી (તા. દહેગામ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હરસોલી
—  ગામ  —
હરસોલીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°09′22″N 72°50′02″E / 23.15605°N 72.83385°E / 23.15605; 72.83385
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

હરસોલી (તા. દહેગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે. હરસોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

હરસોલી ગામ ગાંધીનગર થી ૩૦ કિમી અને દહેગામ થી ૮ કિમી દુર અાવેલ છે. ગામની બાજુમાં મેશ્વો નદી અને નર્મદાની કેનાલ આવેલ છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામની બાજુમાં તોતરાય માતાજીનું મંદીર અાવેલ છે. જે કોઇ તોતળું બોલતુ હોય અથવા જીભ અચકાતી હોય તેની માનવાથી સફળ થાય છે એવી લોકવાયકા છે. આ સ્થળ પ્રવાસ માટે પણ જાણીતું છે.