લખાણ પર જાઓ

ધરતીકંપ

વિકિપીડિયામાંથી

ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે.સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ (Mercalli scale) પર માપવામાં આવે છે.

ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.

એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો (seismic wave) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના (phenomenon) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ (faults) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) (hypocenter) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે.

વૈશ્વિક ભૂકંપના એપિસેન્ટર્સ (epicenter), 1963 અને ; 1998
પૃથ્વીના આંતર પોપડાઓનું ટેકટોનિક હલનચલન

કુદરતી ભૂકંપો

[ફેરફાર કરો]
ભંગાણના પ્રકારો

ટેકટોનિક ધરતીકંપો આ પૃથ્વી પર ગમે ત્યાં થઈ શકે છે. જયાં પણ ભંગાણના સ્તર (fault plane) ઊંચા થઈ શકે કે તૂટી શકે એટલી માત્રામાં સ્થતિસ્થાપક ઊર્જા સંગ્રહાઈ હોય ત્યાં આ ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે પરાવર્તી (transform) પ્લેટ અથવા કેન્દ્રગામી (convergent) પ્રકારની પ્લેટ છે. જો ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા ખરબચડાપણું (asperities) ન હોય તો આ પ્લેટો (પોપડાઓ) એકબીજા પર સહેલાઈથી અને ધરતીકંપના તરંગો ઉપજાવ્યા વિના (aseismically) સરે છે. પરંતુ મોટા ભાગના પોપડાઓના છેડા આવું ખરબચડાપણું ધરાવતા હોય છે અને તેથી અથડાવું-સરકવું જેવી ઘટના (stick-slip behaviour) ઘટે છે.આવી રીતે જો પૃથ્વીના બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાઈ જાય તો બે પોપડાઓના સતત હલનચલનથી તણાવ વધે છે અને તેથી પોપડાઓના એ છેડા પર ખાસ્સા પ્રમાણમાં ઊર્જા ઊભી થાય છે.જયાં સુધી છેડા પરનું ખરબચડાપણું તૂટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને પછી અચાનક છેડાનો અટવાઈ ગયેલો ભાગ છૂટીને ઊંચો થઈને બીજા સ્તર પર સરકે છે અને અત્યાર સુધી સંગ્રહાયેલી ઊર્જા છૂટી પડે છે. આ જે ઊર્જા મુકત થાય છે તે કેટલાક મૂળભૂત તત્ત્વો (strain) ધરતીકંપ સર્જતા તરંગો (seismic waves), પોપડાઓના છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીના રૂપમાં છૂટા પડે છે જેનાથી ઘણી વાર પથ્થર/પહાડ પણ તૂટી જાય છે અને આમ ધરતીકંપ આવે છે. ધીમે ધીમે મોટું કદ લઈ રહેલા આ તણાવ અને ઘર્ષણ ઘણી વાર અચાનક ધરતીકંપમાં પરિણમતા નથી, જેને સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત (ઈલેસ્ટીક-રીબાઉન્ડ થીયરી) (Elastic-rebound theory) કહે છે. ધરતીકંપની કુલ ઊર્જામાંથી માત્ર 10 ટકા કે તેથી પણ ઓછી ઊર્જા સિઝમીક એનર્જી તરીકે છૂટી પડે છે તેવું અનુમાન છે.ધરતીકંપની મોટા ભાગની ઊર્જા પોપડાઓમાં ભંગાણ (fracture) પેદા કરવામાં વપરાઈ જાય છે અથવા તો પછી ઘર્ષણથી પેદા થતી ગરમીમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ, ધરતીકંપો પૃથ્વીની સંભવિત સ્થિતિસ્થાપક ઊર્જામાં ઘટાડો કરે છે અને તેના તાપમાનમાં વધારો કરે છે. જો કે આ બદલાવો, પૃથ્વીના પતાળમાં રહેલી અઢળક ગરમીની સરખામણીમાં નહિવત્ છે.[]

ધરતીકંપ ભંગાણના પ્રકારો

[ફેરફાર કરો]

ભંગાણના ત્રણ મુખ્ય પ્રકાર છે જે ધરતીકંપ સર્જી શકે છેઃ સામાન્ય, વિરોધી (દબાણ) અને અથડામણ-સરવું.સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડૂબવા-સરવાના ઉદાહરણ છે, જેમાં પોપડા નીચેની (dip) દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઊભી ગતિવિધિ થાય છે.જયાં પૃથ્વીનો પોપડો વિસ્તૃત (extended) થયેલો હોય, જેમ કે અપસારી (વિરોધી) સીમાઓ, ત્યાં સામાન્ય ભંગાણ થઈ શકે છે. જયાં પૃથ્વીનો પોપડો સંકોચાયેલો (shortened) હોય, જેમ કે કેન્દ્રગામી સીમાઓ- આવા વિસ્તારોમાં વિરોધી ભંગાણ થઈ શકે છે.જયારે પૃથ્વીના પોપડાઓની બે બાજુઓ એકબીજાની પાછળ સમાંતરે સરતી હોય ત્યારે અથડામણ-સરવું પ્રકારનું ભંગાણ આ કરાડ પોપડાઓમાં થાય છે; આ પ્રકારના અથડામણ-સરવું પ્રકારના ભંગાણમાં વિશેષ રૂપે સીમાઓ બદલાતી હોય છે. પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુ-બાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધિઓ ઘણા ધરતીકંપોના મૂળમાં જોવા મળી છે; જેને ત્રાંસમાં સરવું કહેવામાં આવે છે.

પોપડાઓની સરહદોથી દૂર ધરતીકંપ

[ફેરફાર કરો]

જયારે કોઈ એક ખંડીય શિલાવરણમાં પૃથ્વીના પોપડાઓની સીમાઓ આવેલી હોય ત્યારે ઊભી થતી વિકૃતિ પોપડાની પોતાની સીમા કરતાં પણ વધુ મોટા વિસ્તારમાં ફેલાય છે.સન આન્દ્રેઝ ફોલ્ટ (San Andreas fault)ના ખંડીય પરાવર્તનના કિસ્સામાં, ફોલ્ટના વિસ્તાર (દા.ત. "બિગ બેન્ડ" ક્ષેત્ર)માં મુખ્ય અનિયમિતતાઓ અને સર્જાયેલા વધારાના ભાગના કારણે અનેક ધરતીકંપો થયા, જે પોપડાની સરહદોથી ઘણા દૂર હતા. નોર્થરીજ ધરતીકંપ (Northridge earthquake)માં આ પ્રકારના વિસ્તારમાં આંધળા ધસારાની બાબત કારણભૂત હતી. પોપડાઓની કેન્દ્રગામી ત્રાંસી ગતિનું બીજું ઉદાહરણ ઝેગ્રોસ (Zagros) પર્વતમાળાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી અરેબિયન (Arabian) અને યુરેશિયન પ્લેટ (Eurasian plate)ની સરહદો વચ્ચે થતી અતિશય ત્રાંસી કેન્દ્રગામી ગતિનું છે. આ પોપડાની સીમા સાથે જોડાયેલો વધારાનો કે ઊંચો થયેલો ભાગ છેવટે એક હડસેલા સાથે છૂટો પડે છે અને સીમાની દક્ષિણપશ્ચિમના વિશાળ વિસ્તારને બરાબર કાટખૂણે ઘર્ષણમાં આવે છે. આ એકદમ સ્પષ્ટ અથડાવાની-સરવાની ક્રિયા છે જે તાજા ભંગાણની સાથોસાથ અને લગભગ પોપડાની સીમાને લગોલગ થાય છે.ધરતીકંપની કેન્દ્રીય હિલચાલ (focal mechanism) થકી આ નિદર્શિત થાય છે.[]

પાડોશી પ્લેટ સાથેના ઘર્ષણ અને કચરો ભેગો થવાથી અથવા દૂર (દા.ત. બરફ ઓગળવો) થવાના કારણે તમામ ટેકટોનિક પ્લેટોમાં આંતરિક તણાવ હોય છે. આ તણાવ એટલો થઈ શકે છે કે જેના કારણે હાલના સ્તરોમાં ભંગાણ પડે અને પરિણામે આંતરસ્તરીય ધરતીકંપ (intraplate earthquake) સર્જાય.[]

છીછરા અને તીવ્ર કેન્દ્રવાળા ધરતીકંપો

[ફેરફાર કરો]

મોટા ભાગના ટેકટોનિક ધરતીકંપો પૃથ્વીના પેટાળમાં અમુક કિલોમીટર ઊંડે આવેલા અગ્નિના વલય પરથી ઉદ્ભવતા હોય છે. 70 કિ.મી.થી ઓછા ઊંડાણે કેન્દ્રબિંદું ધરાવતા ધરતીકંપોને "છીછરા-કેન્દ્રવાળા" ધરતીકંપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જયારે 70થી 300 કિ.મી.નું કેન્દ્રીય ઊંડાણ ધરાવતા ધરતીકંપોને "મધ્યમ-કેન્દ્રવાળા" અથવા તો "મધ્યમ કક્ષા"ના ધરતીકંપો તરીકે ઓળખવામાં આવે છે. એવા સબડકશન ક્ષેત્રો (subduction zones), જયાં જૂનાં અને ઠંડા દરિયાઈ પોપડાઓ (oceanic crust), બીજી ટેકટોનિક પ્લેટની નીચે સરતા હોય છે, ત્યાં ઘણા વધારે ઊંડાણ ધરાવતા (300થી 700 કિ.મી. ઊંડાણે) તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો (deep-focus earthquake) સર્જાઈ શકે છે. []સબડકશનના આવા ભૂકંપની રીતે સક્રિય એવા વિસ્તારોને વાદતી-બેનીઓફ ક્ષેત્રો (Wadati-Benioff zone) તરીકે ઓળખવામાં આવે છે. તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો એટલા ઊંડાણે ઉદ્ભવે છે જયાં પોપડાનું શિલાવરણ (lithosphere) ઊંચા તાપમાન અને દબાણને કારણે બરડ રહેતું નથી. જયારે ઓવિલિયન (olivine) માળખું, સ્પાઈનેલ (spinel) માળખામાં તબક્કાવાર રૂપાંતરિત (phase transition) થતું હોય ત્યારે તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો સર્જાવાની સંભાવના ઊભી થાય છે.[]

ધરતીકંપો અને જવાળામુખી

[ફેરફાર કરો]

જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખી (volcano)માં લાવા (magma)ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે, ઉ.દા. [[1980 સ્ટે. હેલન્સ પર્વતમાં જવાળામુખીનું ફાટવું|1980માં સ્ટે. હેલન્સ પર્વત (Mount St. Helens) પર ફાટેલ]] (eruption of 1980) જવાળામુખી. []

ધરતીકંપના એકથી વધુ બનાવો

[ફેરફાર કરો]

મોટા ભાગના ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધિત હોય છે અને કોઈક શ્રેણીનો ભાગ હોય છે. []

અનુવર્તી આંચકાઓ

[ફેરફાર કરો]

ધરતીકંપના મુખ્ય આંચકા પછી આવતાં આંચકાઓને અનુવર્તી આંચકાઓ કહેવામાં આવે છે, જે એક પ્રકારના ધરતીકંપ જ છે. ધરતીકંપનો મુખ્ય આંચકો આવ્યો હોય તે જ વિસ્તારમાં આ અનુવર્તી આંચકાઓ આવતા હોય છે પરંતુ હંમેશાં ઓછી તીવ્રતા ધરાવતા હોય છે. જો આ અનુવર્તી આંચકો, ધરતીકંપના મુખ્ય આંચકા કરતાં વધુ તીવ્રતાવાળો હોય તો એ આંચકાને ધરતીકંપનો મુખ્ય આંચકો ગણવામાં આવે છે અને તેની પહેલાં ગણાતા મુખ્ય આંચકાને પ્રથમ આંચકા (foreshock) તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે.વિસ્થાપિત ભંગાણ સ્તર (fault plane) ધરતીકંપના મુખ્ય આંચકાની અસરો સાથે ગોઠવાય તે દરમ્યાન તેની આજુબાજુના પોપડામાં અનુવર્તી આંચકાઓ આવતા હોય છે. []

ધરતીકંપોની હારમાળા

[ફેરફાર કરો]
મેકસીકલી નજીક ફેબુ્રઆરી 2008માં આવેલા હારબંધ ધરતીકંપો

ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ ધરતીકંપો (earthquake) આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા, ધરતીકંપના અનુવર્તી આંચકા (aftershock) કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન (Yellowstone National Park)માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. []

ધરતીકંપના વાવાઝોડાં

[ફેરફાર કરો]

ઘણીવાર ધરતીકંપોનું વાવાઝોડું (earthquake storm) કહી શકાય તેવી રીતે ઘણા ધરતીકંપો આવે છે, દરેક ધરતીકંપ તેની પહેલાંના કંપોના કારણે કે તેમના કારણે સર્જાયેલા તણાવને હળવા કરવા માટે આવતો હોય છે. ધરતીકંપના અનુવર્તી આંચકા (aftershock)ની જેમ છતાં ભંગાણના અડોઅડના ભાગે અનુભવાતા આ ધરતીકંપો ઘણી વખત વર્ષોના સમયગાળામાં પથરાયેલા જોઈ શકાય છે; અને તેમાંના કેટલાક પછી આવેલા ધરતીકંપો પહેલાં અનુભવાયેલા ધરતીકંપ જેટલી જ તીવ્રતાવાળા કે તેટલું જ નુકસાન પહોંચાડે છે. 20મી સદીમાં તુર્કીમાં આવેલ ઉત્તર એનાટોલિયન ભંગાણ (ફોલ્ટ) (North Anatolian Fault) પર ત્રાટકેલા લગભગ ડઝનેક જેટલા ધરતીકંપોમાં આવી ભાત જોવા મળી હતી અને મધ્ય પૂર્વમાં આવેલા જૂના અનિયમિત, મોટા ધરતીકંપો માટે તેમના પરથી ધારણા બાંધવામાં આવી હતી. [][૧૦]

આવર્તનની સંખ્યા અને તીવ્રતા

[ફેરફાર કરો]

અમેરિકાના કેલિફોર્નિયા (California) અને અલાસ્કા (Alaska) તેમ જ ગુએટમાલા (Guatemala) જેવા વિશ્વના અનેક સ્થળોએ લગભગ સતત નાના ધરતીકંપો આવતા રહ્યા છે.ચીલે (Chile), પેરુ (Peru), ઈન્ડોનેશિયા (Indonesia), ઈરાન (Iran), પાકિસ્તાન (Pakistan), પોર્ટુગલ (Portugal)માં આવેલ એઝોર્સ (Azores), તુર્કી (Turkey), ન્યૂઝીલેન્ (New Zealand)ડ, ગ્રીસ (Greece), ઈટાલી અને જાપાન- ધરતીકંપ લગભગ ગમે ત્યાં આવી શકે- ન્યૂ યોર્ક શહેર (New York City), લંડન (London) અને ઓસ્ટ્રેલિયા પણ બાકાત નહીં. [૧૧]મોટા ધરતીકંપો લાંબા ગાળો આવે છે, આવર્તનની ઝડપ (exponential) સાપેક્ષે જોઈએ તો એક ચોક્કસ સમયગાળામાં આવેલ 4ની તીવ્રતાવાળા ધરતીકંપોની સંખ્યા, ૫ની તીવ્રતાવાળા ધરતીકંપ કરતાં દસ ગણી વધારે છે. (ધરતીકંપની ઓછી સંભાવના ધરાવતા) યુનાઈટેડ કિંગડમમાં, આવેલા ધરતીકંપોના આવર્તનોની સામાન્ય ગણતરી આ મુજબ હતી- 3.7 - 4.6ની તીવ્રતાનો ધરતીકંપ દર વર્ષે, 4.7 - 5.5ની તીવ્રતાનો એક ધરતીકંપ દર 10 વર્ષે, અને 5.6 કે તેથી વધુ તીવ્રતા ધરાવતો ધરતીકંપ દર 100 વર્ષે. [૧૨]ગુટેનબર્ગ-રિકટર નિયમ (Gutenberg-Richter law)નું એક ઉદાહરણ છે.

1931માં 350 સિઝમિક સ્ટેશનો હતાં, આજે તેની સંખ્યા હજારોમાં છે. આ સ્ટેશનોના પરિણામે નજીકના ભૂતકાળમાં ઘણા ધરતીકંપો નોંધાયા. જો કે તેના પરથી ધરતીકંપોનું પ્રમાણ વધ્યું એવું કહી શકાય નહીં, માત્ર સાધન/તકનિકમાં આવેલા ધરખમ સુધારાથી હવે તે નોંધવા શકય બન્યા છે, તેવું કહી શકાય. છેક 1900થી, પૃથ્વી પર સરેરાશ દર વર્ષે, 18 મોટા (7.0-7.9ની તીવ્રતા ધરાવતા) ધરતીકંપો અને એક ખૂબ મોટો (8.0 કે તેથી વધુ તીવ્રતા ધરાવવતો) ધરતીકંપ આવતા રહ્યા હશે એવું યુ.એસ.જી.એસ. (USGS)નું અનુમાન છે અને તેમના મતે આ સરેરાશ પ્રમાણમાં ઘણી સ્થિર છે. [૧૩]છેલ્લાં કેટલાંક વર્ષોમાં, દર વર્ષે આવતા મોટા ધરતીકંપોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેને એક વ્યવસ્થિત ચીલો ગણવાને બદલે માત્ર આંકડાશાસ્ત્રીય ચઢ-ઉતર (statistical fluctuation) ગણવામાં આવી રહી છે.યુ.એસ.જી.એસ. પાસેથી ધરતીકંપોની તીવ્રતા અને આવર્તનો/સમયગાળા વિશેની વધુ વિગતવાર આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે. [૧૪]

વિશ્વના મોટા ભાગના ધરતીકંપો (90%, સૌથી મોટા ધરતીકંપોમાંથી 81%) 40,000 કિ.મી. લાંબી, ઘોડા આકારની સરકમ-પૅસિફિક સિઝમિક પટ્ટી (circum-Pacific seismic belt)માં આવે છે, જે પૅસિફિક રિંગ ઓફ ફાયર (Pacific Ring of Fire) તરીકે પણ જાણીતી છે. પૅસિફિક પ્લેટ (Pacific Plate)ના મોટા ભાગના હિસ્સા આ રિંગથી બંધાયા છે.[૧૫][૧૬]હિમાલય પર્વતમાળા (Himalayan Mountains) જેવી કેટલીક બીજી પ્લેટની સરહદો પર પણ ભારે ધરતીકંપો સર્જાવાની શકયતા હોય છે.ધરતીકંપ માનવસર્જિત કારણોથી પણ આવી શકે છે જેમ કે નદી પર ખૂબ મોટા બંધ (dam) બાંધવા, મોટી ઈમારતો (building) બાંધવી, પાતાળ કૂવા (well)ઓ ખોદવા અને તેમાં દ્રવ્ય દાખલ કરવું, કોલસાની ખાણો (coal mining) ખોદવી અને તેલના કૂવા ખોદવાથી (oil drilling) ધરતીકંપની શકયતા વધે છે.[૧૭]

ધરતીકંપનું ઊંચું જોખમ ધરાવતા વિસ્તારોમાં વસેલા અને સતત વિકસતા મેકિસકો શહેર (Mexico City), ટોકયો (Tokyo) કે તહેરાન (Tehran) જેવાં મહાનગરો (mega-cities) માટે ધરતીકંપ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અહીં માત્ર એક ધરતીકંપમાં 30 લાખ લોકોનો જીવ જઈ શકે તેમ છે. [૧૮][૧૯]

ધરતીકંપની અસરો

[ફેરફાર કરો]

1755ના લિસ્બન ધરતીકંપે (1755 Lisbon earthquake) લિસ્બન (Lisbon)માં સર્જેલી તારાજી

1755ના તાંબાની કોતરણી ધરાવતા ચિત્રમાં કંડારેલી જોવા મળે છે.બંદરમાં નાંગરેલા વહાણોને ત્સુનામી (tsunami) ડુબાડે છે.

ધરતીકંપની અનેક અસરો/પરિણામો હોય છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે-

જમીન ધ્રુજાવવી અને ફાટ પાડવી

[ફેરફાર કરો]

ધ્રુજારી અને જમીનમાં ફાટ પડવી એ ધરતીકંપની મુખ્ય અસરો છે અને તેના કારણે ઈમારતો અને તેના જેવા અન્ય માળખાઓને વત્તા કે ઓછા અંશે સૈદ્વાંતિક રીતે નુકસાન પહોંચે છે. ધરતીકંપની અસરો સ્થાનિક ધોરણે કેટલી તીવ્રતા ધારણ કરે છે તેનો આધાર ઘણી બાબતો પર રહે છે, જેમ કે ધરતીકંપની તીવ્રતા (magnitude), ભૂકંપબિંદુ (epicenter)થી સ્થળનું અંતર, અને ધરતીકંપના તરંગને વધુ જોરથી કે ઘટાડીને પ્રસારતી (wave propagation) સ્થળની ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂરચનાકીય પરિસ્થિતિ.[૨૦]જમીનની ધ્રુજારી જમીનના વેગ (acceleration) પરથી માપવામાં આવે છે.

ચોક્કસ પ્રકારના સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરચનાકીય અને ભૂ-આકૃતિક પરિમાણોના કારણે, ધરતીકંપ ઓછી-તીવ્રતાવાળો હોય તો પણ, ધરતીકંપના તરંગોને ઝીલી જમીનની સપાટી પર ખાસ્સી ધ્રુજારી પહોંચાડે તેવું બની શકે. આ અસરને સ્થાનિક કે સ્થળ પરથી થતો વધુ પ્રસાર કહેવામાં આવે છે. આ કિસ્સામાં ધરતીકંપ (seismic)ના તરંગો ઊંડી, સખત જમીનમાંથી, ઉપરની ઢીલી જમીન સુધી પ્રસરે છે અને ત્યારે ત્યાંની ભૌગોલિક અને ભૌમિતિક સંરચના મુજબ ધરતીકંપના કંપનો વધતી કે ઓછી માત્રામાં ત્યાં કેન્દ્રિત થવાથી આવું બનતું હોય છે.

ભંગાણ (ફોલ્ટ)ના રસ્તામાં જમીનની સપાટી પર પડેલી ફાટ જોઈ શકાય તેવી અને ઘણી વાર જમીનના બે સ્તરોને જુદા કરતી નાખતી હોય છે. મોટા ધરતીકંપોમાં આવી ફાટ અમુક મીટર સુધીની હોઈ શકે છે.બંધ (dams), પુલ અને અણુશકિત મથકો (nuclear power stations) જેવાં વિશાળ ઈજનેરી માળખાઓ માટે જમીનમાં પડતી ફાટ મોટું જોખમ ઊભું કરે છે. તેથી અત્યારે હાલના ભંગાણ રેખાના નકશા અને જે-તે માળખાના આયુષ્ય દરમ્યાન કોઈ જમીન ફાટવાની શકયતા છે કે કેમ તે કાળજીપૂર્વક તપાસવું ખૂબ અગત્યનું બને છે.[૨૧]

ભૂસ્ખલન અને હિમપ્રપાત

[ફેરફાર કરો]

ધરતીકંપની જેમ જ, ભૂસ્ખલન એવું ભૂસ્તરીય સંકટ છે જે વિશ્વના ગમે તે સ્થળે ઘટી શકે છે. જબરજસ્ત તોફાનો, ધરતીકંપ, જવાળામુખી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે.તત્કાળ બચાવની કામગીરી ચાલતી હોય ત્યારે પણ ભૂસ્ખલનનું જોખમ રહે છે. [૨૨]

1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ (1906 San Francisco earthquake)થી લાગેલી

આગ

ધરતીકંપ પછી વીજળીની લાઈનો (electrical power) તૂટવાથી કે ગેસ લાઈન તૂટવાથી આગ (fire) લાગી શકે છે. પાણીના જોડાણો તૂટી જવાથી અને દબાણ ઘટી ગયું હોવાથી, એક વાર આગ લાગે પછી તેને ફેલાતી અટકાવવી ખૂબ મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, 1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ (1906 San Francisco earthquake)માં, ધરતીકંપથી જેટલી જાનહાનિ થઈ તેનાથી વધુ જાનહાનિ આગના કારણે થઈ હતી.[૨૩]

માટીનું પીઘળવું

[ફેરફાર કરો]

ધ્રુજારીને કારણે માટીના પાણીથી સંતૃપ્ત થયેલા દાણાદાર (granular) કણો (રેતી જેવા) ક્ષણિક સમય માટે પોતાની શકિત ગુમાવે છે અને ઘન (solid)માંથી પ્રવાહી (liquid) રૂપમાં બદલાય છે. આમ ધરતીકંપ થાય ત્યારે માટી પીઘળે (Soil liquefaction) છે.માટી પીઘળવાથી ઈમારતો અથવા પુલ જેવા સખત માળખાઓ આવી પોચી બનેલી જમીનમાં નમી પડે છે કે અંદર ધસી જાય છે. ધરતીકંપની આ એક ભયંકર અસર ગણી શકાય.ઉદાહરણ તરીકે, 1964ના અલાસ્કાના ધરતીકંપ (1964 Alaska earthquake) વખતે માટી ઓગળવાને કારણે ઘણી ઈમારતો જમીનમાં ઊતરી ગઈ હતી, અને પછી પોતાની પર જ પડીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.[૨૪]

ત્સુનામી

[ફેરફાર કરો]
2004માં ભારતીય મહાસમુદ્રમાં આવેલા ધરતીકંપ (2004 Indian Ocean earthquake)થી સર્જાયેલી ત્સુનામી

સમુદ્રમાં ખૂબ મોટા કદના પાણીની ગતિવિધિમાં આવેલા કોઈ ઓચિંતા, અણધાર્યા બદલાવથી ખૂબ ઊંચાં, લાંબી તરંગ-લંબાઈ ધરાવતા, ખૂબ મોટાં મોજાં ઉદ્ભવે છે જેને ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા મહાસમુદ્રમાં આવા ત્સુનામી મોજાંઓની ટોચ 100 કિ.મી.ને વટાવી જાય છે અને મોજાં વચ્ચેનો સમયગાળો પાંચ મિનિટથી લઈને એક કલાક સુધીનો હોઈ શકે છે. આવાં ત્સુનામી પાણીના ઊંડાણ મુજબ દર કલાકે 600-800 કિ.મી.ની ઝડપે અંતર કાપે છે. ધરતીકંપના પરિણામે કે પછી દરિયામાં થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલાં મોટાં મોજાં ગણતરીની ક્ષણોમાં કાંઠાના વિસ્તારોમાં ફરી વળે છે.ત્સુનામી ખુલ્લા સમુદ્રમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જે ધરતીકંપના પરિણામે તે સર્જાયાં હોય તેના કલાકો પછી દૂર દૂરના કિનારાઓ પર તારાજી સર્જે છે. [૨૫]

સામાન્ય રીતે, રિકટર સ્કેલ પર ૭.૫થી ઓછી તીવ્રતા દર્શાવતા ધરતીકંપોથી ત્સુનામી સર્જાતાં નથી. જો કે, તે સિવાયના કિસ્સાઓમાં પણ ત્સુનામી સર્જાયાનું નોંધાયું છે, છતાં સૌથી વિનાશક ત્સુનામી 7.5 કરતાં વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે.[૨૫]

ત્સુનામી સામાન્ય ભરતીઓટના મોજાંઓ કરતાં જુદા હોય છે. સામાન્ય મોજાંમાં પાણી જેમ ગોળ ગોળ વહે છે તેની જગ્યાએ ત્સુનામીમાં પાણી સીધેસીધું વહે છે. ધરતીકંપ કારણે દરિયામાં થયેલા ભૂસ્ખલનથી પણ ત્સુનામી પેદા થઈ શકે છે. [૨૬]

ઊભરાઈને જમીન પર વહી આવતા પાણીના કોઈ પણ જથ્થાને પૂર કહેવાય. <સંદર્ભ> એમએસએન (MSN) એન્કાર્ટા (MSN Encarta) શબ્દકોશ. પૂરસંગ્રહિત ૨૦૧૧-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન2006-12-28 (2006-12-28)ના કરાયેલો સુધારો > જયારે પાત્ર જેમ કે નદી કે તળાવમાંનું પાણીનું કદ તેની ક્ષમતા કરતાં વધી જાય અને તેથી તેમાંનું કેટલુંક પાણી તેના સામાન્ય કિનારા છોડી બહાર વહી જાય છે ત્યારે સામાન્ય રીતે પૂર આવ્યું કહેવાય. છતાં, જો ધરતીકંપથી બંધને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં પૂર ધરતીકંપની આડઅસર પણ હોઈ શકે છે.ધરતીકંપના કારણે બંધની નદીઓના કિનારા ધસી પડી શકે છે, જે પછીથી તૂટી પડવાના કારણે પૂર આવી શકે છે.[૨૭]

ઉસોઈ બંધ (Usoi Dam) તરીકે જાણીતો એકવાર ધરતીકંપને કારણે રચાયેલો ભૂસ્ખલન બંધ (landslide dam), જો ભવિષ્યમાં કોઈ ધરતીકંપના કારણે તૂટે તો તજીકિસ્તાન (Tajikistan)ના સારેઝ તળાવ (Sarez Lake)ના તળપ્રદેશમાં ભારે વિનાશક એવું પૂર આવી શકે છે.એક અંદાજ મુજબ આ પૂરથી લગભગ ૫૦ લાખ લોકોને અસર પહોંચે તેમ છે. [૨૮]

મનુષ્યનો પ્રભાવ

[ફેરફાર કરો]

ધરતીકંપો રોગ (disease), મૂળભૂત જરૂરિયાતોનો અભાવ, જાનહાનિ, વીમાના ઊંચા હપ્તાઓ, જાહેર મિલકતને નુકસાન, રસ્તા અને પુલને નુકસાન, ઈમારતો જમીનદોસ્ત થવી અથવા તેનો પાયો હલી જવો જે તેને ભવિષ્યના ધરતીકંપ વખતે નુકસાન માટે વધુ સંવેદનશીલ બનાવે વગેરે જેવી અનેક બાબતોમાં પરિણમી શકે છે. ધરતીકંપથી પ્રેરાઈને જવાળામુખી ફાટે અને તેના કારણે પાકને સારું એવું નુકસાન થાય તેવું પણ શકય છે, જેમ કે "ઉનાળા વિનાનું વર્ષ (Year Without a Summer)" (1816). [૨૯]

ધરતીકંપની સૌથી નોંધનીય, માનવીય અસર એ માનવ જાનહાનિ છે એ બાબતે મોટા ભાગના લોકો સહમત છે. [૩૦]

ધરતીકંપો માટે તૈયારી

[ફેરફાર કરો]

ધરતીકંપને અનુકૂળ ઈજનેરીકામ (Earthquake engineering), ધરતીકંપનો સામનો કરવાની સજ્જતા (Earthquake preparedness), ધરતીકંપ સાપેક્ષે ઘરની સલામતી (Household seismic safety), સિઝમિક રીટ્રોફિટ (Seismic retrofit) (વિશેષ ઝડપ કરનાર સામગ્રી અને તકનિકો), ધરતીકંપને લગતાં જોખમો (Seismic hazard), ધરતીકંપને લગતી ગતિવિધિઓ ઘટાડવી (Mitigation of seismic motion) અને ધરતીકંપનું અનુમાન (Earthquake prediction) જેવી પ્રક્રિયાઓ દ્વારા આજે સંભવિત ધરતીકંપના વિસ્તારોને ગંભીર નુકસાનથી બચાવવા માટેના અને તેમને ધરતીકંપનો સામનો કરવા માટે તૈયાર કરવાના રસ્તાઓ મોજૂદ છે.

સંસ્કૃતિમાં ધરતીકંપોનું નિરુપણ

[ફેરફાર કરો]

પૌરાણિક કથા અને ધર્મ

[ફેરફાર કરો]

નોર્સ પુરાણકથા (Norse mythology)માં ધરતીકંપોને ઈશ્વર અને લોકી (Loki) વચ્ચેના લોહિયાળ સંઘર્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જયારે તોફાન અને લડાઈ-ઝઘડાના ઈશ્વર (god) લોકીએ સૌંદર્ય અને પ્રકાશના ઈશ્વર બાલ્દ્ર (Baldr)ને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમને માથા પર વિષ ટપકાવતા એક ઝેરી સાપ સાથે ગુફામાં પૂરી દેવાની સજા થઈ.તેમના માથા પર ટપકતું વિષ ઝીલવા માટે લોકીની પત્ની સિજ્ઞાન (Sigyn) વાટકો લઈને સાથે ઊભી રહી. પણ જયારે તેને વાટકો ખાલી કરવા માટે ત્યાંથી ખસવું પડતું ત્યારે વિષના ટપકાં લોકીના મુખ પર પડતા. ત્યારે લોકી પોતાનું માથું ઝાટકો મારીને ખંખેરતા અને પોતાનાં બંધનો ઝાટકતા જેના કારણે પૃથ્વી પર ધ્રુજારી પેદા થતી.[૩૧]

ગ્રીક પુરાણકથા (Greek mythology)માં, પોસિડોન (Poseidon) ઈશ્વર છે જે ધરતીકંપો ઊભા કરતા હતા. જયારે પણ તે ખરાબ મૂડમાં હોય ત્યારે તે પોતાના ત્રિશૂળ (trident)થી જમીન પર ઘા કરતા, જેના કારણે આ અને બીજી અન્ય આપત્તિઓ સર્જાતી.તે વેરથી પ્રેરાઈને અને લોકોને સજા ફટકારવા, તેમનામાં ભય પેદા કરવા માટે પણ ધરતીકંપોનો ઉપયોગ કરતા.[૩૨]

લોકપ્રિય સંસ્કૃતિ

[ફેરફાર કરો]

આધુનિક લોકપ્રિય સંસ્કૃતિ (popular culture)માં, ધરતીકંપોને મોટાં, મહાન શહેરોને, જેમ કે 1995માં કોબે (Kobe in 1995) અથવા 1906માં સાન ફ્રાન્સિસકો (San Francisco in 1906)ને જમીનદોસ્ત કરતી નાખતી ઘટતા તરીકે દર્શાવવામાં આવે છે. [૩૩]કાલ્પનિક ધરતીકંપો અચાનક અને કોઈ પણ ચેતવણી વિના ત્રાટકે છે. [૩૩]આ કારણોસર ધરતીકંપની વાર્તાઓ સામાન્ય રીતે દુર્ઘટનાથી શરૂ થાય છે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાતો તેના કેન્દ્રમાં રહે છે. શોર્ટ વોક ટુ ડે લાઈટ (Short Walk to Daylight) (1972), ધ રૅગેડ એજ (The Ragged Edge) (1968) Aftershock: Earthquake in New Yorkઅથવા (1998) આવી વાર્તાનાં ઉદાહરણ છે. [૩૩]હેઈનરીક વોન કલેઈસ્ટની કલાસિક નવલિકા "ધ અર્થકવેક ઈન ચીલે (The Earthquake in Chile)"નું ઉદહારણ નોંધવાલાયક છે. આ નવલિકામાં 1647માં દેવાલય (સાન્તીઆગો)ના વિનાશનું વિવરણ કરવામાં આવ્યું છે.હારુકી મુરાકમી (Haruki Murakami)ના "આફટર ધ કવેક" નામના ટૂંકી કાલ્પનિક વાર્તાઓના સંગ્રહમાં 1995ના કોબેના ધરતીકંપની પરિણામી અસરોને રજૂ કરવામાં આવી છે.

વાર્તાઓમાં સૌથી લોકપ્રિય એવો એક ધરતીકંપ એ એક દિવસ કેલિફોર્નિયા (California)ના સાન આન્દ્રેઝ ફોલ્ટ (San Andreas Fault) પર આવતો "બિગ વન" (સૌથી મોટો) કાલ્પનિક ભૂકંપ છે, જેને અન્ય નવલકથાઓ ઉપરાંત રિકટર 10 (Richter 10) (1996) અને ગુડબાય કેલિફોર્નિયા (Goodbye California) (1977) નામની નવલકથાઓમાં ચિતરવામાં આવ્યો છે. [૩૩]અ કમ્પેરેટિવ સિઝમોલોજી નામની જેકોબ એમ. એપ્પેલની વ્યાપક રીતે સંકલિત ટૂંકી વાર્તામાં એક વિશ્વાસુ કલાકાર, એક વૃદ્ધાને નજીકના ભવિષ્યમાં એક ધરતીકંપ આવશે જ તેવી ખાતરી કરાવે છે.[૩૪]જિમ શિપાર્ડ (Jim Shepard)ના "લાઈક યુ હેડ અન્ડરસ્ટેન્ડ, એનીવે" નામના વાર્તાસંગ્રહમાંની "પ્લેઝર બોટીંગ ઈન લિટુયા બેય" નામની એક વાર્તામાં "બિગ વન" (સૌથી મોટો ભૂકંપ) ભયાનક તારાજી કરતી ત્સુનામી પણ સર્જે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Spence, William (1989). "Measuring the Size of an Earthquake". United States Geological Survey. મૂળ માંથી 2010-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-03. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  2. તેલેબિયન, એમ. જેકસન, જે.૨૦૦૪.ઈરાનની ઝેગ્રોસ પર્વતમાળામાં ધરતીકંપના કેન્દ્રીય તંત્રો અને તેની ઊંચાઈ ઘટવાની બાબતનું ફેરમૂલ્યાંકન.જિઓફિઝિકલ જર્નલ ઈન્ટરનેશનલ, ૧૫૬, પૃષ્ઠ ૫૦૬-૫૨૬
  3. Noson, Qamar, and Thorsen (1988). Washington State Earthquake Hazards: Washington State Department of Natural Resources. Washington Division of Geology and Earth Resources Information Circular 85.CS1 maint: multiple names: authors list (link)
  4. "M7.5 Northern Peru Earthquake of 26 September 2005" (pdf). મેળવેલ 2008-08-01.
  5. Greene, H. W. (26 October 1989). "A new self-organizing mechanism for deep-focus earthquakes". Nature. 341: 733–737. doi:10.1038/341733a0. ISSN 0028-0836. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. Foxworthy and Hill (1982). Volcanic Eruptions of 1980 at Mount St. Helens, The First 100 Days: USGS Professional Paper 1249.
  7. ૭.૦ ૭.૧ "What are Aftershocks, Foreshocks, and Earthquake Clusters?".
  8. "Earthquake Swarms at Yellowstone". USGS. મૂળ માંથી 2008-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-15.
  9. Amos Nur (2000). "Poseidon's Horses: Plate Tectonics and Earthquake Storms in the Late Bronze Age Aegean and Eastern Mediterranean" (PDF). Journal of Archaeological Science. 27: 43–63. doi:10.1006/jasc.1999.0431. ISSN 0305-4403. મૂળ (PDF) માંથી 2009-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  10. "Earthquake Storms". Horizon. 9pm 1 April 2003. મેળવેલ 2007-05-02. Check date values in: |date= (મદદ)
  11. "Earthquake Hazards Program". USGS. મેળવેલ 2006-08-14.
  12. યુ.કે.માં ધરતીકંપની સંભાવના અને ભૂકંપજન્યતા
  13. "Common Myths about Earthquakes". USGS. મૂળ માંથી 2009-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-14.
  14. "Earthquake Facts and Statistics: Are earthquakes increasing?". USGS. મૂળ માંથી 2006-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-14.
  15. "Historic Earthquakes and Earthquake Statistics: Where do earthquakes occur?". USGS. મૂળ માંથી 2006-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-14.
  16. "Visual Glossary - Ring of Fire". USGS. મૂળ માંથી 2006-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-14.
  17. Madrigal, Alexis (4 June 2008). "Top 5 Ways to Cause a Man-Made Earthquake". Wired News. CondéNet. મેળવેલ 2008-06-05.
  18. વિશ્વનાં શહેરો પર તોળાતું ધરતીકંપનું જોખમ
  19. "ઈરાન અને અન્ય વિકાસશીલ દેશોમાં ધરતીકંપ સંદર્ભે સલામતીનાં પગલાં". મૂળ માંથી 2008-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  20. "ધ્રુજતી જમીન અંગે, એસોસિએશન ઓફ બેય એરિયા ગવર્મેન્ટ્સ, સાન ફ્રાન્સિસકોના 1995,1998નો અહેવાલ (2003 પ્રમાણે અદ્યતન)". મૂળ માંથી 2009-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  21. "જમીનની સપાટી પર ફાટ પડવાથી પેદા થતા નુકસાનોનું મૂલ્યાંકન કરવા માટેની માર્ગદર્શિકાઓ, કેલિફોર્નિયા જિઓલોજિકલ સર્વે" (PDF). મૂળ (PDF) માંથી 2009-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  22. "Natural Hazards - Landslides". USGS. મેળવેલ 2008-09-15.
  23. "The Great 1906 San Francisco earthquake of 1906". USGS. મૂળ માંથી 2015-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-15.
  24. "Historic Earthquakes -1946 Anchorage Earthquake". USGS. મૂળ માંથી 2011-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-15.
  25. ૨૫.૦ ૨૫.૧ Noson, Qamar, and Thorsen (1988). Washington Division of Geology and Earth Resources Information Circular 85. Washington State Earthquake Hazards.CS1 maint: multiple names: authors list (link)
  26. Wicker, Crystal. "Earthquakes". Crystal Wicker/Weather Wiz Kids.
  27. "Notes on Historical Earthquakes". British Geological Survey. મૂળ માંથી 2011-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-15.
  28. "Fresh alert over Tajik flood threat". BBC News. 2003-08-03. મેળવેલ 2008-09-15.
  29. "Facts about The Year Without a Summer". National Geographic UK.
  30. "Earthquakes and Volcanoes". University of Michigan.
  31. Sturluson, Snorri (1220). Prose Edda.
  32. Sellers, Paige (1997-03-03). "Poseidon". Encyclopedia Mythica. મૂળ માંથી 2008-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-02.
  33. ૩૩.૦ ૩૩.૧ ૩૩.૨ ૩૩.૩ Van Riper, A. Bowdoin (2002). Science in popular culture: a reference guide. Westport: Greenwood Press. પૃષ્ઠ 60. ISBN 0–313–31822–0 Check |isbn= value: invalid character (મદદ).
  34. જેએમ એપ્પેલ અ કમ્પેરેટિવ સિઝમોલોજીવેબેર સ્ટીડઝ (પ્રથમ પ્રકાશન), વોલ્યુમ 18, નંબર 2.

અન્ય લિન્ક

[ફેરફાર કરો]

શૈક્ષણિક

[ફેરફાર કરો]

ભૂકંપશાસ્ત્રને લગતાં માહિતી કેન્દ્રો

[ફેરફાર કરો]

ન્યૂઝીલેન્ડ

[ફેરફાર કરો]

યુનાઈટેડ સ્ટેટ્સ

[ફેરફાર કરો]

સિઝમિક સ્કેલ્સ

[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક માહિતી

[ફેરફાર કરો]

પરચૂરણ

[ફેરફાર કરો]


ઢાંચો:Geotechnical engineering