લખાણ પર જાઓ

નાગલી

વિકિપીડિયામાંથી

નાગલી, રાગી
ફિંગર મિલેટ
લાલ તેમ જ સફેદ દાણાવાળી મિશ્રવર્ણ ધરાવતી નાગલી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): એન્જિયોસ્પર્મ
(unranked): એકદળી
(unranked): કોમેલિનિડ
Order: પોઅલેસ
Family: પોએસી
Subfamily: ક્લોરિડોએડી
Genus: 'એલેયુસાઇન'
Species: ''E. coracana''
દ્વિનામી નામ
Eleusine coracana

નાગલી અથવા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા[], વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. નાગલી મૂળ રૂપમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે, જેને ભારત દેશમાં કોઈ ચાર હજાર વરસ પહેલાં લાવ્યું હતું. નાગલી ઊઁચાઈ ધરાવતા પ્રદેશોમાં અનુકૂળતા સાધવામાં સમર્થ વનસ્પતિ છે. હિમાલયના ૨,૩૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં નાગલી ઉગાડવામાં આવે છે.

નાગલીને ખાસ કરીને તલ, મગફળી, નાઇજર સીડ અથવા તો કઠોળ વર્ગના પાક સાથે ઉગાડવામાં આવે છે, જોકે આંકડા ઠીક ઠીક તો ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આ પાકનું વિશ્વ ભરમાં ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરમાં વાવેતર કરવામાં આવે છે.

સંગ્રહ અને સાચવણી

[ફેરફાર કરો]
ફિંગર મિલેટ

એક વાર નાગલીનો પાક તૈયાર થઇ જાય એટલે તેનો સંગ્રહ બેહદ સુરક્ષિત હોય છે. નાગલીના દાણા પર કોઇ પ્રકારના કીટકો કે ફુદાંઓ હુમલા કરતાં જોવા મળતાં નથી. આ ગુણને કારણે નિર્ધન ખેડૂતો માટે નાગલીનો પાક એક ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે.

પોષક તત્વ

[ફેરફાર કરો]

આ અનાજમાં એમીનો એસીડ મેથોનાઇન રહેલું હોય છે, જે વધુ પ્રમાણમાં સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતું નથી. પ્રતિ ૧૦૦ ગ્રામ નાગલીમાં રહેલાં તત્વોનું વિભાજન આ પ્રકારે કરવામાં આવે છે.

વિભાજન સારણી

[ફેરફાર કરો]

નાગલીમાંથી બનાવવામાં આવતા ખાદ્ય પદાર્થ

[ફેરફાર કરો]
ગુજરાત રાજ્યના સુથારપાડા ગામ ખાતે નાગલીની પાપડી બનાવતું મહિલા-મંડળ

ભારત દેશમાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં નાગલીનો સૌથી અધિક ઉપભોગ કરવામાં આવે છે,ત્યાં આને "રાગી" કહે છે, નાગલીમાંથી મોટી ડબલ રોટી, ઢોસા અને રોટી બને છે. નાગલીમાંથી રાગી મુદ્દી બનાવવામાં આવે છે, જે માટે નાગલીનો (રાગીનો) લોટ લઇ પાણીમાં ઉકાળવામાં આવે છે. જ્યારે પાણી ઘટ્ટ થઇ જાય છે, તો એને ગોળ આકૃતિ કરી ઘી લગાવીને સાંબાર (સંભાર) સાથે ખાવામાં આવે છે. વિયેટનામમાં નાગલી બાળકના જન્મના સમયે સ્ત્રીઓને દવાના રૂપમાં આપવામાં આવે છે. આ ઉપરાંત નાગલીમાંથી મદિરા પણ બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત અહીંની મહિલાઓ મંડળી બનાવી ગૃહ-ઉદ્યોગ તરીકે નાગલીની પાપડી, બિસ્કીટ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરે છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-17.
  2. http://agri.ikhedut.aau.in/1/fld/844 સંગ્રહિત ૨૦૧૫-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન - કૃષિ,સહકાર અને ખેડુત ક્લ્યાણ વિભાગ, ગુજરાત સરકાર

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]