આંબાપાડા (વઘઇ વિસ્તાર)

વિકિપીડિયામાંથી
(આંબાપાડા(વઘઇ વિસ્તાર) થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
આંબાપાડા
—  ગામ  —

આંબાપાડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આંબાપાડા, વઘઇ વિસ્તાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના એક માત્ર એવા આહવા તાલુકાનું ગામ છે, કે જે વઘઇના પ્રખ્યાત ગીરા ધોધની તેમ જ વનસ્પતિ ઉદ્યાનની નજીક આવેલું છે. ગામની બાજુમાંથી અંબિકા નદી પસાર થાય છે. આંબાપાડા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

અહીં આવેલા ગિરા ધોધ ખાતે પ્રવાસીઓ આવતા હોવાથી આ ગામના કેટલાક લોકો વાંસમાંથી ખૂબ જ સુંદર અને આકર્ષક રમકડાં તેમ જ સુશોભનને લગતી વસ્તુઓ બનાવે છે અને પ્રવાસીઓને તેનું વેચાણ કરી પોતાની રોજી મેળવે છે.