આસ્પા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આસ્પા
—  ગામ  —
આસ્પાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°47′00″N 72°38′12″E / 23.78339°N 72.636688°E / 23.78339; 72.636688
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો વડનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી,

બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

આસ્પા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે.

આસ્પા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ગામમાં ઘણા બધા યુવકો સરકારી, લશ્કર, પ્રાથમિક શિક્ષણ વગેરે ખાતામાં ફરજ બજાવે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આસ્પા મુળ બૃહદ ખેરાલુમાં આવેલું મહેસાણા જિલ્લાનું ગામ છે. આ ગામ તાલુકાની ઉત્તર - પૂર્વમાં આવેલું છે. ગામની પૂર્વ બાજુથી બાણગંગા નદી પસાર થાય છે. આ નદીનુ ઉદગમસ્થાન નજીકમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. આ ગામ મુખ્યત્વે જિલ્લા ધોરી માર્ગ વડે ખેરાલુ સાથે જોડાયેલું છે. આ ગામથી રાજ્ય ધોરી માર્ગ નંબર ૧૦, જે રાજસ્થાનથી કચ્છ જવા માટે છે, તે ત્રણ કી.મી. દુર આવેલ મઢાસણા ડીપી પાસેથી પસાર થાય છે. સાબરમતી જળાશય યોજના આ ગામથી આશરે ૧૫ કી.મી. દુર છે.

વસવાટ[ફેરફાર કરો]

આસ્પા ગામમાં તમામ જ્ઞાતિઓ વસવાટ કરે છે. આસ્પા એ ખુબ જ પ્રાચીન ગામ છે. એવું કહેવાય છે કે ગામમાં આવેલ મહાકાળી માતાનું મંદિર ગામની વચ્ચેવચ હતું. પરંતુ કાળક્રમે ગામમાં રહેતા બ્રાહ્મણો, પટેલો અને અન્ય જ્ઞાતિઓ ગામ છોડી ને અન્ય સ્થળે વસવાટ કરવાથી ગામ નાનું બન્યું છે. વર્તમાનમાં ગામમાં ઠાકોર દરબારો (ક્ષત્રિય), રાજપૂત, રાવળ, રોહિત, વાઘરી, વાળંદ, મોઢ પટેલ વિગેરે કોમો વસવાટ કરે છે. ગામમાં મુખ્યત્વે ઠાકોરો દરબારોની વસ્તી વધુ પ્રમાણમાં છે.