લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

ઇલોલ (તા. હિંમતનગર)

વિકિપીડિયામાંથી
ઇલોલ
—  ગામ  —
ઇલોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E / 23.594959; 72.962227
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો હિંમતનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

ઇલોલ (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ઇલોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ત્રણ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત એક ખાનગી શાળા, સંતશ્રી ગોબરજી વણઝારા આશ્રમ શાળા પણ આવેલી છે.

ગામના નામ વિષેની વાયકા

[ફેરફાર કરો]

આ ગામનું નામ ઇલોલ કેવી રીત પડ્યું તેનો ચોક્કસ ઇતિહાસ નથી, પરંતુ એક દંતકથા મુજબ આ સ્થળે એક ગાઢ જંગલ હતું. ત્યાં "ઇલો" નામનો એક રબારી ગાયો ચરાવવા આવ્યો હતો. અહીં એક વાઘની ખુબજ બીક હતી અને એ બીકને કારણે અહીંના સ્થાન પર માનવ વસવાટ થતો નહતો. આ વાઘનો ભેટો ઇલા રબારી સાથે થઈ ગયો, ઇલો રબારી મરણિયો થઈ વાઘ સાથે લડ્યો અને વાઘને મારી નાખ્યો. ત્યાર બાદ અહીં લોકોએ વસવાટ કર્યો. ઇલા રબારીના નામ પરથી આ ગામનું નામ ઇલોલ રાખ્યું.