ઊર્મિ દેસાઈ

વિકિપીડિયામાંથી
ઊર્મિ ઘનશ્યામ દેસાઇ
અમદાવાદમાં, માર્ચ ૨૦૧૮
અમદાવાદમાં, માર્ચ ૨૦૧૮
જન્મ૫ એપ્રિલ ૧૯૩૮
મુલુંડ, મુંબઈ, ભારત
વ્યવસાયલેખક, ભાષા શાસ્ત્રી
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનો
  • ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો (૧૯૬૭)
  • ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ (૨૦૧૪)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી એવૉર્ડ (૨૦૧૭)
જીવનસાથી
ઘનશ્યામ દેસાઈ (લ. 1965)

ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (જન્મ: ૫ એપ્રિલ ૧૯૩૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી લેખિકા અને ભાષાશાસ્ત્રી છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલ તેમના વિવચન ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ માટે તેમને ૨૦૧૭માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો.[૧][૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ મુંબઈમાં ૫ એપ્રિલ ૧૯૩૮ ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ રંભાબહેન અને તેમના પિતાનું નામ કામેશ્વર વ્યાસ હતું.[૩] તેમનો પરિવાર ચોરવાડનો વતની હતો. ૧૯૫૫માં મેટ્રિક થયા પછી, તેમણે ૧૯૬૧ માં બી.એ.નો અભ્યાસ કર્યો અને ૧૯૬૩ માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં તેમણે હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ તેમના સંશોધન કાર્ય, ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૬૯ માં તેમણે ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું. તેમણે ૧૯૬૫માં ઘનશ્યામ દેસાઈ નામના ગુજરાતી લઘુકથા લેખક સાથે લગ્ન કર્યા.

કારકીર્દી[ફેરફાર કરો]

૧૯૬૫ થી ૧૯૭૨ સુધી, તેમણે ભાષા મુંબઈ યુનિવર્સિટીમાં ભાષા સંબંધી વિભાગમાં સંશોધન સહાયક તરીકે કામ કર્યું. ૧૯૭૩ થી ૧૯૮૧ સુધી, તેમણે મહાત્મા ગાંધી મેમોરિયલ રિસર્ચ સેન્ટર અને લાઇબ્રેરીમાં સંશોધન અધિકારી તરીકે કામ કર્યું. ૧૯૮૪ થી ૧૯૮૭ સુધી, તેમણે એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક વિભાગમાં કામ કર્યું.

રચનાઓ[ફેરફાર કરો]

તેઓ ગુજરાતી ભાષાનાં એક અગ્રણી ભાષા સંબંધી જ્ઞાન ધરાવનાર ગણાય છે, તેમણે અનેક પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે જેવા કે ભાષાશાસ્ત્ર શું છે? (૧૯૭૬), ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો (૧૯૭૨), વ્યાકરણ વિમર્શ (૧૯૯૨), ચાલો આપણે ગુજરાતી લખતા શીખીએ (૧૯૯૯), ભાષાનુસંગ (૨૦૦૩), અને રૂપશાસ્ત્ર - એક પરિચય (૨૦૦૭). તેમણે પ્રબોધ પંડિતની સંશોધક કૃતિ,પ્રાકૃત ભાષાનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Trivedi, Harshvadan (January 2018). Chauhan, Ajaysinh (સંપાદક). "Introduction of Urmi Desai". શબ્દસૃષ્ટિ. Gandhinagar: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 24–26. ISSN 2319-3220.
  2. "Sahitya Akademi announces 24 winners for annual awards". The Times of India. 2017-12-21. મેળવેલ 2018-01-10.
  3. શર્મા, રાધેશ્યામ (૨૦૦૫). સાક્ષરનો સાક્ષાત્કાર. ખંડ ૧૦. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૨૩૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]