કરોડ (ઉચ્છલ)

વિકિપીડિયામાંથી
કરોડ
—  ગામ  —
કરોડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ઉચ્છલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

કરોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. કરોડ ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.આ ઉપરાંત કરોઙ ગામમાં આશ્રમશાળા અને માધ્યમિક શાળા પણ છે જેના લીધે ઘણાં ગરીબ બાળકોને શૈક્ષણિક આશ્રય મળ્યો છે.

કરોઙ ગામમાં એક વિશેષ માન્યતા અનુસાર, જ્યારે ચોમાસામાં વરસાદ પઙતો નથી ત્યારે મેઘરાજને રિઝવવા માટે ગામના બધા માણસો મળીને સમુહમાં નાચે છે. નાચતા નાચતા ગામલોકો ભેગા મળીને ગામની નદીએ જઈ નદીમાંથી પાણી લાવીને ગામના પાદરે આવેલા મંદિરમાં હનુમાનજીને તે પાણીથી સ્નાન કરાવે છે અને ત્યાર બાદ એકબીજાને પાણીથી નવઙાવે છે[સંદર્ભ આપો].