લખાણ પર જાઓ

કલાલી

વિકિપીડિયામાંથી
કલાલી
—  ગામ  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો વડોદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

કલાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા તથા વડોદરા શહેરની આસપાસનાં વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ વિશ્વામીત્રી નદીના કિનારે આવેલું છે. વડોદરા રેલ્વેસ્ટેશન થી આ ગામનું અંતર આશરે ૭ કી. મી. જેટલું છે. કલાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ફુલ, મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો લેવામાં આવતાં હતાં, પરંતુ વર્તમાન સમયમાં વડોદરા શહેર નજીકનો વિસ્તાર હોવાને કારણે અહીં સોસાયટીઓ તેમ જ શોપિંગ સેન્ટરો તેમ જ ઓફિસોનાં બાંધકામ જોવા મળે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં શ્રી રામકૃષ્ણ પરમહંસ હોસ્પીટલ આવેલી છે. જેનું સંચાલન શ્રૌફ ફાઉંડેશન દ્વારા થાય છે.[સંદર્ભ આપો] અહીં વડતાલ સંસ્થાન દ્વારા સંચાલિત વિશાળ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે, જેની સ્થાપના ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.[સંદર્ભ આપો]