કુંતાણા (તા. લીલીયા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કુંતાણા (તા. લીલીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લીલીયા તાલુકામાં આવેલું એક ગામ છે. કુંતાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં ખેતી લાયક જમીન ઉપજાવ નથી. જમીનમાં સિચાઈ માટે પાણી ખરાબ છે ચોમાસાના વરસાદ પર જ ખેડૂતોએ આધાર રાખવો પડે છે. શિવલાલભાઈ કરશનભાઈ હીરપરા નામના સ્વાતંત્ર્ય સેવક આ ગામના વતની હતા.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ ગામ નારણ હીરપરાએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૧]

લીલીયા તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ