અંટાળીયા (તા. લીલીયા)

વિકિપીડિયામાંથી
અંટાળીયા
—  ગામ  —
અંટાળીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°18′13″N 70°34′08″E / 21.30353°N 70.56886°E / 21.30353; 70.56886
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો લીલીયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

અંટાળીયા (તા. લીલીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લીલીયા તાલુકામાં આવેલું એક ગામ છે. અંટાળીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અંટાળીયા અંતલેશ્વર મહાદેવના મંદિર માટે જાણીતું છે. અહીં આવેલું શિવલિંગ સ્વંયભૂ છે, એટલે કે તેને પથ્થરમાંથી કોતરીને બનાવેલું નથી પરંતુ તે કુદરતી આકાર ધરાવે છે. આ પ્રકારના શિવલિંગ અત્યંત પવિત્ર ગણાય છે, તેથી અંતલેશ્વર સ્થાનિક લોકોમાં અત્યંત પ્રખ્યાત છે. આ મંદિર સર્વ હિન્દુ જ્ઞાતિઓ માટે માનીતું છે. આમંદિરની બાજુમાં અંટાળીયા ગામના ખુમાણ દરબારુના પૂર્વજનોની ખામભીઓ પણ આવેલી છે.આ મંદિરમાં ધાન્ય-અનાજનો અખૂટ ભંડાર દાન સ્વરૂપે આવતો રહે છે.[૧]

અહીં સંવત ૧૬૫૦ (ઇસ ૧૫૯૪)માં સ્થાયેલ સતીનો પાળિયો આવેલો છે. તેનું લખાણ કહે છે કે, સામતજીની પત્નિ બાઇ જાટનાએ રઘુનાથજીની સાથે ચૈત્રની અજવાળી સાતમે શરણ લીધું હતું. આ પાળીયો મંદિર સ્વરૂપે બંધાયેલ છે, પરંતુ લોકોએ તેના પર કપડાં ધોવાથી અને તેના પર પથ્થરો વડે મારવાથી મોટાભાગનું લખાણ નષ્ટ પામ્યું છે. આ સ્મારક સામત ખુમાણની પત્નિની યાદગીરીમાં છે, જેઓ ખિરડી રજવાડાંના લોમા ખુમાણના કાકા થતા હતા. ખુમાણોના અન્ય ઘણાં પાળિયાઓ અહીં આવેલા છે. અઢારમી સદીની શરૂઆતમાં આ ગામ લીલીયા અને ખારાપાટ જિલ્લાના અન્ય ગામોની સાથે ભાવનગર રાજ્યના ઠાકોર વખતસિંહજી દ્વારા કબ્જે કરાયું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૦.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૦.

લીલીયા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ