ક્રિભકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ક્રિભકો
—  ગામ  —

ક્રિભકોનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E / 21.195; 72.819444
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ચોર્યાસી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

ક્રિભકો (હિન્દી:कृभको), (અંગ્રેજી:KRIBHCO) એ ભારત દેશની અગ્રગણ્ય સહકારી સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ કૃષિના વિકાસ માટેનો છે. ક્રિભકોનું આખું નામ ક્રિષક ભારતી કો-ઓપરેટીવ લીમીટેડ (અંગ્રેજી:Krishak Bharati Cooperative Limited) છે.

ક્રિભકો દ્વારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ચોર્યાસી તાલુકામાં આવેલા હજીરા ગામ ખાતે એક મહાકાય ઔદ્યોગિક સંકુલ સ્થાપવામાં આવેલું છે. આ સંકુલનો શિલાન્યાસ વિધિ ભુતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના શુભહસ્તે પાંચમી ફેબ્રુઆરી, ૧૯૮૨ના દિવસે સંપન્ન થઇ હતી. આ સંકુલ ખાતે બે એમોનીયા એકમો અને ચાર યુરિયા ખાતર બનાવવા માટેના એકમો કાર્યરત છે. આ એકમો નવેમ્બર ૧૯૮૫થી પ્રાયોગિક ધોરણે અને પહેલી માર્ચ, ૧૯૮૬ના દિનથી વ્યવસાયિક ધોરણે ઉત્પાદન પ્રક્રિયા કરી રહ્યા છે. અહીં પ્રવાહી એમોનિયા અને યુરિયા ખાતરનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. આ ઉપરાંત આર્ગન વાયુ તેમ જ જૈવિક ખાતરોનું ઉત્પાદન પણ આ સંકુલ ખાતે કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]