ખાબદા
| ખાબદા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | તાપી |
| તાલુકો | ઉચ્છલ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |

ખાબદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકાનું ગામ છે. ૨.૦૬૦ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલા ખાબદા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, આશ્રમ શાળા, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન જેવાં કાર્યો કરે છે.
"ખાબદા" ગામ દેવચાંદની નદીના કિનારે વસેલું છે. પહેલાંના સમયમાં જ્યારે દેવચાંદની નદી પર પુલ ન હતો, ત્યારે નવાપુર જવા માટે ઉચ્છલ જવું પડતું હતું, પરંતુ ઇ. સ. ૨૦૦૮માં દેવચાંદની નદી પર પુલ બન્યા બાદ ખાબદા ગામથી નવાપુર જવા માટેનો ટુંકો અને સરળ રસ્તો બન્યો છે,ખાબદા ગામ તાલુકા મથક ઉચ્છલથી ૫.૫ કિ.મી નાં અંતરે છે જ્યારે નવાપુર થી ૩.૫૦ કિ.મી નાં અંતરે છે. જેથી હવે ગામનો વિકાસ ઝડપી બન્યો છે.
પાણીનો લાભ મળવાથી અહીંની મોટાભાગની ખેતી પિયત છે. ખાબદા ગામથી લગભગ ૨ કિ. મી. પછી મહારાષ્ટ્ર રાજ્ય ચાલુ થઇ જાય છે. ગામની અંદરથીજ મહારાષ્ટ્ર રાજ્યના અંદરનાં ગામોમાં જવાનો રસ્તો પણ પસાર થાય છે. ભૌગોલીક પરિસ્થિતિની અનુકુળતાને કારણે આ ગામ ભવિષ્યમાં મોટા જંકશન તરીકે વિકસી શકે તેમ છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]દેવચાંદની નો ચેકડેમ:દેવચાંદની નદી પર અહીં નાનો ચેકડેમ બાંધવામાં આવ્યો છે, જેનાથી નાનુ પરંતુ સુંદર જળાશય બન્યું છે.ચોમાસા દરમ્યાન તે જોવાલાયક હોય છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |