ગોડજી દ્વિતીય

વિકિપીડિયામાંથી


ગોડજી દ્વિતીય
કચ્છના રાવ, કચ્છના મહારાજા
શાસન૧૭૬૦-૧૭૭૮
પુરોગામીલખપતજી
અનુગામીરાયધણ તૃતીય
જન્મ૧૭૩૪
મૃત્યુ૧૭૭૮
વંશજ[[રાયધણ તૃતીય]], પૃથ્વીરાજજી
વંશજાડેજા રાજપૂત
પિતાલખપતજી

રાવ ગોડજી દ્વિતીય, જાડેજા રાજપૂત વંશના કચ્છના રાવ હતા, જેઓ ૧૭૬૦માં કચ્છ રજવાડાની ગાદીએ આવ્યા અને ૧૭૭૮માં તેમના મૃત્યુ સુધી શાસન કર્યું. તેમના શાસન દરમિયાન, સિંધના કાલ્હોરો અને તાલપુરાઓએ કચ્છ પર ઘણી વખત આક્રમણ કર્યું હતું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ગોડજી કચ્છ રાજ્યના રાવ લખપતજીના પુત્ર હતા. સોળ વર્ષની ઉંમરે, તેમણે તેમના પિતા પાસેથી રાજ્યના સંચાલનમાં હિસ્સો માંગ્યો. તેમના પિતાએ તેમના દાદા દેશળજી પ્રથમ સાથે જે પ્રમાણે વર્તન કર્યું હતું તેવું જ વર્તન તેમણે પોતાના પિતા સાથે કર્યું. આ માટે તેઓને તેમની માતા અને તેના પિતાના ભૂતપૂર્વ મંત્રી પુંજાએ ઉશ્કેર્યો હતો. ગોડજીને તેમના પિતાએ રાજ્ય સંચાલનમાં ભાગ આપવાની ના પાડતા તેઓ તેમની માતા સાથે ભુજ છોડીને મુન્દ્રામાં ચાલ્યા ગયા હતા. મુન્દ્રા જતા પહેલા, પુંજાએ તેના હરીફ મંત્રી ગોવરધન મહેતાને તારાજ કરવાની યોજના બનાવી હતી, ગોવરધન મહેતાને બાદમાં વિશ્વાસઘાતની શંકા હેઠળ ફાંસી આપવામાં આવી હતી. [૧]

ગોડજી તેમના પિતાથી સ્વતંત્ર રીતે મુન્દ્રામાં રહેતા હતા. પુંજા તેમના મુખ્યસલાહકાર હોવા છતાં તેઓ મિર્ઝા અમીર બેગ નામના વ્યક્તિ પર ઘણો વિશ્વાસ રાખતા, જેને તેમણે પોતાના લશ્કરી વડા (જમાદાર) બનાવ્યા હતા. આ સમયે, શાહ મદનજી નામના એક ખૂબ જ સમૃદ્ધ વેપારી, મુન્દ્રામાં મૃત્યુ પામ્યા અને તેમની અંતિમવિધિમાં કચ્છના કેટલાક ધનિક વેપારીઓ આવ્યા હતા. જમાદારની સલાહથી, આર્થિક સંકડામણ અનુભવતા ગોડજીએ શહેરના દરવાજા બંધ કરાવડાવી દીધા મોટી રકમ ચૂકવાયા પછીજ આ વેપારીઓને જવા દેવાની શરત મૂકી. પોતાના પુત્રના આવા વર્તનથી ગુસ્સે થઈ લખપતજીએ મુંદ્રા સામે સૈન્ય મોકલ્યું. આથી ગોડજી મોરબી ભાગી ગયા, અને તેમને સૈનિકો રસલો મેળવી લખપતજીના સૈન્યને હટાવી મુન્દ્રા શહેરને મુક્ત કરાવ્યું. છેવટે રાવે પોતાના પુત્ર સાથે સમાધાન કર્યું અને પુંજાને બરતરફ કરવાની શરતે તેમણે ગોડજીને મુન્દ્રા રાખવાની મંજૂરી આપી. આ પ્રસ્તાવ માટે ગોડજી સંમત થયા અને ૧૭૫૮માં લગભગ ૧૦૦૦ કોરીના માસિક પેન્શન પર પુંજા અબડાસાના મોથારામાં નિવૃત્ત થયા. [૨]

રાજ્ય શાસન[ફેરફાર કરો]

રક્તપિત્ત અને અન્ય રોગોથી પીડાતા લખપતજીનું ૧૭૬૦માં અવસાન થયું. લખપતજીએ તેમના અંતિમસમયે તેમના સૈનિક અધિકારીઓને તેમના છ ગેરકાયદેસર પુત્રોમાંથી એકની રાવ તરીકે નિમણૂક કરવા પ્રેરિત કર્યા. [૩] તેઓએ તેમ કરવાની ના પાડી અને ગોડજીને સંદેશ મોકલવ્યો પરિણામે ગોડજી નિર્વિરોધ પણે છવ્વીસ વર્ષની ઉંમરે તેઓ કચ્છના શાસક બન્યા. પોતાના પિતાના શાસનના છેલ્લા વર્ષો દરમિયાન મંત્રીનું પદ સંભાળનાર જીવણ શેઠ નામના લોહાણા વ્યક્તિને ચાલુ રાખ્યા. ગોડજી પાસેથી ભૂતપૂર્વ મદદના પુરસ્કારની અપેક્ષા રાખનાર અને જૂનાગઢમાં નિવૃત્તિ ગાળનાર પુંજાને તેમણે તે પદ ન આપ્યું. વિવિધ સ્થળોએ પ્રવેશની મનાઈ અને જાતિવાડામાં ઘોડેસવાર સૈનિકોથી પોતાનો જીવ બચાવ્યા પછી, પુંજા સિંધના પારકરમાં વિરાવહમાં નિવૃત્ત થયા. [૩]

પુંજાએ પોતાનીજ જાતિના સિંધના મંત્રી ગીડોમલ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. મિયાં ગુલામ શાહ કાલહોરો, તે સમયે સિંધમાં શાસન કરતા હતા. તેમણે તેમને હૈદરાબાદા આવવાનું આમંત્રણ આપ્યું હતું; તેને તેના ખર્ચ માટે ૧૦૦૦ મોહર મોકલ્યા અને ૧૦૦ માણસોના સુરક્ષા દળ સાથે પાલખી મોકલી તેમને દરેક સન્માન સાથે આવકાર્યા. કલ્હોરાએ કચ્છ પર વિજય મેળવી રાવની બહેનને લગ્નમાં મેળવવાની પોતાની ઈચ્છા સમજાવી. [૩]

પુંજા વિજયના વિચારથી પ્રભાવિત ન થયો પરંતુ લગ્નના વિચાર માટે તે સંમત થયો. તેમણે સલાહ આપી કે જો તેઓ કચ્છના રાવને હરાવી દેશે તો જ તેમની બીજી દરખાસ્ત પર ધ્યાન આપવામાં આવશે. રાવે આવનારા સૈન્ય વિશે સાંભળ્યું અને જીવણને દેશની રક્ષા માટે અબડાસા અને વાગડ ગરાસિયાઓને બોલાવવા નિર્દેશ કર્યો. પૂંજા પ્રત્યે મૈત્રી ધરાવનારા મોથારાના વડા સિવાય સમગ્ર ભાયાતો કોલનો જવાબ આપ્યો અને મંત્રીની આગેવાની હેઠળ યુદ્ધ મેદાને આવ્યા. ગોડજી ભુજ ખાતે રહ્યા હતા, જેને તેમણે નવાનગરના અને રાધનપુરના ૧૦૦૦ સિપાહીઓ સૈનિકોના એક જૂથ સાથે રક્ષિત કર્યું.

પ્રથમ સિંધ આક્રમણ અને જારાનું યુદ્ધ[ફેરફાર કરો]

ગુલામ શાહ અને પુંજાની આગેવાની હેઠળ સિંધી સૈન્યે હૈદરાબાદ છોડ્યું અને તેમના અનુયાયીઓનું એક વિશાળ જૂથ તેમની સાથે જોડાયું જેથી સૈન્ય સંખ્યા ૭૦,૦૦૦ જેટલી થઈ. જેથી સૈન્યની તાકાત અનેક ગણી ગધી હતી. રણને પાર કરતા સિંધી સૈન્ય ૨૭ માઈલની ભારે કૂચ પછી નારા પહોંચ્યા. ત્યાં તેમણે નારાને વેરાન જોયું અને કૂવા પથ્થરોથી ભરેલા મળ્યા. તરસ અને થાકથી તેમની તકલીફ વધી પડી હતી કે આ સમયે યુદ્ધ થાત તો તેઓ આસાનીથી હારનો શિકાર બન્યા હોત. પરંતુ તેમનો મંત્રી કોઈ સામાન્ય માણસ નહોતો, તેણે જારાની ટેકરીઓ નજીક તેણે મજબૂત સ્થળે છાવણી ઊભી કરાવી, અને સિધી સૈન્યે ત્યાં થાક ઉતારી તાજગી મેળવી.

બે દિવસના આરામ પછી ગુલામ શાહે જારા તરફ કૂચ કરી અને ટેકરી પર હુમલો કર્યો. કચ્છ સૈન્ય એકત્ર કરેલી એક એક વિશાળ તોપ દ્વારા આનો જવાબ અપાયો હતો. પ્રથમ ગોળો ફોડતા જ તોપ ફાટી પડી અને કચ્છ સૈનિકોને જ ઘણી ઈજા થઈ હતી અને કચ્છ સૈન્યમાં ભારે મૂંઝવણ ઊભી થઈ. આ અવ્યવસ્થાનો લાભ લઈને, સિંધના સૈનિકો હાથમાં તલવાર સાથે પહાડ પર ચઢી ગયા અને જીવણ મંત્રી, નારાના ઠાકોરના ત્રણ પુત્રો અને અન્ય ઘણા અગ્રણીઓને છોડી લગભગ સમગ્ર સૈન્યનો નાશ કર્યો. કચ્છના હિસાબો મુજબ તેમનું કુલ નુકસાન એક લાખથી ઓછું નહોતું.

જારાથી, ગુલામ શાહે, તેરા તરફ કૂચ કરી, ભારે દંડ વસૂલ્યો, અને દેશને લૂંટી અને બાળી નાખ્યો. આ કારમી હારની જાણ થતાં, રાવે, એક ખાનગી એજન્ટને પુંજા પાસે મોકલીને, પોતાના અન્યાયી વર્તણૂકની કબૂલાત કરી અને જણાવ્યું કે તે જીવણે તેમને છેતર્યો હતો, આ સાથે તેમણે સિંધની સેનાને પાછી ખેંચી લેવાની ગોઠવણ કરવા પુંજાને વિનંતી કરી તથા સિંધના શાહ અને તેના મંત્રી તરીકે પુંજાને ભુજ આવવા આમંત્રણ આપ્યું. તેમણે ગુલામ શાહ સાથે કરેલા કોઈપણ કરારને બહાલી આપવાનું વચન આપ્યું. ભુજ ખાતે પોતાનું સ્થાન સુરક્ષિત જણાતા, સિંધના સૈન્યથી છુટકારો મેળવવા માટે પુંજા જાતે પણ રાવ કરતાં ઓછો બેચેન ન હતો.

ગુલામ શાહ સાથેની પોતાની શાખ ગુમાવ્યા વિના આવી ગોઠવણ કરવી પુંજાને સરળ ન લાગ્યું. પરંતુ અમુક એવી ઘટના ઘટી જેના કારણે તેમનુંકાર્યસરળ બન્યું. ભુજના સીધા રસ્તા પરના કુવાઓ માં ઝેર નખાયા ના સમાચાર ગુલામ શાહને મળતા તેણે ભુજ પહોંચવા લાંબો રસ્તે આગળ વધ્યો. તે રસ્તે જતાં જતાં અનેક સરદારો પાસેથી નાણાં વસૂલવામાં તે સફળ થયો. પરંતુ સંધાણ સામે મોકલવામાં આવેલ દળનો વિરોધ થયો અને તેને પાછું હટાવવામાં આવ્યું. જ્યારે આ પીછેહઠના સમાચાર ગુલામ શાહ સુધી પહોંચ્યા ત્યારે પુંજા તેની સાથે હતો. આ ઘાટનાનો ફાયદો ઉપાડાતા, તેણે ગુલામ શાહને ચેતવણી આપી હતી સંધાણ જેટલા જ મજબૂત બીજા ૩૬૦ કિલ્લાઓ છે અને ભુજ પોતે નવાનગર અને રાધનપુરની પસંદગીના સૈનિકો દ્વારા રક્ષિત છે. આથી તેણે ગુલામ શાહને અત્યાર સુધી મળેલી સફળાતા પર સંતોષ માની પાછા જવા વિનંતી કરી અને આ સાથે તેણે ભુજ જઈ રાવની બહેન સાથે લગ્ન ગોઠવશે એવી વાત કરી.

આ માટે ગુલામ શાહ સંમત થયો, અને, પુંજાના પુત્રને બંધક તરીકે પોતાની સાથે લઈને, સિંધ ચાલ્યો ગયો. ભુજ પહોંચતા જ રાવે પૂંજાનું સ્વાગત અને સન્માન કરી તેને મંત્રી બનાવ્યો. ગુલામ શાહ સાથેનો તેમનો પ્રારંભિક કરાર પૂરો કર્યા પછી, પુંજાનું પહેલું પગલું, મક્કમતા દ્વારા અને રાધનપુરની બાકી ચૂકવણી દ્વારા, ત્યાંના સૈન્યને હટાવવાનું હતું, જેને હસ્તક દરવાજાની સુરક્ષા હતી. ગોડજીની અવગણના છતાં ભુજમાં સત્તાધારી રહેવાની તેમની ઇચ્છા હતી. પછીના બે વર્ષ દરમિયાન પુંજા વાગડમાં એક ચડાઈ કરી જ્યાં તેમણે કંથકોટ અને અન્ય જિલ્લાના વડાઓ પર દંડ વસૂલ્યો. આ બધા સમય દરમિયાન, પુંજાએ રાવને પોતાની બહેનને સિંધના શાહ સાથે લગ્ન કરવા વિનંતી કરવાનું બંધ ન કર્યું, પણ રાવને મનાવવામાં તેને સફળતા ન મળી. વિવાદના આ વિષયથી, અને કદાચ જે રીતે તેણે પોતાનું પદ પાછું મેળવ્યું હતું તેના કારણે, રાવનો પુંજા સાથે સંતોષી સંબંધ ન રહ્યો; અને, જ્યારે તેણે તેના પોતાના કિલ્લાઓનું સમારકામ કર્યું, લશ્કર ઉભું કર્યું, અને તેની મજબૂત સત્તા સ્થાપિત કરી, ત્યારે તેણે આ મંત્રીથી મુક્તિ મેળાવવાનો નિર્ણય કર્યો. તેમના આદેશથી, પુંજાને પકડી લેવામાં આવ્યો, દસ દિવસ માટે જેલમાં બંધ રાખવામાં આવ્યો, અને રાવે પોતે જ તેને ઝેરનો પ્યાલો આપ્યો.

બીજું સિંધ આક્રમણ[ફેરફાર કરો]

પુંજાની હત્યાની જાણ થતાં, ગુલામ શાહે ૫૦,૦૦૦૦ માણસોની બીજી ફોજ એકઠી કરી, અને નારા માર્ગે ફરી કચ્છમાં પ્રવેશ કર્યો. નારા તેને ફરીથી નિર્જન જોવા મળ્યું રસ્તામાં મુરુના નાના કિલ્લા સિવાય પ્રતિરોધ થયો, જ્યાં એંસી માણસોની રાજપૂત સેના હતી. તેણે આ બધાની હત્યા કરી અને ભુજ તરફ સીધા રસ્તે બિનહરીફ આગળ વધ્યો. નગરના પાંચ માઈલ સરહદની પર રોડર માતા ખાતે છાવણી કરીને તે રોકાયો અને તેના મંત્રી, ગીડોમલને અને અન્ય માણાસો સાથે અગાઊના વચન મુજબ રાવની બહેન સાથે લગ્નની માગણી કરવા ચરાવ પાસે મોકલ્યો. ગોડજી, પાસે સૈનિકો અને સંસાધનો ઉપલબ્ધત હોવાથે તેમણે રાજદૂતોને અમુક સૌજન્યતા દાખવી પણ સંતોષકારક જવાબ ન આપ્યો. જ્યારે રાત્રે રાજદૂતો ભુજમાંથી ગયા, તે જ ક્ષણે રાવે શહેરમાં દરેક બંદૂકમાંથી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. આનાથી આગંતૂકો એટલો ચેતી ગયા કે તેમણે કિલ્લાની દિવાલોની ઊંચાઈ અને નગરની મજબૂતાઈના અતિશયોક્તિપૂર્ણ ગણતરી શાહ પાસે લઈ ગયા.

થોડા દિવસોની અથડામણ પછી, ગુલામ શાહને સમાધાન માટૅ મનાવવામાં આવ્યો, જેના થકી, રાવની બહેનને બદલે, રાવના નજીકના સગા, ખાખરના વડાની પુત્રી સાથે લગ્ન કર્યા. થોડો સમય નિષ્ક્રિય રહ્યા પછી શાહે ફરી રણ ઓળંગ્યું અને લખપત ખાતેથી ૫૦૦૦ માણસોની એક ચોકી છોડી. આ સમયે અલી બંદર ખાતે સિંધુ નદીના કોરી મુખ પર એક બંધ બાંધીને ગુલામ શાહે લખપતના ચોખાના ખેતરોને પાણી પુરું પાડાતો પાણેનો સ્રોત બંધ કરી દીધો. અને ચોખાનો ખેતરો ધરાવતો પટ્ટો ધીમે ધીમે બાકીના રણની જેમ મીઠાનો ખાર પટ બની ગયો, જેના કારણે કચ્છ રાજ્ય લગભગ 8 લાખ કોરીઓની (£20,000) વાર્ષિક રકમની નુકશાની પામ્યું. ૧૭૭૨ માં, સિંધ પરત ફર્યાના સાત વર્ષ પછી, ગુલામ શાહનું અવસાન થયું, અને તેનો પુત્ર સરફરાઝ તેના અનુગામી બન્યો. આ રાજકુમાર ટૂંક સમયમાં તેના પોતાના દરબારમાં મુશ્કેલીઓમાં ફસાઈ ગયો, અને લખપતમાંથી તેની ચોકી પાછી ખેંચી લેવાની ફરજ પડી. તે જ સમયે તેણે પુંજાના પુત્ર દેવજીને તેનો દરબાર છોડીને ભુજ પાછા ફરવાની મંજૂરી આપી. રાવે દેવજીને સારો આવકાર આપ્યો અને નોકરીનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ તેમના પિતા અને દાદાના જીવન ચેતી જઈ તેણે રાજ સેવામાંથી નિવૃત્ત થઈ લખપતને ફરી વસાવવાની રજા માંગી. આ અરજી મંજૂર કરવામાં આવી, અને તેના પરિવારનો જે આદર હતો અને તે તેના કાર્યમાં એટલો સારી રીતે સફળ થયો કે રાવના મનમાં, તેમની ક્ષમતાઓ વિશે સર્વોચ્ચ અભિપ્રાય બંધાયો. રાવ તેમને મંત્રી બનાવવા માટે ઉત્સુક હતા અને તેમને ભુજ જવાનો આદેશ અપાયો. તેણે રાજધાની પહોંચવા શરૂઆત કરી, પરંતુ, તેના માર્ગમાં, તેના પ્રભાવથી ડરતા દરબારના કેટલાક લોકો દ્વારા તેને ઝેર આપવામાં આવ્યું. [૪]

પુંજાના મૃત્યુ પછી ઉત્તરોત્તર મંત્રીઓ આવ્યા, જેમાંથી મોટાભાગનાઓની હત્યા કરવામાં આવી અને રાવે તેમની સંપત્તિઓ જપ્ત કરી હતી. આવા ફેરફારો દરમિયાન રાવે, સંઘર્ષ વિના, કાઠિયાવાડમાં બાલમ્બા ગુમાવ્યું. સ્વાભાવિક રીતે જ શંકાસ્પદ સ્વભાવના ગોડજીને અમુક સમય માટે પોતાની હત્યાના કાવતરાનો ભય સતાવતો હતો. આ ડરના કારણે તેમને સીદીઓનું એક નાનું જૂથ એકઠું કર્યું, તેની સંખ્યામાં સમય જતાં વધારો થયો અને છેવટે જે દરબારની તમામ સત્તા તેમની પાસે આવી પડી. તેઓની આણ એટલી વધી હતી કે છેવટે, મહેલની મહિલાઓ અને મુખ્ય અધિકારીઓએ, રાવને તેમની સત્તામાંથી મુક્ત કરવા માટે, તેના સરદારને પકડી લીધો અને જ્યાં સુધી ૪૦૦થી વધુ સિદીઓને ત્યાંથી ચાલ્યા ન જાય ત્યાં સુધી તેને કેદમાં રાખ્યો. કચ્છ. આ અપમાનથી ગુસ્સે થઈને ગોડજી નારાજ થઈ માંડવીમાં ચાલ્યા ગયા જ્યાં તેઓ મહેલ બાંધવામાં મશગૂલ થઈ ગયા અને રાજ કાર્યભાર પર કોઈ ધ્યાન ન આપ્યું. [૫]

ત્રીજું સિંધ આક્રમણ[ફેરફાર કરો]

૧૭૭૫ ની આસપાસ, સિંધમાં હૈદરાબાદના કલ્હોરા શાસક ગુલામ શાહના પુત્ર, મિયાં સરફરાઝ ખાન (૧૭૭૨-૧૭૭૭), સીધી ભુજ તરફ કૂચ કરવાના ઇરાદે ખાવડા અને સુમરાસરનો માર્ગે કચ્છમાં આવ્યો, પરંતુ કચ્છના રાવની તાકાતના કિસ્સાઓએ તેને ડરાવી દીધો, અને તે સૈન્યને ચોબારી અને કંથકોટ તરફ દોરી ગયો. તેણે ત્યાંના ઠાકોરની પુત્રી સાથે લગ્ન કર્યા, આધોઈ અને અન્ય સ્થળોએ દંડ વસૂલ કરીને સિંધ પરત ફર્યો.

ચોથું સિંધ આક્રમણ[ફેરફાર કરો]

આ સમયે (૧૭૭૬-૧૭૮૬), સિંધ, કલહોરા અને તાલપુરાઓ વચ્ચેના સંઘર્ષોને લીધે બે જૂથોમાં વહેંચાયેલું હતું. ૧૭૭૧માં સત્તા પર આવેલા અબ્દુલ નબ્બી ખાને, મીર બિજરને પોતાનો મંત્રી બનાવ્યો. મીર બિજરની સત્તામાં ઉન્નતિ થતાં, તેણે કચ્છ આશ્રય પામેલા બે બેલુચીઓની માંગણી કરી જેમણે તેના પિતાની હત્યા કરી હતી. રાવે તેમને સોંપવાનો ઇનકાર કર્યો આથી સિંધે ફરીથી કચ્છ પર આક્રમણ કર્યું અને અબડાસાનો મોટો ભાગ લૂંટી અને તારાજ કર્યો. રાવ આ સ્મયે ભાડૂતી સૈનિકોની એક મોટી ટુકડી ધરાવતા હતા. સિંધના આક્રમણ સામે રાવે મિર્ઝા કુર્પા બેગ નામના વ્યક્તિના નેતૃત્વ હેઠળ આ ભાડૂતી સૈનિકોની ટુકડી મોકલી. આ સાથે દેશના સ્થાનિક લોકોની રાવના સૈનિકોને મદદ મળતા, આક્રમણકારોને નોંધપાત્ર નુકસાન અને હાર સાથે રણની પેલે પાર પીછેહઠ કરવાની ફરજ પડી. આ સફળતાથી પ્રેરિત મિર્ઝા કુર્પા બેગે, ભુજ પરત ફર્યા પછી, રાવની બધી આધીનતા છોડી દીધી અને ખાસ કરીને બે સિંધ શરણાર્થીઓ પ્રત્યે ખૂબ ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરવાનું શરૂ કર્યું. રાવને આ ફરિયાદ મળાતા તેમણે શરણાર્થીઓને તક મળતા મિર્ઝા બેગની હત્યા કરી નાખવા માટે પ્રોત્સાહિત કર્યા. મિર્ઝાએ તેમને બોલાવ્યા અને પૈસા આપવાનો ઇનકાર કર્યાના થોડા દિવસો પછી, તેમની પત્નીઓ અને બાળકોને વેચી દેવાનો આદેશ આપ્યો. આ અપમાનથી ગુસ્સે ભરાયેલા બલુચીઓએ તેના પર હુમલો કર્યો અને તેને સ્થળ પર જ મારી નાખ્યો. બહાદુરીના આ કાર્ય માટે રાવે તેમને જમીન (જાગીર) પુરસ્કારમાં આપી.

મૃત્યુ[ફેરફાર કરો]

આ પછી તરત જ ગોડજી બીમાર થયા, તેમને રક્તપિત્તનો રોગ હોવાનું કહેવાતું હતું. ૧૭૭૮માં, ચુમ્માલીસ વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. તેમને બે પુત્રો હતા, રાયધણ તૃતીય જેઓ તેમના અનુગામી થયા, અને પૃથ્વીરાજજી. તેમણે તેમની એક બહેનના લગ્ન વડોદરા રાજ્યના દામાજી ગાયકવાડ સાથે થયા હતા. [૬]

રાજકીય સાશન[ફેરફાર કરો]

ગોડજી દ્વિતીય
Born: 1734 Died: 1778
રાજવી હોદ્દાઓ
પુરોગામી {{{title}}} અનુગામી
{{{after}}}

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. 1880. પૃષ્ઠ 141–146. This article incorporates text from this source, which is in the public domain.