જેસલ તોરલ

વિકિપીડિયામાંથી
જેસલ તોરલ
દિગ્દર્શકરવીન્દ્ર દવે
લેખકજીતુભાઈ મહેતા
હિંમત દવે
રમેશ મહેતા
આધારીતજેસલ તોરલની લોકકથા પર આધારિત
નિર્માતાકાંતિ આર. દવે
ટી. જે. પટેલ
કલાકારો
છબીકલાપ્રતાપ દવે
સંગીતઅવિનાશ વ્યાસ
નિર્માણ
નિર્માણ સંસ્થા
કીર્તિ ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૧૯૭૧
અવધિ
૧૩૭ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

જેસલ તોરલ એ ૧૯૭૧ ની ભારતીય ગુજરાતી ભક્તિ ફિલ્મ છે જે રવીન્દ્ર દવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. તે ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ અને થિયેટરોમાં ૨૫ અઠવાડિયા સુધી ચાલી.

કથાવસ્તુ[ફેરફાર કરો]

ડાકુ જેસલ જાડેજાનો કચ્છમાં કેર હોય છે. લગ્નની જાન પણ લૂંટી લેતો હોય છે. તે એક શરત મુજબ હાલાર આવે છે અને કાઠી સંત તોરલને ભક્તિમાં લીન જુએ છે. ઘોડી લેવા જતા ઓળખાઈ જાય છે અને સાથે તોરલને લઈને કચ્છ આવતા દરિયામાં ભયાનક તોફાનમા નાવ ફસાય છે. તોરલના કહેવાથી તે પાપનો પશ્ચાતાપ કરે છે. તોફાન શાંત થાય છે અને તેઓ કચ્છ પહોંચી જાય છે. ત્યાં જેસલ અને તોરલ બાકીનું જીવન સંત સ્વરૂપે જીવે છે.

કલાકારો[ફેરફાર કરો]

  • તોરલ તરીકે અનુપમા
  • જેસલ તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી
  • અરવિંદ ત્રિવેદી
  • રમેશ મહેતા
  • જયંત ભટ્ટ
  • મુલરાજ રાજડા
  • મુકુંદ પંડ્યા
  • લક્ષ્મી પટેલ
  • સરલા દંડ
  • ઈન્દુબેન રાજડા
  • લીલી પટેલ
  • વંદના
  • સૂર્યકાંત મંધરે
  • ઉમાકાંત
  • વેલજીભાઈ ગજ્જર
  • જયશ્રી ટી. (મહેમાન કલાકાર)

નિર્માણ[ફેરફાર કરો]

રવીન્દ્ર દવેએ તેમની હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મ નગીના (૧૯૫૧)ની લીના ચંદાવરકર અને સંજય ખાન સાથે રિમેક કરવાની યોજના બનાવી હતી, પરંતુ યોજના વિલંબમાં પડી હતી.[૧] [૨] પરિણામે, તેઓ નિર્માણમાં લાગેલા સભ્યોની રોજગારી ચાલુ રાખવા માટે ગુજરાતી સિનેમા તરફ વળ્યા.[૩]

આ ફિલ્મ સ્થાનિક લોકકથા પર આધારિત છે. આ કથામાં ડાકુ જેસલ જાડેજાનું કાઠી સંત તોરલ દ્વારા હૃદય પરિવર્તન કરવામાં આવ્યું હતું. તેમના સ્મારક મંદિરો ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાં આવેલા છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને રમેશ મહેતાની આ પ્રથમ ફિલ્મ હતી.[૧] [૨] તે ઓર્વો ટેક્નિકલરમાં શૂટ કરવામાં આવી હતી. વડોદરા ખાતેનો લક્ષ્મી સ્ટુડિયો હજી કાર્યરત થયો ન હોવાથી, ફિલ્મનું અમુક ચિત્રાંકન કચ્છમાં અને અમુક મુંબઈમાં થયું હતું.[૪]

સંગીત[ફેરફાર કરો]

 

બધા ગીતો અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલા છે; તમામ સંગીત અવિનાશ વ્યાસ દ્વારા રચાયેલ છે.

ગીત સૂચિ
ક્રમ શીર્ષક ગાયકો લંબાઈ
૧. "ધૂણી રે ધખાવી" મહેન્દ્ર કપૂર ૨:૫૦
૨. "ઓરી ઓરી આવ ગોરી" આશા ભોંસલે ૩:૧૧
૩. "જેસલ કરીલે વિચાર" સુમન કલ્યાણપુર ૩:૨૦
૪. "પાપ તારું" દિવાળીબેન ભીલ, ઈસ્માઈલ વાલેરા ૧:૪૨
૫. "રોઇ રોઇ કોને સંભળાવુ" ઈસ્માઈલ વાલેરા ૪:૩૧
૬. "બુઝાઈ જા" મહેન્દ્ર કપૂર, ૧:૪૩
૭. "થોભી જા થોભી જા" સુમન કલ્યાણપુર 3:22
૮. "મારા પાયલ ની છૂટી દોર" કૃષ્ણા કાલે ૩:૧૭
કુલ લંબાઈ: ૨૩:૫૬

રજૂઆત અને વિવેચન[ફેરફાર કરો]

આ ફિલ્મ ૧૯૭૧માં રજૂ થઈ હતી. ગુજરાતી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ફિલ્મને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.[૪]

આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ.[૧][૨] અને ૨૫ અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલી. તેને ગુજરાત સરકાર તરફથી ૧૭ એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મે ગુજરાતી સિનેમાને પુનર્જીવિત કર્યું હોવાનું માનવામાં આવે છે. દવેએ ૨૫થી વધુ ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું અને ક્યારેય હિન્દી સિનેમામાં પાછા ફર્યા નહીં.[૩] [૫][૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ K. Moti Gokulsing; Wimal Dissanayake (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ 95. ISBN 978-1-136-77284-9.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Ramachandran, T. M.; Rukmini, S. (1985). 70 Years of Indian Cinema, 1913-1983. CINEMA India-International. પૃષ્ઠ 345. ISBN 9780861320905.
  3. ૩.૦ ૩.૧ Dave, Hiren B. (2019-04-16). "Tribute: Director Ravindra Dave, who was 'Ravinbhai' in Hindi films and 'Bapa' for Gujarati cinema". Scroll.in. મૂળ સંગ્રહિત માંથી 16 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-10.
  4. ૪.૦ ૪.૧ ઠાકર, ધીરુભાઈ; દેસાઈ, કુમારપાળ, સંપાદકો (2007). Gujarat: A Panorama of the Heritage of Gujarat. Prakashan: 2 (1st આવૃત્તિ). Ahmedabad: Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishwakosh Trust. પૃષ્ઠ 530.
  5. Vaghela, Shailendra Manshukhlal (2019-04-16). "જન્મશતાબ્દી / ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના શિલ્પી રવીન્દ્ર દવે". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી 10 May 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-11.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]