થવાદ (તા. કપડવંજ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
થવાદ
—  ગામ  —
થવાદનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°01′18″N 73°04′10″E / 23.021549°N 73.069481°E / 23.021549; 73.069481
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો કપડવંજ
વસ્તી ૨,૦૦૦
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, (ડાંગર )

, બટાટા, શક્કરીયાં

થવાદ (તા. કપડવંજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા તથા પહેલાંના સમયમાં વ્યાપારીક તેમજ લશ્કરી મહત્વ ધરાવતા એવા કપડવંજ તાલુકાનું એક ગામ છે. થવાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, બટાટા, શક્કરીયાં, (ડાંગર ) તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેન્ક (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા)તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગં.સ્વ. ઝેડ.જી.પટેલ)પણ આવેલી છે.

આ ગામમાં એક પ્રાચીન વાવ આવેલી છે જેમાં વહાણવટી માતા,ગણપતિ, અંબાજી અને ખોડીયાર માતાના મઢ છે.ગામ પાસેથી નદી પસાર થાય છે જેનુ નામ છે ધામણી. શ્રી પારદેશ્વર મહાદેવ; આખા ભારતમાં ખૂબ ઓછા પારાના શિવલિંગ આવેલા છે. તેમાનુ એક શિવલિંગ અહીં છે.