લખાણ પર જાઓ

દાંડી (જલાલપોર)

વિકિપીડિયામાંથી
(દાંડી(જલાલપોર) થી અહીં વાળેલું)
દાંડી
—  ગામ  —
દાંડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°53′12″N 72°48′16″E / 20.886620°N 72.804487°E / 20.886620; 72.804487
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
સરપંચ પરિમલ અમૃતભાઈ પટેલ
ઉપસરપંચ અશોક અમરતભાઈ પટેલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

દાંડી (જલાલપોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ઐતિહાસીક ગામ છે.

દાંડી ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

દાંડી ખાતે મહાત્મા ગાંધીજીએ ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં ૬ઠ્ઠી એપ્રિલના દિવસે અંગ્રેજો સામે મીઠાના કાયદાનો ભંગ કરી બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી.[] આ ગામના નામથી આજે પણ તે સત્યાગ્રહને દાંડી સત્યાગ્રહ કે દાંડીયાત્રા તરીકે સંબોધવામાં આવે છે.

મહત્વના સ્થળો

[ફેરફાર કરો]

અહીં ગાંધી સ્મારકની મુલાકાત ખાસ લેવા જેવી છે, જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું. આ ઉપરાંત અહીં દરિયાકિનારો (અરબી સમુદ્ર), સૈફી વીલા, ગાંધીદર્શન તથા પ્રદર્શન તેમ જ અજાણીબીબીની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે.

ગામમાં વર્ધા રાષ્ટ્રીય શાળા નામે એક પ્રાથમિક શાળા છે. વિનય મંદિર નામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ છે. વિનય મંદિરમાં વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય ની સરસ સગવડ છે.

અહી ૧૯૬૯ની સાલથી બેંક ઓફ બરોડા કાર્યરત છે. નવસર્જન પામેલું રાધાકૃષ્ણ મંદિર ગામની શોભા છે.

દાંડી પહોંચવા માટે

[ફેરફાર કરો]

નવસારી શહેરથી ૬ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા એરૂ ચાર રસ્‍તાથી પશ્ચિમ દિશામાં ૧૩ કિ.મી. દુર દાંડી ખાતે મીઠાના સત્‍યાગ્રહના સ્‍થળે પહોંચી શકાય છે. નવસારી બસ સ્ટેશન પરથી સ્‍ટેન્‍ડથી દાંડી જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસ મળે છે. ઓટો રિક્ષામાં પણ દાંડી જઈ શકાય છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે મથક નવસારી ખાતે તેમ જ વિમાન મથક સુરત ખાતે આવેલું છે.

ગામની પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

ગામ નાનું હોવા છતાં સહકારી પ્રવૃત્તિઓથી ધમધમે છે. અહી (૧) દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી, (૨) દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી (૩) કેળવણી મંડળ (૪) શ્રી રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ (૫) યુવક મંડળ (૬) રમત ગમત મંડળ પ્રવૃત્ત છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. India in the 1930s: 1930 Elections in India, Salt Satyagraha, Dharasana Satyagraha, Madras Presidency Legislative Council Election 1930. London: General Books LLC. ૨૦૧૦. પૃષ્ઠ Ch. 2 : Dharasana Satyagraha.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]