લખાણ પર જાઓ

દાવદહાડ

વિકિપીડિયામાંથી
દાવદહાડ
—  ગામ  —
દાવદહાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

દાવદહાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. દાવદહાડ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

આ ગામ ખાપરી નદીના દક્ષિણ કિનારે આવેલું હતું, જ્યાં ઇ. સ. ૧૯૬૮ના વર્ષમાં આવેલા ભારે પૂરને કારણે તારાજી થઇ હતી. ત્યારબાદ આ ગામ નવી જગ્યા આહવા થી વઘઇ જતા માર્ગ પર નદીના ઉત્તર કિનારા પર વસાવવામાં આવ્યું છે.

અક્ષાંશ-રેખાંશ: ૨૦°૪૮′ઉ ૭૩°૩૬′પૂ