ધ્રાફા (તા. જામજોધપુર)
Appearance
ધ્રાફા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°58′10″N 70°05′51″E / 21.9693251°N 70.0974083°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
તાલુકો | જામજોધપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ |
ધ્રાફા એ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ધ્રાફા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગફળી,ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.
આ ગામ ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ છે. આ ગામ વિ.સં. ૧૭૫૨માં નવાનગરના જાડેજા રાજવી પરિવારના ફટાયા ભાયાતોએ વસાવેલું છે, જેઓ આસપાસના ૨૪ ગામનો ગરાસ ભોગવતા. આ કારણથી ધ્રાફા ચોવીસી તરીકે ઓળખાય છે. આ ગામ ફરતે કોટ તથા ગામમાં પ્રવેશ માટે ત્રણ દરવાજા આવેલા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |