લખાણ પર જાઓ

નવા જશાપર (તા. સાયલા)

વિકિપીડિયામાંથી
નવા જશાપર
—  ગામ  —
નવા જશાપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E / 22.545035; 71.478483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો સાયલા
વસ્તી ૫૫૫[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

નવા જશાપર (તા. સાયલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા સાયલા તાલુકામાં આવેલું એક ગામ છે. નવા જશાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામના અન્ય વ્યવસાયમાં કાળા પથ્થરની ખાણો અને પથ્થરો તોડવાની ફેક્ટરી છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામની બાજુમાં જુના જશાપર ગામ અને બાજુમાં થોરિયાળી બંધ આવેલો છે, જે આજુબાજુના ગામોમાં સિંચાઇ પૂરી પાડે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ નવા જશાપરમાં કુલ ૯૭ કુટુંબો રહે છે. ગામની વસ્તી ૫૫૫ વ્યક્તિઓની જેમાં ૩૦૬ પુરુષો અને ૨૪૯ સ્ત્રીઓ છે. ૦-૬ વર્ષના બાળકોની સંખ્યા ૧૧૦ છે, જે કુલ વસ્તીના ૧૯.૮૨% જેટલી છે. ગામનો સરેરાશ જાતિ ગુણોત્તર ૮૧૪ છે, જે રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં નીચો છે. બાળકોમાં જાતિ ગુણોત્તર ૬૬૭ છે. ગામનો સાક્ષરતા દર ૫૯.૩૩% છે, જેમાં પુરુષ સાક્ષરતા ૭૪.૧૭% અને સ્ત્રી સાક્ષરતા દર ૪૧.૯૫% છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગામની બાજુમાં એક જૂનું ગામ (અત્યારે જુના જશાપર) હોવાના લીધે આ ગામનું નામ નવા જશાપર થઈ ગયું હતું. ગામના લોકો પહેલા હાલમાં જ્યાં થોરિયાળી બંધ છે, ત્યાંથી સરકારે તેમને બંધ નિર્માણ કરવા પુન:વસવાટ કરીને હાલની જગ્યા પર સ્થાયી કરેલા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Nava Jashapar Village Population - Sayla - Surendranagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૮.