નાગ્નજિતી

વિકિપીડિયામાંથી
નાગ્નજિતી
અષ્ટભાર્યાના સભ્ય
નાગ્નજિતી અને કૃષ્ણની અષ્ટભાર્યા, મૈસૂર ચિત્ર.
અન્ય નામોસત્યા, દ્વારકેશ્વરી, નપ્પીનાઈ
જોડાણોનીલાદેવીનો અવતાર, અષ્ટભાર્યા
રહેઠાણદ્વારકા
ગ્રંથોવિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, હરિવંશ, મહાભારત
વ્યક્તિગત માહિતી
જીવનસાથીકૃષ્ણ
બાળકોવીર, ચંદ્ર, અશ્વસેઅન, ચિત્રાગુ, વેગવાન, વૃષ, આમ, શંકુ, વસુ, અને કુંતી
માતા-પિતા
 • નાગ્નજિત (પિતા)
કુળસુર્યવંશ, યદુ વંશ (લગ્ન પછી)

નાગ્નજિતી (સંસ્કૃત : नाग्नजिती) અથવા સત્યા (સંસ્કૃત : सत्या) અથવા અને નપ્પિનાઇ (તમિળ: நப்பின்னை, lit.'સુંદર વસ્ત્રાલંકાર ધારનારી'), [૧] હિંદુ દેવતા કૃષ્ણની આઠ મુખ્ય પત્નીઓ - અષ્ટભાર્યમાં પાંચમી પત્ની [૨] છે.

વૈષ્ણવ ગ્રંથોમાં, નાગ્નજિતીને લક્ષ્મીના ત્રીજા સ્વરૂપ - નીલાદેવીનો અવતાર માનવામાં આવે છે. [૩] દ્વાપર યુગ દરમ્યાન, નીલાદેવીનો જન્મ પૃથ્વી પર કોશલના રાજા નાગ્નજિતની પુત્રી સત્યાના રૂપમાં થયો હતો. કૃષ્ણે નાગ્નજીત દ્વારા ગોઠવાયેલા સ્વયંવરમાં ભાગ લીધો અને નિર્ધારિત નિયમો મુજબ, તેમણે સાત વિકરાળ બળદોની આસપાસ રસ્સી બાંધીને તેમને નિયંત્રણમાં લીધા, અને સત્યાનું પત્ની તરીકે પાણિગ્રહણ કર્યું. [૪]

દક્ષિણ ભારતમાં, જ્યારે સંત-કવિયત્રી અંડાલે તિરુપ્પવાઈ અને નાચિયાર તિરુમોલી લખી ત્યારે તેમણે રાજા નાગ્નજીતની "સુંદર વસ્ત્રોથી સજ્જ" પુત્રી નપ્પિનાઈનો ઉલ્લેખ કર્યો હતો. નાગ્નજીત યશોદા (કૃષ્ણની પાલક-માતા)નો ભાઈ હતો. એવું માનવામાં આવે છે કે નપ્પિનાઈ એ નાગ્નજિતીની તમિલ સમકક્ષ પાત્ર છે. આ વાતની એ દ્વારા પણ પુષ્ટિ થાય છે કે નેપ્પિનાઈને પણ વિષ્ણુની પત્ની, નીલાદેવીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. [૫]

કુટુંબ[ફેરફાર કરો]

વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને હરિવંશ તેને સત્ય નાગ્નજિતી કહે છે. વિવેચકો ઘણીવાર "સત્યા"ને તેઓનું જન્મ-નામ માને છે. આશ્રયદાત્રી નાગ્નાજિતીના નામનો અર્થ "નાગ્નાજીતની પુત્રી" એવો થાય છે. જો કે, કેટલીકવાર નાગ્નાજીતિ નો અર્થ "સદ્‌ગુણી" (સત્યાનો સમાન અર્થ) તરીકે પણ થાય છે. તેમના પિતા નાગ્નજીત કોશલના રાજા હતા, જેમની રાજધાની અયોધ્યા હતી. નાગ્નજીતને કોશલ-પતિ ("કોસલના સ્વામી કે રાજા") અને અયોધ્યા-પતિ ("અયોધ્યાના સ્વામી") તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. ભાગવત પુરાણમાં નાગ્નજિતીને કૌશલ્યા તરીકે પણ ઓળખાવવામાં આવી છે, જે કોશલની રાજકુમારી તરીકેની તેમની ઓળખ પાક્કી કરે છે. [૬] [૭] મહાભારતમાં સત્યા નામની કૃષ્ણની પત્નીનો ઉલ્લેખ છે. [૮]

દંતકથા[ફેરફાર કરો]

લગ્ન[ફેરફાર કરો]

ભાગવત પુરાણમાં નાગ્નજિતીના લગ્નની વાર્તા છે. નાગ્નજીત અથવા કુમ્બગન એક ધર્મનિષ્ઠ રાજા હતા, જેઓ વૈદિક શાસ્ત્રોનું ખૂબ ભક્તિ સાથે પાલન કરતા હતા. તેમણે સત્યાના સ્વયંવર માટે શરત રાખી હતી કે જે વ્યક્તિ તેમના સાત વિકરાળ બળદોને યુદ્ધમાં હરાવી શકે તે જ તેનું પાણિ ગ્રહણ કરી શકે. આ પડકાર સ્વીકારનાર કોઈ પણ રાજકુમાર, તે સાત બળદોને હરાવી, સત્યાનો હાથ મેળાવી શક્યો ન હતો. આ પડકાર વિશે જાણ્યા પછી, કૃષ્ણ કોસલ રાજ્ય તરફ એક વિશાળ જાન લઈ નીકળ્યા. કૃષ્ણ કોશલ પહોંચ્યા ત્યારે નાગ્નજીત રાજાએ તેમના સિંહાસન પરથી ઉભા થઈ શ્રી કૃષ્ણનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ભેટોથી તેમને સન્માનિત કર્યા. કોશલમાં નાગ્નજીતિ પણ કૃષ્ણને જોઈને ખૂબ જ આનંદિત થઈ અને પ્રાર્થના કરી કે શ્રી કૃષ્ણ જ તેમના પતિ બને. રાજા અને તેમની પુત્રી બંને કૃષ્ણની દિવ્યતાથી પરિચીત હતા. નાગ્નજીતે કૃષ્ણનું પૂજન કર્યું અને તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. જ્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તે સત્યા સાથે લગ્ન કરવા ઇચ્છે છે, ત્યારે રાજાએ કહ્યું કે તેમની પુત્રી માટે તેમનાથી વધુ સારો પતિ કોઈ નહીં હોય, પરંતુ તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે તેમની પુત્રીના લગ્ન એક એવા બહાદુર રાજકુમાર સાથે કરશે જે તેમના સાત વિકરાળ બળદોને નિયંત્રણમાં લાવે. રાજાએ કૃષ્ણની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને કહ્યું કે તે સાત બળદોને તેઓ સરળતાથી કાબૂમાં કરી શકશે, તેમણે અન્ય રાજકુમારોને લગભગ અજમાવી દીધા હતા. [૯] [૧૦]

રાજાની વાત સાંભળીને, કૃષ્ણ સાત સ્વરૂપોમાં વિસ્તરી મેદાનમાં પ્રવેશ્યા અને સાત બળદોની આસપાસ સરળતાથી ફાંસો લગાવી, તેમને શાંત કરી લીધા. રાજા નાગ્નજીત આ પરિણામથી પ્રસન્ન થયા, અને તેમની પુત્રી પણ શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે પામી આનંદિત થઈ. તેમના લગ્ન ધામધૂમ થી ઉજવવામાં આવ્યા. રાજાએ કૃષ્ણને ૧૦,૦૦૦ ગાયો, ૯,૦૦૦ હાથી, ૯૦૦,૦૦૦ રથ, ૯,૦૦૦,૦૦૦,૦૦૦ સ્ત્રી અને ૯,૦૦૦,૦૦૦,૦૦૦ પુરુષ સેવકોનું દહેજ આપ્યું. અંતે, કૃષ્ણ અને સત્યાએ તેમની સેના સાથે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં, નાગ્નજીતના બળદ પડકારમાં હારી ગયેલા રાજકુમારોએ તેમના પર હુમલો કર્યો. કૃષ્ણની સેના, તેમાના યાદવ યોદ્ધાઓ અને તેના મિત્ર અર્જુને તે રાજકુમારોને હરાવ્યા અને તેમને ભગાડી દીધા. ત્યારબાદ કૃષ્ણ તેમની પત્ની નાગ્નજિતી સાથે ગૌરવ પૂર્વક દ્વારકામાં પ્રવેશ્યા. [૯] [૧૦]

પછીનું જીવન[ફેરફાર કરો]

નાગ્નજિતીને દસ પુત્રો હતા: વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રાગુ, વેગવાન, વૃષ, અમ, શંકુ, વસુ અને કુંતી. [૧૧] વિષ્ણુ પુરાણ કહે છે કે ભદ્રવિંદથી તેમને ઘણા પુત્રો હતા. [૬] કૃષ્ણના મૃત્યુ અને તેમની મોટાભાગના કુળના અંતનું વર્ણન કરનાર ભાગવત પુરાણ, નાગ્નજિતી અને અન્ય મુખ્ય રાણીઓના કૃષ્ણના પછી સતિ થઈ અમરત્વ પ્રાપ્ત કર્યાની નોંધ કરે છે. [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Dalal, Roshen (2010). Hinduism: An Alphabetical Guide (અંગ્રેજીમાં). Penguin Books India. પૃષ્ઠ 282. ISBN 978-0-14-341421-6.
 2. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. પૃષ્ઠ 62. ISBN 978-0-8426-0822-0.
 3. Rajan, K. V. Soundara (1988). Secularism in Indian Art (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ 17. ISBN 978-81-7017-245-1.
 4. Varadpande, Manohar Laxman (2009). Mythology of Vishnu and His Incarnations (અંગ્રેજીમાં). Gyan Publishing House. પૃષ્ઠ 144. ISBN 978-81-212-1016-4.
 5. The Brahmavadin (અંગ્રેજીમાં). K.S. Ramaswami. 1972. પૃષ્ઠ 7.
 6. ૬.૦ ૬.૧ Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. પૃષ્ઠ 79–82, 107. મેળવેલ 22 February 2013.
 7. Prabhupada. "Bhagavata Purana 10.58". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 26 August 2013 પર સંગ્રહિત.
 8. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. પૃષ્ઠ 704. ISBN 978-0-8426-0822-0.
 9. ૯.૦ ૯.૧ "Five Ques married by Krishna". Krishnabook.com. મેળવેલ 25 January 2013.
 10. ૧૦.૦ ૧૦.૧ Prabhupada. "Bhagavata Purana 10.58.32". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 14 June 2014 પર સંગ્રહિત.
 11. Prabhupada. "Bhagavata Purana 10.61.13". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 21 October 2010 પર સંગ્રહિત.
 12. Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 13 June 2010 પર સંગ્રહિત.