બૂંદી

વિકિપીડિયામાંથી
બૂંદી
બૂંદી
અન્ય નામોબુંદી
વાનગીમિઠાઇ
ઉદ્ભવભારતીય ઉપખંડ
વિસ્તાર અથવા રાજ્યઑડિશા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર
મુખ્ય સામગ્રીચણાનો લોડ, ખાંડ
વિવિધ રૂપોખારી બૂંદી

બૂંદી એ એક ભારતીય વાનગી છે, જે તળેલા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, તે સ્વાદિષ્ટ નાસ્તા તરીકે અથવા મીઠાઈ તરીકે પીરસવામાં આવે છે.[૧]

બનાવવાની રીત[ફેરફાર કરો]

મીઠી બૂંદી

બૂંદી બનાવવા માટે ચણાનો લોટ, બેકિંગ પાવડર અને હળદરનું મિક્ષણ કરવું. તેને કાણાં વાળી ચમચી વડે તાંસળામાં ટીપા પડે તે રીતે તેલમાં તળવામાં આવે છે. ત્યારબાદ બૂંદીને ખાંડની ચાસણીમાં પલાળવામાં આવે છે.[૨] [૩] તેમાં મીઠા લીમડાનો ભૂકો ઉમેરવામાં આવે છે. ખારી બૂંદી સીધી જ ખવાય છે અથવા ચેવડામાં ઉમેરવામાં આવે છે.

પ્રકારો[ફેરફાર કરો]

બૂંદીનો ઉપયોગ ઉત્તર ભારતમાં રાયતામાં ઉમેરવામાં થાય છે. બૂંદી રાયતામાં સામાન્ય રીતે દહીં (સાદું), બૂંદી (જેને નરમ બનાવવા માટે પાણીમાં પલાળવામાં આવે છે, પછી ચાળવામાં આવે છે) અને મીઠું, મરચું અને અન્ય મસાલાનો સમાવેશ થાય છે. તે પુલાવ અથવા અન્ય કોઈપણ ભોજન સાથે ખાવામાં આવે છે.[૧]

બૂંદીના લાડુ બનાવવા માટે, તળેલી બૂંદીને ખાંડની ચાસણીમાં બોળીને ગોળ બનાવવામાં આવે છે. તેમાં બદામ અને દ્રાક્ષ ઉમેરી શકાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Tiwari, Brijesh; Singh, Narpinder (2015). Pulse Chemistry and Technology. Royal Society of Chemistry. પૃષ્ઠ 271. ISBN 9781782625674.
  2. Pandya, Michael (1989). Indian Vegetarian Cooking. Inner Traditions. પૃષ્ઠ 179. ISBN 9780892813421.
  3. ૩.૦ ૩.૧ Sudhir, Satya (2018). A Hundred Red Roses. Notion Press. ISBN 9789386295897.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]