ભવાનગઢ (તા. વડાલી)

વિકિપીડિયામાંથી
ભવાનગઢ
—  ગામ  —
ભવાનગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°56′34″N 73°02′16″E / 23.942912°N 73.037764°E / 23.942912; 73.037764
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો વડાલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

ભવાનગઢ (તા. વડાલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા વડાલી તાલુકામાં આવેલું એક ગામ છે. ભવાનગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભવાનગઢ ગામ ઇડરથી ૯ કી.મી તેમજ વડાલીથી ૯ કી.મી.ના અંતરે આવેલ છે. ભવાનગઢ ગામ અગાઉ ઈડર તાલુકામાં આવતું હતું, પરંતુ ગુજરાત રાજ્યમાં નવા તાલુકાઓની રચના થતાં હવે તે વડાલી તાલુકામાં આવે છે. ભવાનગઢ ગામ ડુંગરની તળેટીમાં આવેલું ગામ છે. ગામમાં બે તળાવ આવેલા છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ભવાનગઢ ગામમાં ડુંગરની ગુફામાં શ્રી રામદેવપીર મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે તેમજ ભવાનગઢ ગામના બસ સ્ટેશન પાસે એક અતિ પ્રાચિન સાત કોઠાવાળી કલાત્મક વાવ આવેલ છે.