ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ યોજાશે આ જાહેરાત ભારતનાં ચૂંટણી કમિશ્નર દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય સભાનાં સેક્રેટરી-જનરલ શ્રી શમશેર કે. શેરીફને ૧૫મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં રિટર્નિંગ અધિકારી પદે નિયુક્ત કરાયા છે.[૧]

હાલનાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારીની પદ અવધી ૧૦ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પૂર્ણ થાય છે.[૨] તેમણે ફરી ઉમેદવારી કરવાને અનિચ્છા જાહેર કરી છે.

પૂર્વભુમિકા[ફેરફાર કરો]

ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ ભારતીય સંસદનાં ઉપલા ગૃહ, રાજ્ય સભાના અધ્યક્ષ હોય છે અને તેના સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે. તદુપરાંત રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં તેઓ વધુમાં વધુ છ માસ સુધી રાષ્ટ્રપતિ તરીકેની સત્તા અને ફરજો પણ સંભાળી શકે છે. ઉપરાષ્ટ્રપતિ પદની મુદ્દત પણ પાંચ વર્ષની હોય છે.[૩]

ચૂંટણી દરમિયાન નિવૃત થનારા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારી છે. તેઓ ૨૦૦૭માં પ્રથમ વખત અને ૨૦૧૨માં બીજી વખત ચૂંટાઈ આવેલા. તેમની મુદ્દત ૧૦ ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે. ભારતના ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે તા. ૫ ઓગસ્ટના દિવસે મતદાન થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરાશે.[૪]

ચૂંટણી પ્રક્રિયા[ફેરફાર કરો]

ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભા અને લોક સભાનાં સભ્યો દ્વારા બનેલાં સંયુક્ત ચૂંટણી મંડળ દ્વારા ચૂંટાઈ આવે છે. આ ચૂંટણીમાં બંન્ને ગૃહોનાં નિયુક્ત સભ્યોને પણ મતાધિકાર હોય છે.[૫] ચૂંટણીમાં મતપત્રક દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને મતપત્રક પર પોતાનો મત દર્શાવવા માટે સભ્યોએ "ખાસ પેન" નો ઉપયોગ કરવાનો હોય છે.[૬]

૨૦૧૭ની ચૂંટણી માટે ચૂંટણી મંડળની વિગતો:

ઉમેદવારો[ફેરફાર કરો]

ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારે ઉમેદવારીના પ્રસ્તાવને ટેકો આપનાર તરીકે ઓછામાં ઓછા ૨૦ સભ્યો અને અન્ય ૨૦ સભ્યો વધારાના ટેકેદાર તરીકે દર્શાવવા જરૂરી છે. ઉમેદવારે સુરક્ષા થાપણ તરીકે રુ. ૧૫,૦૦૦ જમાં કરાવવાનાં હોય છે.[૭] આ ચૂંટણી માટે બે ઉમેદવારોનું નામાંકન થયેલું છે. એક ઉમેદવાર એન.ડી.એ. દ્વારા અને એક યુ.પી.એ. દ્વારા નામાંકિત થયેલ છે.

એન.ડી.એ.ના ઉમેદવાર[ફેરફાર કરો]

નામ જન્મ હાલની અને પાછલી સ્થિતિ રાજ્ય ઘોષણા સંદર્ભ
Venkaiah Naidu 2 (cropped).jpg
વૈંકયા નાયડુ
૧ જુલાઇ, ૧૯૪૯ (૬૮ વર્ષ)
નેલ્લોર જિલ્લો, આંધ્ર પ્રદેશ
૨૭માં માહિતી અને પ્રસારણ મંત્રી (૨૦૧૬-૨૦૧૭)
શહેરી વિકાસ મંત્રી (૨૦૧૪-૨૦૧૭)
ગૃહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રી (૨૦૧૪-૨૦૧૭)
ગ્રામ્ય વિકાસ મંત્રી (૨૦૦૦-૨૦૦૨)
ગ્રામ્ય વિકાસ મંત્રી (૨૦૧૪-૨૦૧૬)

આંધ્ર પ્રદેશ
૧૮ જુલાઇ ૨૦૧૭ [૮]

યુ.પી.એ.ના ઉમેદવાર[ફેરફાર કરો]

નામ જન્મ હાલની અને પાછલી સ્થિતિ રાજ્ય ઘોષણા સંદર્ભ
Gopalkrishna Gandhi - Chatham House 2010.jpg
ગોપાલકૃષ્ણ ગાંધી
૨૨ એપ્રિલ, ૧૯૪૬ (૭૧ વર્ષ)
દિલ્હી
૨૪માં રાજ્યપાલ, પશ્ચિમ બંગાળ (૨૦૦૪-૨૦૦૯)
ગુજરાત
૧૧ જુલાઇ, ૨૦૧૭ [૯]


આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Election to the Office of the Vice-President, 2017 (15th Vice-Presidential Election)". Retrieved 2017-06-29. Check date values in: |access-date= (મદદ)
  2. "Terms of the Houses". eci.nic.in. Election Commission of India/National Informatics Centre. Retrieved May 23, 2016. Check date values in: |access-date= (મદદ)
  3. "Vice President – Election, Powers and Functions". OM ABC. Retrieved 24 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  4. "Election for next vice president on August 5, result same day". Hindustan Times. Retrieved 24 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "How the Vice-President of India is elected: Know what it will take Venkaiah Naidu or Gopalkrishna Gandhi to win". Financial Express. Retrieved 24 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  6. "Election Commission issues notification for vice president polls". New Indian Express. Retrieved 26 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  7. "What is the procedure to elect the vice president: All you need to know". Indian Express. Retrieved 26 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  8. "Venkaiah Naidu files his nomination for vice-president". Times of India. Retrieved 21 July 2017. Check date values in: |accessdate= (મદદ)
  9. "Eye On Nitish Kumar, Opposition Picks Gopalkrishna Gandhi For Vice-President". NDTV. Retrieved 21 July 2017. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]