મહુડી
મહુડી | |
— ગામ — | |
મહુડી જૈન મંદિર
| |
અક્ષાંશ-રેખાંશ | 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગાંધીનગર |
તાલુકો | માણસા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
મહુડી (તા. માણસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. મહુડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મહુડી જૈન મંદિર
[ફેરફાર કરો]મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય જૈન મંદિર સંકુલ આવેલું છે. અહીં આસ્થાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ તીર્થ સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.
મહુડી ગાંધીનગરથી ૩૫ કિલોમીટર, અમદાવાદથી ૭૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીથી નજીકનું મોટું મથક વિજાપુર ૬ કિલોમીટરના અંતરે આવેલું છે. પૌરાણિક કાળમાં આ સ્થળને મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |