મોટા ફોફળિયા
| મોટા ફોફળિયા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°07′38″N 73°24′40″E / 22.127206°N 73.41105°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | વડોદરા |
| તાલુકો | શિનોર |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
મોટા ફોફળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા શિનોર તાલુકામાં આવેલું એક ગામ છે. મોટા ફોફળિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નામ
[ફેરફાર કરો]ફોફા નામના રબારીએ વસાવેલુ ગામ એટલે ફોફળીયા. ફોફા ના બારમી પેઢીના વંશજો હાલ પણ ફોફળીયા માં વસે છે, ફોફા રબારીએ ઊંટને પાણી પીવા માટે બનાવેલ પાણીના કુંડ આજે પણ ફોફળીયા માં છે.[સંદર્ભ આપો]
આ ગામ ગુજરાતભરમાં ડાયરેક્ટ વોલીબોલની રમતમાં અનેકવાર વિવિધ ટુર્નામેન્ટોમાં વિજેતા થઇ જાણીતું બનેલ છે. આ ગામના દાતાઓએ અહીં ખૂબ જ સગવડભરી તેમ જ મોટી હોસ્પિટલ બનાવડાવેલ છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |