મોટા હરીપુરા (તા. વિરમગામ)

વિકિપીડિયામાંથી
મોટા હરીપુરા
—  ગામ  —
મોટા હરીપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°06′39″N 72°06′43″E / 23.110839°N 72.112062°E / 23.110839; 72.112062
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો વિરમગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

મોટા હરીપુરા કે હરીપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વિરમગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મોટા હરીપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, એરંડા, બાજરી, ઘઉં, ટમેટી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામની પશ્ચિમે વિરમગામ (૭ કી.મી.), પૂર્વે રંગપુર (નગાસર) (પ કિ.મી.), ઉત્તરે ચંદ્રનગર (૪ કિ.મી.) અને દક્ષિણે સોકલી (૨ કિ.મી.) આવેલા છે. આ ગામ વિરમગામથી એક પટ્ટી પાકા રોડથી જોડાયેલ છે. ગામમાં છેલ્લા પચ્ચીસેક વર્ષથી ચુંટણી થતી નથી. ગામમાં એક મતથી જ સરપંચ તથા સભ્યોની વરણી થાય છે.[સંદર્ભ આપો] ગામમાં એક રામજી મંદિર, એક શિવાલય એ બે મુખ્ય મંદિરો છે. સાથે સાથે માં ટોડાવાળી શક્તિનું મંદિર છે. માં શકિતનો છેલ્લા ત્રીસેક વર્ષથી અખંડ દિવો બળે છે આ માટે ઘીની વ્યવસ્થા નવરાત્રીની નોમના દિવસે ઘી બોલાય છે અને જે ઘીથી માંની અખંડ જ્યોત જલે છે. અગાઉ સોકલી ગામ અને મોટા હરીપુરાની પંચાયત ભેગી હતી. તે હાલ અલગ છે. ગામમાં પંચાયતનો બોર છે, પાણીની લાઇન દ્નારા ધરે ઘરે પાણી નિયમિત પહોચે છે. ગામમાં ગટર લાઇનની પણ સુવિધા છે. ગામના રસ્તા કાચા છે. આ ગામ વર્ષો પહેલા ‘વાલમ ના ગામ’થી ઓળખતું હતું.

વિરમગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન