રાયકા (તા. વડોદરા)
રાયકા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′26″N 73°10′52″E / 22.30731°N 73.181098°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | વડોદરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી |
રાયકા (તા.વડોદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે. રાયકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં હાલમા હાઇસ્કુલ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]બિન-સલામી રજવાડું રાયકા એ ત્રણ "દોરકા રજવાડાં" (રેવા કાંઠા એજન્સી સંસ્થાન હેઠળનાં પાંડુ મેહવાસનાં ભાગરૂપ) માંનું મોટું રજવાડું હતું, અન્ય બે માં એક દોરકા સ્વયં અને બીજું અનગઢ હતું. ૩ ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતું આ રજવાડું રજપૂત મુખી દ્વારા શાસિત હતું અને સન. ૧૯૦૧માં તેની વસતી ૪૭૪ હતી. તેની વાર્ષિક મહેસુલી આવક ૩,૬૦૯ રૂ. (૧૯૦૩-૪; લગભગ બધી જ જમીનની આવક હતી) હતી જેમાંથી ૪૪૩ રૂ. વડોદરા રાજ્યના ગાયકવાડને નજરાણારૂપે અપાતી હતી.
સ્રોત અને બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |