લખાણ પર જાઓ

વાંકાનેર (વાલોડ)

વિકિપીડિયામાંથી
(વાંકાનેર(વાલોડ) થી અહીં વાળેલું)
વાંકાનેર
—  ગામ  —
વાંકાનેરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E / 21.117024; 73.107676
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો બારડોલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, પપૈયાં,કેરી
કેળાં, સૂરણ તેમજ શાકભાજી

વાંકાનેર(વાલોડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું ગામ છે. વાંકાનેર ગામમાં હળપતિ, મુસલમાનો તેમ જ પાટીદારોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે વેપાર, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

આ ગામ વાલોડથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલા બારડોલી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું મોટું ગામ છે. આસપાસમાં આવેલાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે.

વાંકાનેર ગામ હિંન્દુ-મુસ્લિમ ભાઈચારા માટે મશહુર છે. આઝાદી પછી આ ગામમાં કોઇ દિવસ કોમી રમખાણ થયાં નથી. આ ગામમાં ૧૫,૦૦૦ થી વધુ લોકોની વસ્તી રહે છે. આ ગામની મિઠાઈ વિદેશોમાં પણ વખાણાયેલ છે. બારડોલી તાલુકામાં બીજા નંબરનું મોટું ગામ છે. ગામમાં બે બસ સ્ટોપ છે અને દિવસમાં ૨૦૦ વાર બસ આવનજાવન કરે છે. વર્તમાન સમયમાં ગામમાં મોબાઈલ કંપનીઓનાં કવરેજની વ્યવસ્થા મળે છે તેમજ સાથોસાથ ઈંટરનેટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ બની છે.