વાગરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાગરા
—  ગામ  —

વાગરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°50′42″N 72°50′24″E / 21.8450282°N 72.8399241°E / 21.8450282; 72.8399241
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાગરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી

વાગરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી દહેજ થી ભરૂચ જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી આમોદ, જંબુસર, દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે વાગરા જોડાયેલ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસ તેમ જ તુવરની થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકામાં આવેલો દહેજ-ગંધાર વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દહેજ ખાતેનું કુદરતી બંદર છે.