લખાણ પર જાઓ

શંકરલાલ શાસ્ત્રી

વિકિપીડિયામાંથી
શંકરલાલ શાસ્ત્રી
જન્મશંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી
(1902-05-02)May 2, 1902
નડીઆદ, ગુજરાત
મૃત્યુJune 1, 1946(1946-06-01) (ઉંમર 44)
રાષ્ટ્રીયતાભારતીય

શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી (૨ મે ૧૯૦૨ - ૧ જૂન ૧૯૪૬) એ એક ગુજરાતી સાહિત્યિક વિવેચક અને ટૂંકી વાર્તા લેખક હતા. તેઓ હરિપ્રસાદ શાસ્ત્રીના મોટા ભાઈ અને વ્રજલાલ શાસ્ત્રીના પૌત્ર હતા.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨ મે ૧૯૦૨ના દિવસે સાઠોદરા નગર બ્રાહ્મણ પરિવારમાં ગુજરાતના નડીઆદ નજીકના ગામ ચુણેલ ખાતે થયો હતો.[] તેઓ ચિકિત્સક અને કર્મકાંડના શાસ્ત્રી ગંગાશંકરના બીજા પુત્ર હતા. તેમના નાના ભાઈ હરિપ્રસાદ શાસ્ત્રી પણ ગુજરાતી લેખક, ઇતિહાસકાર અને ભારતવિદ હતા.[]

તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં પૂર્ણ કર્યું . ૧૯૧૯માં મેટ્રિક પાસ કર્યા પછી, તેઓ ગુજરાત કૉલેજમાં જોડાયા, તેમણે સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે ૧૯૨૩માં બેચલર ઓફ આર્ટ્સ અને ૧૯૨૫માં માસ્ટર ઓફ આર્ટ્સની પદવીઓ મેળવી. ૧૯૨૯માં તેમણે કાયદાની સ્નાતકની પદવી પણ મેળવી હતી.[]

તેમણે નડીઆદની સરકારી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને પછી તેઓ ધી પ્રોપરાઇટરી હાઇસ્કૂલ, અમદાવાદમાં જોડાયા, ત્યાં તેમણે ચાર વર્ષ સુધી ભણાવ્યું. વચ્ચે વચ્ચે તેઓ વકીલ તરીકે વ્યવસાય કરતા, ત્યાર બાદ તેમણે બહાઉદ્દીન કૉલેજ, જુનાગઢ ખાતે ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું, અહીં તેમણે ચૌદ વર્ષ સેવા આપી.[]

૧ જૂન ૧૯૪૬ ના દિવસે તેમનું અવસાન થયું.[]

સાહિત્ય કૃતિઓ

[ફેરફાર કરો]

તેમણે બે ખંડ ધરાવતું સાહિત્યને ઓવરેથી (૧૯૩૮)નામનું પુસ્તક લખ્યું; પહેલો ખંડ કેટલાક અગ્રણી ગુજરાતી લેખકો વિષેના અવલોકનો અને મૂલ્યાંકનો રજૂ કરે છે અને બીજા ખંડમાં મધ્યયુગીન અને આધુનિક લેખકો પરના લેખો છે. તેમણે બે ખંડ ધરાવતું સાહિત્યદ્રષ્ટા (૧૯૪૧) નામનું અન્ય પુસ્તક પણ લખ્યું; પ્રથમ ખંડ સામાન્ય સાહિત્યિક વિષયો સમજાવે છે અને બીજું પ્રેમાનંદથી જન્માશંકર બુચ (લલિત) સુધીના ગુજરાતી લેખકો વિષેનો અભ્યાસ રજૂ કરે છે.[] []

પાનાદાની (૧૯૪૧) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. તેમણે ૧૯૩૪માં તેમના દાદા વ્રજલાલ શાસ્ત્રીનું અપ્રકાશિત પુસ્તક રસગંગા પ્રકાશિત કર્યું.[] []

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ શાસ્ત્રી, હરિપ્રસાદ (એપ્રિલ ૨૦૦૬). ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XXI (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૧૦. OCLC 162213102.
  2. Gazetteers: Kheda District. Directorate of Government Print., Stationery and Publications. 1977. પૃષ્ઠ 700. OCLC 312722922.
  3. ૩.૦ ૩.૧ શાસ્ત્રી, હરિપ્રસાદ (૧૯૯૦). ટોપીવાળા, ચંદ્રકાન્ત (સંપાદક). ગુજરાતી સાહિત્યકોશ: અર્વાચીનકાળ. II (૧લી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૭૧. OCLC 312020358.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]