લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 1

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇશ્રી અશોક મોઢવાડીયા

[ફેરફાર કરો]

જય માતાજી, આપ વિકિપીડિયામાં ઘણા સમયથી સેવા કરી રહ્યા છો, તે જાણી ને આનંદ થયો. હુ વિકિપીડિયામાં નવો સભ્ય છુ. જેથી અમુક જગ્યાએ તકલીફ પડે છે. જો તમે મને આમા સહાય કરવા માંગતા હોય તો જવાબ આપશો. જય માતાજી--જીતેન્દ્રસિંહ ૧૩:૧૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Ashok modhvadia/Archive 1, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

હું આપનું સ્વાગત કરવામાં મોડો પડ્યો તે બદલ માફ કરશો, આમ તો આ સંદેશાનો હવે અર્થ નથી, પરંતુ, મેં તેમા થોડી ઘણી કડીઓ ઉમેરેલી છે, જે ગમે ત્યારે કામ આવે તેવી છે, માટે અહીં તમને આ સંદેશો લખું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

અશોકભાઇ, આપ જે યોગદાન કરી સહ્યાં છો તે બદલ ખુબ ખુબ આભાર. આપે બનાવેલાં નક્ષત્રોના નામ બાબતે મારું સુચન એમ હતું કે, તે શિર્ષક હેઠળ નવું પાનું ન બનાવતાં, તેને આપે લખેલાં અન્ય લેખ નક્ષત્રમાં પેટા વિભાગ તરિકે જ સમાવી લઇએ તો કેવું?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

નામ વિષે સ્પષ્ટતા

[ફેરફાર કરો]

અશોકભાઇ, આપનાં ખોટા લખાયેલા નામ વિષે સ્પષ્ટતા કરવાની કે, મે નહી પરંતુ અન્ય એક સભ્ય જીતેન્દ્રસિંહે ભુલમાં કદાચ ખોટો ઉચ્ચર કર્યો લાગે છે. મારો સંદેશો તો તેની નિચે સ્વાગત મથાળાથિઇ શરૂ થાય છે. વધુમાં એ જાણીને આનંદ થયો કે આપને મારા સુચનથી વાંધો નથી. આપનું વધુને વધુ યોગદાન મળતુ રહે તે અપેક્ષા. અને હા, એક બીજી વાત તરફ ધ્યાન દોરવાનુ કે, આપ કોઇ ચર્ચાનાં પાના ઉપર સંદેશો લખો ત્યારે તેને અંતે તમારું નામ ન લખતા --~~~~ ટાઇપ કરવાથી કે ઉપર સહીનું નિશાન કરેલા બટન ઉપર ક્લિક કરવાથી તમારૂં નામ અને સમય આપોઆપ સંદેશામાં ઉમેરાઇ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૦, ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

ખોટુ નામ લખવા બદલ માફી

[ફેરફાર કરો]

શ્રી અશોકભાઇ, આપનાં ખોટા લખાયેલા નામ વિષે સ્પષ્ટતા કરવાની કે, મે આપને મોકલાવેલ સંદેશમા ભુલથી અશોક મોઢવાણીયા લખેલ હતુ જે મને પણ ખ્યાલ ન હતો પરંતુ ધવલભાઇ ના સંદેશા ઉપરથી જાણવા મળેલ જેથી તમારી માફી માંગુ છુ અને હવે કાળજી રખીશ.તેમજ ધ્યાન દોરવા બદલ ધવલભાઇનો પણ આભાર, મારી કયાય પણ ભુલ થતી જણાય તો વડીલ તરીકે મારુ ધ્યાન દોરજો. આભાર. --જીતેન્દ્રસિંહ ૦૪:૪૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

'રામચક્લી-પીળીચોટલી' નામફેર બાબત...

[ફેરફાર કરો]

અશોક્ભાઇ, માફ કરજો, સામાન્ય બોલીમાં ફક્ત રામ ચકલી નામથીજ કોઇક પક્ષીને ઓળખતા એટલે અને તેના ચિત્રમાં માથે પીળી ચોટલી જોઇને, તર્ક લગાવ્યો કે બે અલગ અલગ નામો હશે અને માટે, નામ બદલ્યું હતું. ધ્યાન દોરવા બદલ આભાર, મેં પાનું પૂર્વવત કરી દીધું છે. ભવિષ્યમાં આમ મારી ભુલો તરફ ધ્યાન દોરતાં જશો. ફરી એક વાર માફી માંગુ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૪, ૮ ઓકટોબર ૨૦૦૮ (UTC)

બીજી ભાષાના વિશ્વકોષમાંથી ચિત્રો

[ફેરફાર કરો]

અશોક્ભાઇ, મેં તાજેતરમાં ચોતરામાં બીજી ભાષાના વિશ્વકોષમાંથી ચિત્રો ગુજરાતી લેખમાં કેવી રીતે ઉમેરવા તે વિષે લખ્યું છે, જો શક્ય હોય તો તે વાંચી જુઓ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરો, જો કોઇ તકલીફ પડે તો મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૨, ૨૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)

અશોકભાઇ, Template:Infobox બનાવવા માટે, શ્રેષ્ઠ માર્ગ છે, અંગ્રેજી કે અન્ય જે ભાષાનાં વિકિમાં આપને જોઇતું Infobox હોય, તેને અહીં કોપી કરી તેમાં જરૂરી ફેરફારો કરી દેવાં.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૭, ૨૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)

નવા વર્ષનાં રામ રામ

[ફેરફાર કરો]

શ્રી અશોક મોઢવાડીયા તમને તથા તમારા પરિવારને મારા તરફથી નવા વર્ષનાં રામ રામ. તા.૨૯/૧૦/૨૦૦૮ થી શરૂ થતાં નવા વર્ષની શુભકામનાઓ, નવું વર્ષ તમને તથા તમારા પરિવારને ખુબજ આનંદમયી, મંગલમયી અને નિરોગી નિવડે તેવી મારા તરફ્થી શુભેચ્છા. તમોને મે નવા વર્ષના રામ રામ કહ્યા એટલે નવાઈ નહી લાગે કારણકે આપણા ગામડાઓમા હાલમાં પણ આ શબ્દ પ્રયોગ કરે છે. અને તમો જુનાગઢનાં વતની છો અને આપણી સોરઠ ધરા જગ જુની અને ગઢ જુનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે એનાં નમણા નર ને નાર. સૌરાષ્ટ્રની જે કાંઈ આપણી સંસ્ક્રૂતિ છે તે અત્યારે પણ વધુ ટકાવી રાખી હોય તો તેનો શ્રેય ગિરનારમાં વસતા સાધુ-સંતો અને બીજા જુનાગઢવાસીને જાય છે. હમણા જ દેવ દિવાળીએ ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમા શરૂ થશે અને લોકોને કુદરતનાં ખોળે ખેલવાનો લાભ મળશે. હું પણ સાધુ-સંતોની સેવા કરવામાં માનું છું એટલે દર વર્ષે જુનાગઢ શિવરાત્રીનાં મેળામાં આવુ છું. વધુ કાંઈ ન લખતા કયારેક જુનાગઢ રૂબરૂ મળશું. જય માતાજી.--જીતેન્દ્રસિંહ ૦૭:૪૪, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)

સાલ મુબારક

[ફેરફાર કરો]

અશોક્ભાઇ, આપને અને આપના પરિવારને પણ મારા તરફથી દિવાળીની ખુબ ખુબ શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. આવનારૂં નવું વર્ષ આપના જીવનમાં નવી નવી ખુશીઓ લઇને આવે એ જ શુભકામના. અમે અમદાવાદીઓ સાલમુબારક કહીને એક-બીજાને નવા વર્ષની વધાઇઓ આપીએ, માટે આપને પણ સાલ મુબારક.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)

અશોકભાઇ

[ફેરફાર કરો]

દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન મહર્ષિ --Maharshi675 ૦૯:૩૨, ૨૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)

મણીયારા રાસની તસવીર

[ફેરફાર કરો]

અશોક્ભાઇ, આપે ચઢાવેલી મણીયારા રાસની તસવીર ખુબ જ સુંદર છે, જો તેનું વધુ આવર્તન (Higher Resolution) પ્રાપ્ય હોય તો તેવી ફાઇલ ચઢાવશો. મેં આ ફાઇલ વિકિમીડિયા કોમન્સમાં ચઢાવી છે, જ્યાંથી વધુ લોકો સહેલાઇથી તેને અન્ય વિકિમાં જોડી શકે. તમે અહીં તેને જોઇ શકશો, શક્ય હોય તો ત્યાં જોઇને જો કોઇ ફેરફારનો અવકાશ જણાય તો જરૂર કરશો. અને ભવિષ્યમાં આવી તસવિરો સીધી જ કોમન્સમાં અપલોડ કરશો તો વધુ સારૂ રહેશે કેમકે ત્યાંથી બધાજ વિકિમાં તેનો ઉપયોગ સહેલાઇથી થઇ શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૪, ૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)

કશો વાંધો નહી અશોક્ભાઇ, હું ત્યાં ચઢાવી દઇશ અને હા, આભાર આ નવી આવૃત્તિ અહીં ચઢાવવા બદલ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૮, ૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)
અશોક્ભાઇ, આપે પહેલા ચઢાવેલી ફાઇલને મેં વધુ આવર્તન વાળી ફાઇલથી રિપ્લેસ કરી દીધી છે, જેથી કરીને, મૂળ લેખમાં આપે તે તસવિર બદલવાની જરૂર નહી પડે. જો આપ ચાહો તો કાલે અપલોડ કરેલી ફાઇલ આપ વિકિમાંથી હટાવી શકો છો, કેમકે તે Mer_Dandiya.jpg ના નામથી હવે ઉપલબ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૦, ૫ નવેમ્બર ૨૦૦૮ (UTC)

સૌરાષ્ટ્રની મહેમાનગતિ

[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, આજ રાત્રિનાં ૧૨ વાગ્યેથી કાયદેસરની પરિક્રમા શરૂ થવાની છે. તમોએ જુનાગઢ આવવાનું આમત્રંણ પણ મને આપી દિધુ છે. પરંતુ મારી ઉમંર નાની હોવાથી હું પરિક્રમામાં કયારેય આવતો નથી પરંતુ આ લાભ અત્યારે મારા માતાપિતા લે છે. જુનાગઢમાં હું શિવરાત્રિનાં મેળામાં દરવર્ષે આવું છું, અશોકનાં શિલાલેખની પહેલા આવતી રામટેકરીની શ્રી રામલખનદાસજી બાપુની જગ્યાએ તેમજ ઉપરકોટની દક્ષિણરાંગમાં ગુફાની બાજુમાં આવેલ શ્રી પ્યારેરામજી બાપુનાં આશ્રમે આવતો હોવ છું. આમ પણ આપણા સૌરાષ્ટ્રમાં કોઈ પણ માણસને મહેમાનગતિ માણવી ગમે છે. તેવો આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાંય તમારૂ જુનાગઢનું આંગણુ અને તમારા જેવા આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ અમારા વડીલો પછી તો પુછવાનુંજ શુ હોય.

તમે મને મારાવિષેનાં પાના ઉપરથી ઈ-મેઈલ કરવાનુ કહેલ પરંતુ મને તે આવડતુ નથી જેથી મારા વડીલ તરીકે તમે મને શિખવશો. આમ પણ હું નવો નિશાળીયો છું. હું જુનાગઢ આવીશ ત્યારે તમને રૂબરૂ જરૂર મળીશ. તમે રાજકોટ આવો ત્યારે મારા પણ મહેમાન બનો તેવી મારી અંતરની ઈચ્છા છે. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૧૬, ૯ નવેમ્બર ૨૦૦૮ (UTC)

સર પ્રભાશંકર પટ્ટણી ‎

[ફેરફાર કરો]

આભાર અશોકભાઇ! મારે એક દમ આવુ જ કરવું હતું. પણ ટૅમ્પ્લેટ જરા વિચિત્ર લાગે છે, કારણ કે હેલ્પમા જરા જુદી રીતે આપેલ છે એટલા માટે હું જરા ગુચવાયો... અને હા, મારી ભૂલ તરફ ધ્યાન દોરવવા વિનંતી રવિશંકર રાવળ ના પેઇજમા પણ આવી જ મુશ્કેલી છે... મહર્ષિ --Maharshi675 ૧૨:૫૧, ૧૨ નવેમ્બર ૨૦૦૮ (UTC)


ફરી ફરી આભાર અશોકભાઇ! ટૅમ્પ્લેટ ખુબ જ સરસ છે. આ ટૅમ્પ્લેટથી અન્ય ઘણા બધા લેખો દિપી ઉઠશે. ફક્ત એક નાનકડો સુધારો જો તમને યોગ્ય લાગે તો કરશો, "ધંધો" ને બદલે "વ્યવસાય" અને કેપ્શન ને બદલે શિર્ષક એમ જો યોગ્ય લાગે તો બદલશો. મહર્ષિ --Maharshi675 ૦૮:૦૮, ૧૩ નવેમ્બર ૨૦૦૮ (UTC)

ગુજરાતનાં ધાર્મિક સ્થળો/યાત્રાધામ

[ફેરફાર કરો]

અશોકભાઇ, હું પણ આપની વાત સાથે સંમત થાઉં છું, મેં હમણાં જ જીતેન્દ્રભાઇનાં ચર્ચાનાં પાનાં ઉપર મારો જવાબ પૂર્ણ કર્યો છે, શક્ય હોય તો વાંચી જુઓ અને ચાલો આપણે આ ચર્ચાને ગુજરાતનાં ચર્ચાનાં પાનાં ઉપરજ ખસેડીએ, જ્યાં આપ સહુનાં મતને આધારે આગળ વધીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૮, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)

અશોકભાઇ, આભાર. ખુબ જ સરસ. હું પ્રયત્ન કરી રહ્યો છું ત્યાં ગુજરાતી ટાઇપ એનેબલ કરવાનો, અને થતાં જ આપને જણાવીશ. હું પોતે પણ્આ અહીં ગુજરાતીમાં થી શોધી શોધી ને જે પાનાઓ ફક્ત સાહિત્યથી જ ભરેલાં હોય તેને ત્યાં ખસેડવા માંડીશ (અને અહીંથી દૂર કરી દઇશ), અને જો આપના ધ્યાનમાં પણ આવા કોઇ પાના આવે તો તેને ખસેડી દેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૬, ૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

શ્રી અશોકભાઇ,પ્રણામ.

આમ જુઓ તો તળાજા ગામ ભાવનગરમા હોવાથી નરસૈંયા પર થોડો હક અમારો પણ બને :-). પણ બીજી રીતે જોઇયે તો નરસૈંયો શામળાનો અને શામળો બધાનો... આ બધાં ભજનો "વિકિસોર્સ" પર કોપી કરશો તો આપનો ખુબ જ આભારી રહિશ કારણકે હું બે દિવસથી આ કામ કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ સમયનો અભાવ અને આળસ નડે છે. વિકિસોર્સમા ગુજરાતી ભાષાનું યોગદાન નોધવા યોગ્ય બનાવવાનો વિચાર છે. આપનો અને અન્ય સભ્યો નો સાથ હશે તો આ કામ અઘરું જરાય નથી... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૨:૨૮, ૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

લેખ એક કરાય કે નહી ?

[ફેરફાર કરો]

રામનામકી ઔષધિ, ખરી નીતસે ખાય; અંગ પીડા વ્યાપે નહિ, મહારોગ મીટ જાય.

શ્રી અશોકભાઈ, 'સીતારામ','જય માતાજી'

કેમ છો ? ઘણા દિવસથી તમારી સાથે ચર્ચા થઈ નથી એટલે થયું લાવને કાંઈક વાતોના વડા કરૂ. તમોએ સુચવેલ કે સભ્યનાં નામ પર ક્લિક કરવાથી તેમનાં "મારા વિષે"(User Page) પર જવાશે,ત્યાં ડાબી બાજુના પેનમાં "હથિયારની પેટી"(Toolbox) વિભાગમાં "સભ્યને ઇ-મેઇલ કરો" (E-mail this user) પર ક્લિક કરવાથી ઇ-મેઇલ બોક્ષ ખુલશે અને ત્યાંથી આપ મેલ કરી શકશો. પરંતુ તમને ઈ-મેઈલ કરવા માટે મને તેમાં કાંઈજ ટપ્પા જ પડેલ નથી જેથી કાંઈ મજા ન આવી.

એક વાત કે તમારી સલાહ લેવી હતીકે કોઈ લેખ હોય તે ફકત ફકરા રૂપે કોઈએ લખેલ હોય તો તેને મઠારીને વ્યવસ્થિત કરાય કે નહી ? અને બીજીવાત કે ગુજરાતી વિકિપીડિયામાં રુદ્રાક્ષ, રૂદ્રાક્ષ અને રૂદ્રાક્ષ પાના-૨ આમ ત્રણ પાનાઓ છે જેના લખાણને વ્યવસ્થિત ગોઠવીને એકજ લેખ ન બનાવી શકાય ? લ્યો આપો જવાબ. હમણા તો તમે ને મહર્ષિભાઈ બધાય લેખના વખાણ સારા કરો છો એટલે ના છુટકેય એકાદ લેખ લખી નાખુ છુ. અને આમેય તમે લોકોને તો ખબર છેકે બાપુને સુરાતન ચડાઓ એટલે જાલ્યા ના રહે.. કેમ બાકી મજા આવી ગઈને. --જીતેન્દ્રસિંહ ૧૧:૩૯, ૨૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

લેખમાં ચિત્ર ગોઠવવા

[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, 'સીતારામ','જય માતાજી' અત્યારે તો વારૂ ટાણુ થઈ ગયુ છે, એટલે કદાચ તમો અત્યારે વારૂ કરતા હશો. અમુક વખત ખુબજ મોજમાં હોય ત્યારે કહેવાની વાત તો રહી જતી હોય છે, તેમ હું પણ તમને કહેવાનો હતો કે, હું જે જે લેખ લખતો જાઉ તેમાં યોગ્ય લાગે તેવા ચિત્ર તમારી પાસે હોય તો ગોઠવતા જશો જેથી લેખ સરસ દીપી ઉઠે અને દરેકને વાંચવાનું મન થાય. મારી પાસે ચિત્રોની ફાઈલો છે જ નહી. બીજેથી ડાયરેકટ ઉઠાવવા જાય તો વળી એક કરતા બે થાય. માટે વડીલ તરીકે સલાહ સુચન પણ આપતા રહેશો તેવી અરજ. બાકી તો રૂબરૂ મળી તો ખરી જમાવટ થાય..આભાર સહ..--જીતેન્દ્રસિંહ ૧૪:૦૫, ૨૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

આશોક ભાઇ,આપના સૂચન માટે આભાર. --Sushant savla ૦૪:૩૮, ૨૬ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

લીરબાઈ માં

[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી, સીતારામ. કેમ છો ? અત્યારે તો તમારા જુનાગઢમાં ઠંડી પડવા માંડી હશે. અને શિયાળાની સિઝન એટલે ટોપી,મફલર,સ્વેટર અને મોજા જેવી ઉનની વસ્તુ પણ હાથવગી કરી લીધી હશે. શેરડી, ચીકી પણ ખાવાની શરૂ કરી દીધી હશે. હવે વાત તો એ કરવાની કે તમારા મોઢવાડીયા કુંટુંબમાં થયેલ સંતશ્રી લીરબાઈ માં ના જીવન વિષે જે માહિતી મારી પાસે હતી તે મુજબ લેખ લખ્યો છે. આમ તો આવા સંતોનાં જીવન વિષે લખવાની કોઈ હેસીયત જ નથી, કારણકે તેમના જીવનની એક રજ પણ આપણા ઉપર પડે તો પણ આપણુ જીવન ધન્ય થઈ જાય. છતાં પણ મારૂ સદભાગ્ય સમજીને થોડુક લખ્યુ છે. જેથી તમોને તો સૌથી વધારે અને સાચી માહીતી હોય જ માટે મારાથી કાંઈ ખોટુ લખાયુ હોય અથવા તો ઓછુ લખાયુ હોય તો તમે તે ક્ષતિને દુર કરી પુર્ણ લેખ બનાવશો તેવી મારી અરજ છે. કારણકે કોઈ પણ કુંટુંબમાં આવા પ્રતાપી સંત થાય તેના કુંટુંબને ગૌરવ લેવાની વાત છે. માટે જો કાંઈ ખુટતુ હોય તો પુર્ણ કરશોજી.

આભાર....--જીતેન્દ્રસિંહ ૦૭:૦૦, ૩૦ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)