નક્ષત્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મૃગશીર્ષ નક્ષત્ર સૌથી પ્રખ્યાત નક્ષત્ર છે જે પૃથ્વી પર ના મોટાભાગના સ્થળોથી વર્ષના કોઇક ને કોઇક ગાળા દરમ્યાન જોઇ શકાય છે.

નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. વાસ્તવમાં ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી. પરંતુ, રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથ ની કલ્પનાઓ કરતો આવ્યો છે. આમ આવા કાલ્પનિક જુથો ને ખગોળ શાસ્ત્રીઓ (International Astronomical Union) માન્યતા આપતા નથી. ખગોળ શાસ્ત્રને આધારે નક્ષત્રો ના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે, આ તારાઓ એક બીજાથી લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.

જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે પણ કેટલાંક પ્રખ્યાત નક્ષત્રો જેમકે મૃગશીર્ષ નક્ષત્ર તથા વૃશ્ચીક નક્ષત્ર મોટાભાગની સંસ્કૃતિઓ માં ઓળખાયેલ છે.

International Astronomical Union (IAU) આકાશને ચોક્કસ સરહદથી નક્કી કરેલા ૮૮ ભાગોમાં વહેંચે છે. આમ આકાશનો કોઈપણ ભાગ એક જ નક્ષત્રમાં આવે છે. ઊત્તરના ભાગમાં આવેલા નક્ષત્રોના નામો પ્રાચીન સંસ્કૃતિઓ (જેમા ભારતના જ્યોતિષ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે) ના આધારે પડાયેલ છે.

ગણતરી[ફેરફાર કરો]

ભારતીય પંચાંગમુજબ રાશિચક્રના વર્તુળનાં સત્તાવીસ ભાગ (૩૬૦º/૨૭)કરો એટલે દરેક નક્ષત્ર ૧૩º૨૦'નું થાય,દશાંશ મુજબ ૧૩.૩૩૩૩º નુ થાય.માટે જો રાશિચક્રમાં ચંદ્રનું સ્થાન અમુક સમયે ૨૬૨.૧૬૬૬º હોય તો ૨૬૨.૧૬૬૬º/૧૩.૩૩૩૩º=૧૯.૬૬૨૫º,મતલબ કે તે સમયે ૧૯ નક્ષત્ર વીતી અને ૨૦મું નક્ષત્ર એટલેકે પૂર્વાષાઢા નક્ષત્ર ચાલે છે.

નક્ષત્રોના નામ[ફેરફાર કરો]

ક્રમ નક્ષત્રનું નામ રાશી વૃક્ષનું નામ દેવ વર્ણબીજ
અશ્વિની નક્ષત્ર મેષ રાશી ઝેરકોચલું અશ્વિનીકુમાર અં આં
ભરણી નક્ષત્ર મેષ રાશી આમળા યમ ઇં ઈં
કૃતિકા નક્ષત્ર મેષ/વૃષભ ઉમરો અગ્નિ ઉં
રોહિણી નક્ષત્ર વૃષભ રાશી જાંબુ પ્રજા‍પતિ બ્રહ્મા ઋં ૠં
મૃગશીર્ષ નક્ષત્ર વૃષભ/મિથુન ખેર ચંદ્ર લં લૃં
આર્દ્રા નક્ષત્ર મિથુન રાશી કૃષ્‍ણાર્જુન અગર વૃક્ષ રુદ્ર શિવ એં ઐં
પુનર્વસુ નક્ષત્ર મિથુન/કર્ક વાંસ અદિતિ ઓં ઔં
પુષ્‍ય નક્ષત્ર કર્ક રાશી પીપળો બૃહસ્પતિ અં અઃ
આશ્લેષા નક્ષત્ર કર્ક રાશી નાગકેસર સર્પ કં ખં
૧૦ મઘા નક્ષત્ર સિંહ રાશી વડ પિતૃ દેવતા ગં ઘં
૧૧ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશી ખાખરો ભગ દેવતા ડં
૧૨ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સિંહ / કન્યા પાયર, પીપળી અર્યમ ચં છં
૧૩ હસ્ત નક્ષત્ર કન્યા રાશી જુઈ/પીળી જૂઈ (વેલ) સવિતા-સૂર્ય જં ઝં
૧૪ ચિત્રા નક્ષત્ર કન્યા / તુલા બીલી વિશ્વકર્મા ગં
૧૫ સ્વાતિ નક્ષત્ર તુલા રાશી અર્જુન સાદડ વાયુ દેવતા ટં ઠં
૧૬ વિશાખા નક્ષત્ર તુલા/વૃશ્ચિક નાગકેસર ઇન્દ્ર તથા અગ્નિ ડં ઢં
૧૭ અનુરાધા નક્ષત્ર વૃશ્ચિક રાશી નાગકેસર/બોરસલી મિત્ર દેવતા ---
૧૮ જ્યેષ્‍ઠા નક્ષત્ર વૃશ્ચિક રાશી શીમળો ઇન્દ્ર દં ધં
૧૯ મૂળ નક્ષત્ર ધનુ રાશી સાલ/ગરમાળો પિતૃદેવતા નં
૨૦ પૂર્વાઅષાઢા નક્ષત્ર ધનુ રાશી નેતર વરુણ પં ફં
૨૧ ઉત્તરઅષાઢા નક્ષત્ર ધનુ / મકર ફણસ વિશ્વ દેવતા --
૨૨ શ્રવણ નક્ષત્ર મકર રાશી આકડો (સફેદ આકડો) વિષ્‍ણુ મં
૨૩ ઘનિષ્‍ઠા નક્ષત્ર મકર/કુંભ ખીજડો વસુ દેવતા યં રં
૨૪ શત તારકા નક્ષત્ર કુંભ રાશી કદંબ ઇન્દ્ર લં વં
૨૫ પૂર્વભાદ્રપદ નક્ષત્ર કુંભ/મીન આંબો અજૈકપાત શં ષં
૨૬ ઉત્તરભાદ્રપદ નક્ષત્ર મીન રાશી લીમડો અહિર્બુધ્ર સં
૨૭ રેંવતી નક્ષત્ર મીન રાશી મહુડો પૂષાદેવતા હં

આ પણ જુઓ[ફેરફાર કરો]

અંગ્રેજી[ફેરફાર કરો]