લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Sunil

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

ભાઈશ્રી Sunil, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

Hello sir Vipulbhai janzvadiya (ચર્ચા) ૧૨:૫૮, ૨૬ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

આપે તમારા વિસ્તાર ની જાણકારી મુકિ તે ખુબસરસ કામ છે,અને કરતા રહો જેથી લોકો ને તે અગેની માહિતી મળતી રહે તમે ફોટા પણ મુકવામાંગતા હતા પરંતુ તે રહી ગયા છે તો તે મુકસો આભાર

શ્રેણી

[ફેરફાર કરો]

ભાઇશ્રી સુનિલ, ગુજરાતી વિકિમાં આપ ઘણા સારા અને જરુરી ફેરફારો નિયમિતપણે કરી રહ્યા છો એ બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ. વધુમાં આપ જે લેખો લખો તેમાં તેની શ્રેણી એટલે કે કેટેગરી ખાસ ઉમેરશો એવી મારી વિનંતી છે. આપનું યોગદાન કાયમ કરતા રહેશો એવી આશા સહ.--સતિષચંદ્ર ૧૨:૪૯, ૧૬ એપ્રિલ ૨૦૧૦ (UTC)

દાનીયેલ

[ફેરફાર કરો]

સુનિલભાઈ, આપ બાઇબલનાં વિષયો પર સુંદર લેખો બનાવી રહ્યાં છો તે ખુબ સરાહનિય કામ છે. આપે શરૂ કરેલા લેખ દાનીયેલનાં ચર્ચાનાં પાનાં પર મેં એક સંદેશો મુક્યો છે, તે આપ જોઈ જોશો? અને તે વિષે આપનું શું મંતવ્ય છે તે મને જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૨૯ જૂન ૨૦૧૦ (UTC)

ખુબજ સરસ કાર્ય, આ કાર્ય નિર્વિદ્ને પાર પડે તે માટે શુભકામનાઓ. --Jaishree ૧૬:૧૩, ૨૯ જૂન ૨૦૧૦ (UTC)

ભાઇ શ્રી સુનીલ, નમસ્કાર. આપ ગુજરાતી વિકિમાં સુરત અને તાપી જિલ્લા તથા ખાસ કરીને ઉચ્છલ તાલુકા વિશે સરસ માહિતી પૂરી પાડી રહ્યા છો. આ બદલ આપનો આભાર તેમ જ વધુ યોગદાન કરતા રહેશો એવી શુભકામના.

ખાસ વાત એ કહેવાની કે આપે પોતે (કે આપના મિત્રોએ) પાડેલ ચિત્ર અહીં ચડાવતી વખતે {{Cc-by-sa-3.0}} અથવા {{GFDL}} ટેગ "Summary" લખેલ ચોકઠામાં મુકવી, પહેલાથી અહીં હાજર ચિત્રોમાં ફેરફાર કરો કરી અને ત્યાં આ બેમાંથી કોઇ એક અથવા બંન્ને ટેગ મુકવી. (નમુના માટે અહીં ચડાવેલ ચિત્ર:Danidhar.JPG પર ટેગ મુકેલી છે. તે જોઇ જવું) અત્યારે ફક્ત આપનાં પોતાનાં અધિકારમાં હોય (ઉપર જણાવ્યું તેવા) તેવા ચિત્રો પરજ આ ટેગ મુકવી. અન્ય વેબસાઇટ (કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં) કે અન્ય ભાષાનાં વિકિ પરથી લીધેલા ચિત્રોમાં {{Fairuse}} નામની ટેગ મુકવી, પરંતુ આ ચિત્ર કઇ સાઇટ પરથી કે કયા સ્ત્રોત પરથી લીધેલું છે તેની કડી ત્યાં જરૂર મુકવી. આટલું કરવાથી ચિત્રને કોપીરાઇટના નિયમો અનુસાર માન્યતા મળે છે. --સતિષચંદ્ર ૦૭:૫૧, ૨ જુલાઇ ૨૦૧૦ (UTC)

ચિત્ર:Lothal conception.jpg

[ફેરફાર કરો]

સુનિલભાઈ,

માફ કરજો, આપે ચઢાવેલું ઉપરોક્ત ચિત્ર મેં દૂર કર્યું છે, કારણ કે, તે પ્રકાશનાધિકારથી સુરક્ષિત છે. અને, અંગ્રેજી વિકિમાં તે ખાસ લાઇસન્સ હેઠળ છે, જો આપ તેના લાઇસન્સને ધ્યાનથી વાંચશો તો આપને નીચેનું વિવરણ જોવા મળશે,

...Any other uses of this image, on Wikipedia or elsewhere, may be copyright infringement. See Wikipedia:Non-free content and Wikipedia:Copyrights.

જે સાબિત કરે છે આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેમ નથી. આશા છે તમે મારી સાથે સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૮, ૧૬ જુલાઇ ૨૦૧૦ (UTC)

સુનીલભાઇ, તમે આજે ઉકાઇ ડેમનું ચિત્ર ચઢાવ્યું છે, તે ખરેખર નર્મદા બંધનું ચિત્ર છે. જેથી માહિતી બદલવા વિનંતી છે. વળી એક વિનંતી એ પણ છે કે તમે કે તમારા મિત્રોએ પોતે પાડેલા ફોટાઓનો જ આપ ઉપયોગ અહીં કરશો અને ઉપરના સંદેશામાં જણાવેલ ટેગ સાથે મુકશો તો કોપીરાઇટનું ક્યારેય ઉલ્લંઘન નહીં થાય. આપનું કાર્ય અહીં કરતા રહેશો.

હા, ઇ-મેઇલ કરવા માટે જેને ઇ મેઇલ કરવો હોય તે સભ્યના પાનાં પર જવું. ત્યાં તમને ડાબી બાજુની કોલમમાં સભ્યને ઇ-મેઇલ કરો એવું બટન જોવા મળશે.--સતિષચંદ્ર ૧૬:૪૯, ૧૬ જુલાઇ ૨૦૧૦ (UTC)

મીંઢોળા નદીની તસવીર

[ફેરફાર કરો]

સુનિલભાઈ, મીંઢોળા નદીની સુંદર તસવીર અપલોડ કરવા બદલ આભાર. લાગે છે કે આ આપે પોતે લીધેલી તસવીર છે, જો આપ આ વાતની ખરાઈ આપો તો હું તેને વિકિ કોમન્સ પર અપલોડ કરૂં, અથવા આપ પોતે પણ તેમ કરી શકો છો. આમ કરવાથી, તેનો ઉપયોગ અન્ય વિકિપિડિયાઓમાં પણ સરળતાથી થઈ શકશે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૭, ૨૭ જુલાઇ ૨૦૧૦ (UTC)

નવા લોગો માટે આપનો મત

[ફેરફાર કરો]

સુનિલભાઈ, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૫, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

સુનિલભાઈ, આપે ઉચ્છલમાં કરેલા આ ફેરફારો] મેં પાછા વાળ્યા છે, કેમકે આપને દરેક લેખમાં સાદી લેખન શૈલીનો જ ઉપયોગ કરીએ છીએ. લેખને રંગીન બનાવતા નથી, અને જો આપ પણ ઘ્યાનથી જુઓ તો એવા રંગબેરંગી ચિતરામણ સારા નથી લાગતાં. માફ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

સુનિલભાઇ, આપે કરેલા શીખલેખના ફેરફાર બદલ આભાર. ત્યાં ધર્મો વિશે અંગ્રેજી વિકિ જેવો ઢાંચો બનાવવો પડશે તેવું લાગે છે. બની શકે તો મદદ કરશો. આપનો આદિવાસી વિશેનો લેખ સુંદર રીતે તૈયાર થયો છે. અભિનંદન. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૧૭, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

મહર્ષિભાઈ, માફ કરજો, આપ બંને વચ્ચેની ચર્ચામાં ડહાપણ કરું છું. પણ, કદાચ આપે જે ઢાંચો બનાવવાની જરૂર અનુભવી હતી તે ઢાંચો:માહિતીચોકઠું નૃવંશ સમુદાય નામે પહેલેથી જ અસ્તિત્વમાં હતો, જે હવે લેખમાં જોઈ શકાય છે, જો કે જે તે દેશોનાં પેટા ઢાંચાઓ આપણી પાસે ન હોવાથી તેમના ધ્વજો તેમાં દેખાતા નથી, જે પરત્વે કામ કરવાની જરૂર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ભેંસોના ચિત્રો

[ફેરફાર કરો]

સુનિલભાઈ, આપે ચઢાવેલાં ત્રણે ભેંસોના ચિત્રો મેં હટાવવા માટે માર્ક કર્યા છે, અને તે માટેનું કારણ પણ આપ્યું છે, જો આ ચિત્રો આપે પોતે લિધેલા હોય (જે શક્ય લાગતું નથી) તો કૃપા કરી જે તે ફાઇલનાં ચર્ચાનાં પાનાં પર તે અંગે સ્પષ્ટતા કરશો. આપને એક વાત જણાવવાની કે એવા ઘણા લેખો છે અહીં જેમાં ચિત્રો નથી, માટે આપે બનાવેલા લેખો ફક્ત ચિત્રોને અભાવે અધુરા નથી રહેતા તેમ સમજી લેજો. આપણી પાસે જેટલું સાહિત્ય ઉપલબ્ધ હોય તેનાથી જ લેખ મઠારવાનો આગ્રહ રાખશો, આવું પ્રકાશનાધિકારથી સુરક્ષિત કોઈ અન્યએ કરેલું કામ આપણા નામે ચઢાવવાથી મહેનત કરનાર વ્યક્તિ પ્રત્યે આપણે ગુનો કરીએ છીએ અને તેને કારણે ક્યારેક આપણે (વ્યક્તિગત રીતે અને સામુદાયીક રીતે આખું વિકિપીડિયા ગુજરાતી) મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

આલમપનાહ

[ફેરફાર કરો]

સુનિલભાઈ, મને ખબર નથી પડતી કે સુરત લેખમાંથી કયા આલમપનાહને કાઢી નાંખ્યાની વાત તમે કરી રહ્યાં છો. મેં તે લેખનો ઈતિહાસ જોતા મને તેમાંથી કશું જ દૂર કરવામાં આવ્યું હોય તેવું નજરે નથી પડ્યું, અલબત્ત તેમાં આપના શહેરેપનાહ અને આલમપનાહ વિષેનું લખાણ આપ આજે પણ અહી જોઈ શકો છો. આપ જણાવશો કે આપે ક્યારે લખ્યું હતું જે મેં કાઢી નાંખ્યું અને ક્યારે? અને વધુમાં એક વિનંતિ કે કોઈ પણ ચર્ચાનાં પાનાં પર સંદેશો લખ્યા પછી, સંદેશાને અંતે --~~~~ ઉમેરીને આપની સહી કરવાનું યાદ રાખશો, જેનાથી અન્ય સભ્યોને એ જાણવામાં સરળતા રહેશે કે સંદેશો કોણે અને ક્યારે લખ્યો છે, અને એટલું જ નહી, આપનો વળતો સંપર્ક કરવું પણ તેથી સરળ બની રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

કેમ છો?

[ફેરફાર કરો]

તમે મને યાદ કર્યો તે બહુ ગમ્યું.. આશા રાખું કે આપ સહ:પરિવાર કુશળ હશો. અહિં વાતાવરણ તો દિવસે દિવસે ઠંડું થતુ જાય છે અને ૨-૩ મહિનામાં બરફ છવાય જશે. પાંડવો નાં સ્વર્ગારોહણ વિશેનીં માહીતી મારી પાસે પણ બહુ વિસ્તારથી નથી પરંતુ અંગ્રેજી વિકિ માં નીચે પ્રમાણે જોવા મળે છે.

After having won the war, they returned to Hastinapura and Dhritarashtra renounced the kingdom. Yudhishthira was coronated, and after ruling peacefully for many years, the Pandava brothers and their wife departed for the heavens, taking a long journey through the Himalayas. On this journey, one by one, draupadi and the four younger brothers fell to their deaths, due to their various shortcomings. Only Yudhishthira, who had never abandoned sanctity and had always upheld his Dharma completed the journey. Nevertheless, after completing a punitive separation, the four brothers and Draupadi were reunited with Yudhishthira in the heavens.

ઉપરાંત સૌથી પહેલા કોણે દેહત્યાગ કર્યો તેના વિશે કારણો મેં સાંભળ્યા છે કે દ્રૌપદી પહેલા દેહત્યાગ પામ્યા કારણકે તેઓ પાંચ પતીઓ માં અર્જુન ને સૌથી વધું ચાહતા. વગેરે.. વગેરે.. છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિરે દેહત્યાગ કર્યો કારણ કે તેમનું જીવન સૌથી ધર્મમય રહ્યું હતું. તેમની સાથે તેઓએ તેમનો કુતરો પણ લીધો હોવાનું ધ્યાનમાં આવે છે. સ્વર્ગારોહણપર્વમાં આનો વિસ્તાર થી ઉલ્લેખ જોવા મળશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૦:૦૩, ૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ચિત્રો ચિત્રો અને ચિત્રો... આખરી ચેતવણી

[ફેરફાર કરો]

મિત્ર સુનિલભાઈ, મને સમજાતું નથી કે આપને કેવી રીતે સમજાવું. મેં અગાઉ પણ આપને અનેક (એક કરતા વધુ) વાર જણાવ્યું છે કે આપણે અહીં કોઈ પણ માહિતી કે જેના પર અન્યનો પ્રકાશનાધિકાર હોય તેને ના મુકી શકીએ. આ વાત, ચિત્રો, લખાણ, કે અન્ય સાહિત્યને પણ લાગું પડે છે. આપે ભેંસોનાં ચિત્રો ચઢાવ્યા હતાં તે સંદર્ભે પણ મેં જણાવ્યું હતું કે એવું જરૂરી નથી કે દરેક લેખમાં ચિત્રો હોવા જ જોઈએ, ચોરી કરીને આપણું ઘર સજાવીએ તેના કરતાં આપકર્મે રાખેલું સાદું ઘર વધું સારૂં લાગે છે. આપનું અન્ય યોગદાન સારૂં છે માટે આપના પર મેં હજુ સુધી પ્રતિબંધ નથી મુક્યો, પરંતુ આ આખરી ચેતવણી છે, જો હવે પછી આપ એક પણ વખત પ્રકાશનાધિકારથી સુરક્ષિત કશું પણ અહીં યોગદાન રૂપે લાવશો, તો મારે ના છુટકે આપના પર પ્રતિબંધ મુકવો પડશે. આપ ફક્ત એક પ્રણ લઈ લો, કે આપ અહીં કોઈ ચિત્રો અપલૉડ નહી કરો, આનાથી મારી ૮૦ ટકા સમસ્યાનું નિરાકરણ થઈ જશે. આશા છે કે આપ મારો આ સંદેશો વાંચશો અને તેના પર અમલ કરશો. ફક્ત આટલું જ નહી, આપે તાજેતરમાં ચઢાવેલા બધાજ ચિત્રો જો આપ જાતે જ રિવ્યુ કરીને હટાવવા માટે નિર્દેશિત કરશો તો હું આપનો ઘણો આભારી રહીશ. --ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

સુનિલ ભાઈ,

આપે વિકિપીડિયા પર ખૂબ સુંદર યોગદાન કર્યું છે તે માટે ધન્યવાદને પાત્ર છો.કદાચ આપ વિકિપીડિયાને લાગતા કાયદાકીય નિયમોથી અજાણ છો. કોપીરાઈટથી સુરક્ષિત કોઈ પણ વસ્તુ અહીં પ્રગટ કરી શકાતી નથી. કાયદાની નજરમાં તે બૌદ્ધિક સંપદાની ચોરી છે. અને મને ખાત્રી છે આપ પણ આવ કાર્ય કરવામાં સહેમત નહીં જ હોવ. તો આપ કોપીરાઈટની ખાત્રી કર્યાં પછી જ ફોટા અપલોડ કરશો. અને જો આપની પાસે કેમેરો હોય તો જાતે જ ફોટા પાડી લો અને અપલોડ કરો, તેમાં વધુ મજા પડશે. અમારા એક લેખિકા જયશ્રી બેન આવું કરે છે. તેમના દ્વારા લખાયેલ સેવપુરીનો લેખ જોવો તેમાં એવા સુંદર ફોટા તેમણે લગાડ્યાં છે કે જોઈને ખાવાનું મન થઈ જાય. તમે પણ આવા કોઈ રચનાત્મ ક ફોટા જોડો, મજા આવશે. --sushant ૧૭:૩૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી સુનિલ, ગઇકાલે ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૧૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ નવમા વ્યક્તિ છો!![] આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન. --સતિષચંદ્ર ૦૨:૫૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

રાજાસોરસ ––આ પેઇજ પર તમે સુધારાઓ કર્યા જણાય છે. હમણાં જોયું તો તેમાં બિનજરૂરી અનુસ્વારો પુષ્કળ છે, એ પણ હટાવવા જોઈએ –––રમેશ બાપાલાલ શાહ


An Invite to join the Wikimedia India Chapter

[ફેરફાર કરો]
Wikimedia India logo
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi Sunil,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Our Blog Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

--Naveenpf ૦૭:૫૭, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi, We are planning to conduct WikiAcademies across India. Can you please help to translate the Wiki Academy Brochure ? [૧] . Please feel free to mail @ naveenpf at wikimedia dot in --Naveenpf ૦૭:૫૭, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા

[ફેરફાર કરો]

મિત્ર Sunil, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ચિત્ર સ્રોત

[ફેરફાર કરો]
  • ચિત્ર:Ashgd 075.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Mogalbara.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:MOGELBARA.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Bhagal.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:I.p.mission.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Gaumukh1.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Gau mukh.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Main gate1.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


દૂર કરવા વિનંતી ચિત્ર:Sunil solanki.JPG has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૬:૩૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]


વિકિપીડિયા:ચોતરો#RFC:સગવડો, મુખ્ય_વ્યવસાય, મુખ્ય ખેતપેદાશ તમામ ગામના લેખમાંથી દૂર કરવા બાબત આપનો મત આપશો.-Nizil Shah (ચર્ચા) ૧૯:૩૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી માર્કની લખેલી સુવાર્તા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૮, ૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.