લખાણ પર જાઓ

સામપુરા (કામરેજ)

વિકિપીડિયામાંથી
સામપુરા
—  ગામ  —
સામપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°16′13″N 72°57′45″E / 21.270248°N 72.962459°E / 21.270248; 72.962459
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો કામરેજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, કેળાં તેમજ શાકભાજી

સામપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલા કામરેજ તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, માછીમારી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

ગામ તાપી નદી નદીને કિનારે આવેલું છે અને આ નદીની વચોવચ્ચ એક બેટ આવેલો છે જેનું ક્ષેત્રફળ ૯૯૯ વીઘાં જેટલું છે અને આ જમીન ખુબ જ ફળદ્રુપ છે. આ બેટ જોવા જેવો છે. આ બેટ પરનાં ખેતરોમાં સાગ, તરબુચ, કેળાં, અનાનસ, શેરડી, ડાંગર, ઘઉ, ડાંગર, કાજુ અને અન્ય ઘણી બધી શાકભાજીનું ઉત્પાદન થાય છે.