લખાણ પર જાઓ

અરવિંદ આશ્રમ

વિકિપીડિયામાંથી
અરવિંદ આશ્રમ વડોદરા ખાતેની શ્રી અરવિંદની પ્રતિમા

અરવિંદ આશ્રમ, વડોદરા આવેલો આશ્રમ છે.

સ્વાતંત્ર્ય સેનાની તથા તત્વચિંતક અરવિંદ ઘોષના વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપાચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલીમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ અહીં આવેલું છે.