ફાગણ
Appearance
ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે.
ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.
ફાગણ મહિનામાં આવતા તહેવારો
[ફેરફાર કરો]- વિક્રમ સંવત ફાગણ પુનમ : હોળી આ તહેવાર ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપથી રક્ષણ મળ્યું તે માટે મનાવવામાં આવે છે. પ્રહલાદને તેની ફોઈબા હોળિકા જોડે અગ્નિમાં બેસાડવામાં આવ્યો હતો જેને અગ્નિથી હાનિ ન પામવાનું વરદાન હતું. પરંતુ હોળિકા બળી ગઇ જ્યારે પ્રહલાદને કંઇ ન થયું.
- વિક્રમ સંવત ફાગણ વદ પડવો : ધુળેટી આ વસંતનો તહેવાર છે, જેને લોકો એકબીજા પર રંગો છાંટીને મનાવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |