લખાણ પર જાઓ

કાંકરિયા તળાવ

વિકિપીડિયામાંથી
કાંકરિયા તળાવ
કાંકરિયા કાર્નિવલ સમયે કાંકરિયા તળાવનું રાત્રિ દૃશ્ય
કાંકરિયા તળાવ is located in ગુજરાત
કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ
સ્થાનઅમદાવાદ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°00′22″N 72°36′04″E / 23.006°N 72.6011°E / 23.006; 72.6011
તળાવ પ્રકારકૃત્રિમ તળાવ
બેસિન દેશોભારત
કિનારાની લંબાઈ3.15 km (1.96 mi)
ટાપુઓનગીના વાડી
રહેણાંક વિસ્તારઅમદાવાદ
કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી.

કાંકરિયા તળાવઅમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે.[] કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.

કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
નકશો
કાંકરિયા તળાવ અને તેની આસપાસની સુવિધાઓનો નકશો.

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું.[] તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા.[] એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરીસ્થિતિમાં રહેવા પામી હતી.[] એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.[]

નવીનીકરણ

[ફેરફાર કરો]

રૂ. ૩૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો.[] કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો, જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું.[] ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.[]

આકર્ષણ

[ફેરફાર કરો]

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

[ફેરફાર કરો]
કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે.[] તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[]

બાલવાટિકા

[ફેરફાર કરો]

તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે, જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતું. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ અને પ્લે હાઉસ છે.

કિડ્ઝ સીટી

[ફેરફાર કરો]

કિડ્ઝ સીટી નાના બાળકો માટે રચાયેલ વિશ્વ છે. ૪,૨૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિસ્તારમાં ૧૮ પ્રવૃત્તિ કેન્દ્રો છે.[] તેમાં બેંક,અગ્નિશામક હાઉસ,રેડિયો સ્ટેશન,પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે.[૧૦] અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.[૧૧]

અટલ એક્સપ્રેસ

[ફેરફાર કરો]
અટલ એક્સપ્રેસ - ટ્રેન

અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે.[૧૨]હાલમાં આ ટ્રેન તળાવની ફરતે 2.4 miles (3.9 km)ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે.[૧૩] આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે.[૧૪]

અમદાવાદ આઇ

[ફેરફાર કરો]

અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "About Kankaria Lake Front". અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મૂળ માંથી 2016-09-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૬.
  2. "Kankaria carnival 2011:Read a long list of events, complete schedule". www.lightreading.com. DeshGujarat. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૨.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (અંગ્રેજીમાં). મુંબઈ: ઍજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. ૧૮૮૬. પૃષ્ઠ ૧૭. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  4. Gazetteer of the Bombay Presidency: Ahmedabad (અંગ્રેજીમાં). મુંબઈ: ઍજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. ૧૮૮૬. પૃષ્ઠ ૧૮. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  5. Kankaria Carnival in Ahmedabad from December 25th to 31st
  6. Celebration of cultural and historical heritage of Ahmedabad
  7. "Official website of government for ahmedabad municipal corporation". મૂળ માંથી 2008-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-26.
  8. ૮.૦ ૮.૧ News, TNN (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "World hailed his experiments at zoo". The Times of India. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૨.
  9. "Kankaria lake front in Ahmedabad a big hit among tourists". India Today. ૨૯ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૨.
  10. "KIDS city at Rs 100 per kid – Kakaria Carnival". Gujarat News. ૩૧ ડિસેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2011-12-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૨.
  11. "AMC seeks copyright of Kid's City". The Times of India. ૨૮ માર્ચ ૨૦૧૨. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૨.
  12. "Modi dedicates Atal Express to children". મૂળ માંથી 2013-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-29.
  13. Kankaria toy train on way from London
  14. "AMC plans another toy train for Kankaria". Times of India. ૭ જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૧.