કર્ણમુક્તેશ્વર મહાદેવ, અમદાવાદ

વિકિપીડિયામાંથી

કર્ણમુક્તેશ્વર મહાદેવ એ એક પ્રાચીન મંદિર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલ મુખ્ય શહેર અમદાવાદના સારંગપુર દરવાજા નજીક આવેલ છે. આ પ્રાચીન મંદિર ૧૧મી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું તેમ જ તેના નિર્માણ અને વિકાસનું કાર્ય સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગેઝેટીયર, ભાગ-૨માં કર્ણદેવ સોલંકી દ્વારા સ્થાપિત કર્ણમુક્તેશ્વર શિવાલયનો ઉલ્લેખ થયેલ છે.[૧]

આ શિવમંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાનાં ૯૦૦ વર્ષ જૂનાં શિલ્પો, ૧૨મી સદીની મહીષાસુર મર્દની માતાની પ્રતિમા તથા ચર્તુભૂજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા વર્તમાન સમયમાં હયાત છે. મરાઠા સામ્રાજ્યના સમયમાં આ મંદિરની શાસ્ત્રોક્ત પૂજા, વહિવટ માટેનું કાર્ય બાપાશાસ્ત્રી અને કુટુંબીજનોને સોંપાવામાં આવ્યું હતું.[૨]

આ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને હવન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે પરશુરામ જયંતી પર્વની ઉજવણીના અવસરે આ મંદિરથી નગરયાત્રા નીકળી શહેરમાં ફરી પાછી પરત મંદિરે આવે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "અમદાવાદનું પ્રાચીન મંદિર શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ". ધર્મદર્શન, દિવ્ય ભાસ્કર. ૪ ડિસેમ્બર ૨૦૧૭. મૂળ માંથી 2017-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "અમદાવાદના પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવની પૂજા શરણાઈથી થાય છે". ચિત્રલેખા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.